Connect with us

Vadodara

વડોદરા: સરદાર એસ્ટેટની ‘ઓમ સાઈ ઇન્ડસ્ટ્રીઝ’માં પતરાં ઊંચા કરી કોપર ચોરનાર રીઢો તસ્કર દિવ્યાંગ ઉર્ફે નાનુ રાણા ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં

Published

on

  • કંપનીઓમાં ચોરી કરતી ગેંગનો પર્દાફાશ: મકરપુરા, રણોલી અને ગોરવા GIDC ની બંધ કંપનીઓને ટાર્ગેટ કરતી ટોળકીનો સાગરીત સકંજામાં.
  • ભૂતેડીઝાંપા મેદાન પાસે વોચ: હાથીખાના તરફથી ચોરીનો સામાન વેચવા નીકળેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે રંગેહાથ દબોચ્યો.
  • મુદ્દામાલ જપ્ત: 11 કિલો કોપર પાઇપના બંડલ, 18 કિલો કોપર ભંગાર, 2 CCTV DVR અને એક્સેસ મોપેડ સહિત કુલ ₹89,000નો માલ જપ્ત.
  • છત પરથી એન્ટ્રી: સરદાર એસ્ટેટની ‘ઓમ સાઈ ઇન્ડસ્ટ્રીઝ’ના લોખંડની ગ્રીલ સાથેના પતરાં ઊંચા કરી અંદર ઘૂસી આચરી હતી ચોરી.

વડોદરા શહેરના સરદાર એસ્ટેટમાં આવેલી એક મેન્યુફેક્ચરિંગ કંપનીમાં થયેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનરની સૂચના તેમજ ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમો સતત તપાસમાં હતી. પોલીસે ટેકનિકલ સોર્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માત્ર થોડા જ દિવસોમાં અગાઉ ૧૩ જેટલા ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગારને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી બાપોદ પોલીસ સ્ટેશનનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કર્યો છે.

🧐સરદાર એસ્ટેટમાં થઈ હતી ચોરી:

ઘટનાની વિગત એવી છે કે, સરદાર એસ્ટેટમાં આવેલી ‘ઓમ સાઈ ઇન્ડસ્ટ્રીઝ’ નામની કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી. ગત તા.14/05/2026 ના સાંજના સાત વાગ્યાથી તા.15/05/2026 ના સવારના નવ વાગ્યા દરમિયાન, કોઈ અજાણ્યા ચોર ઈસમોએ કંપનીની ઉપરના ભાગે લગાવેલી લોખંડની ગ્રીલ સાથેના પતરાં ઊંચા કરી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો કંપનીના સ્ટોરરૂમ અને પ્રોડક્શન એરિયામાંથી કુલ ૩૫ કિલો કોપર પાઈપ, 15 કિલો રેફ્રિજરેટર સિસ્ટમમાં લગાવવાની કોપરની કેપેલરી પાઈપ, 18 કિલો કોપર પાઈપના ભંગાર ટુકડા અને ઓફિસમાં લગાવેલ સીસીટીવી NVR મળી કુલ ₹1,26,200 ની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 305(એ), 331(1), 331(4) મુજબ ગુનો નોંધાયો હતો.

🚨બાતમીના આધારે ભૂતેડીઝાંપા પાસેથી ઝડપાયો:

આ ગુનાની તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કંપનીઓમાં ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો રણોલીનો દિવ્યાંગ ઉર્ફે નાનુ રાણા આ ચોરીમાં શંકાસ્પદ છે અને તે ચોરીનો સામાન વેચવા માટે નીકળ્યો છે. જેના આધારે પોલીસે ભૂતેડીઝાંપા મેદાન પાસે રોડ પર ખાનગી રાહે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન હાથીખાના તરફથી સુઝુકી એક્સેસ મોપેડ પર વજનદાર કોથળા રાખીને પસાર થઈ રહેલા આ શખ્સને પોલીસે આંતર્યો હતો.

👉ઝડપાયેલા આરોપીનું નામ:

  • દિવ્યાંગ ઉર્ફે નાનુ સવરબહાદુર રાણા (ઉં.વ. 30, રહે. 21, વૃંદાવન સોસાયટી, રણોલી, વડોદરા).

📌મુદ્દામાલની વિગત (કુલ કિંમત ₹89,000):

પોલીસે મોપેડની તપાસ કરતા પગ રાખવાની જગ્યાએથી વજનદાર કોથળાઓ મળી આવ્યા હતા, જેમાંથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કરાયો હતો:

1. કોપર પાઇપના બંડલ નંગ-4 (વજન 11 કિલો) તેમજ કોપરનો ભંગાર સામાન (વજન 18 કિલો) — કિંમત ₹28,000

2. સીસીટીવીના ડી.વી.આર. નંગ-02 — કિંમત ₹1,000

૩. ગુનામાં વપરાયેલી સુઝુકી એક્સેસ મોપેડ — કિંમત ₹60,000

🧐રાત્રિના સમયે જીઆઇડીસી કંપનીઓમાં કરતો રેકી:

આરોપીની કડક પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે તે પોતાના આર્થિક ફાયદા માટે રાત્રિના સમયે બંધ રહેતી કંપનીઓને જ ટાર્ગેટ કરતો હતો. તે વડોદરાના મકરપુરા, રણોલી અને ગોરવાની GIDC વિસ્તારોમાં ફરીને બંધ કંપનીઓની રેકી કરતો હતો અને ત્યારબાદ રાત્રિના કે વહેલી સવારના સમયે પોતાના સાગરીતો સાથે મળીને પતરાં તોડી અંદર ઘૂસી કિંમતી કોપરના વાયરો અને સામાનની ચોરી કરતો હતો. આ ચોરીનો સામાન તે મોપેડ પર ભરીને વેચવા જઈ રહ્યો હતો ત્યારે જ ક્રાઈમ બ્રાન્ચે તેને દબોચી લીધો હતો.

👮13 ગુનાનો ઈતિહાસ અને 2 વખત પાસા:

પકડાયેલો આરોપી દિવ્યાંગ ઉર્ફે નાનુ રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ વડોદરા શહેર અને જિલ્લાના જવાહરનગર, સમા, માંજલપુર, ગોરવા, ફતેહગંજ અને આંકલાવ પોલીસ સ્ટેશનમાં ચોરી, ઘરફોડ ચોરી, મારામારી અને જુગાર સહિત કુલ 13 ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તેની સતત ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે ભૂતકાળમાં તેને બે વખત ‘પાસા’ (PASA) હેઠળ જેલ ભેગો પણ કરવામાં આવ્યો હતો.

​ક્રાઈમ બ્રાન્ચે ચોરીનો મુદ્દામાલ રિકવર કરી ઘરફોડ ચોરીનો ગુનો ડીટેક્ટ કર્યો છે અને આરોપીને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી માટે બાપોદ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Continue Reading
Vadodara12 minutes ago

અકસ્માત કે આપઘાત? આણંદથી ટ્રેનમાં વડોદરા આવી રહેલા BAMS ડૉક્ટર મહીસાગર નદીમાં ખાબક્યા; ફાજલપુર નજીક કરુણ મોત

Vadodara1 hour ago

પ્રજા તરસશે, તંત્ર વહાવશે! વડોદરામાં પીવાના પાણીની લાઈનમાં મહાકાય લીકેજ; VMC ની પ્રી-મોન્સૂન કામગીરીની ખુલી પોલ

Vadodara2 hours ago

વડોદરા: સરદાર એસ્ટેટની ‘ઓમ સાઈ ઇન્ડસ્ટ્રીઝ’માં પતરાં ઊંચા કરી કોપર ચોરનાર રીઢો તસ્કર દિવ્યાંગ ઉર્ફે નાનુ રાણા ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં

Gujarat2 hours ago

સાણંદના મોરૈયામાં મહાકાય આગ: કલરની ફેક્ટરીમાં કેમિકલ બ્લાસ્ટ થતાં વિકરાળ જ્વાળાઓ; ધુમાડાથી આકાશ કાળું થયું

Vadodara3 hours ago

વડોદરા લોન ફ્રોડ કેસ: રૂ. 4.92 કરોડની ઠગાઈના ગુનામાં મુંબઈના નાલાસોપારાથી વધુ એક આરોપીને દબોચતી ક્રાઈમ બ્રાન્ચ

International3 hours ago

524 ડ્રોન અને મિસાઈલ એટેક: પુતિન-જિનપિંગની મુલાકાત પહેલા રશિયાના ભીષણ હુમલાથી દુનિયાભરમાં હડકંપ

Vadodara4 hours ago

વડોદરા SOGનો મોટો સપાટો: બાપોદના ગાંજા કેસમાં વોન્ટેડ મધ્યપ્રદેશના મોહન નીનામા સહિત 2 મુખ્ય સપ્લાયરો ઝડપાયા

Savli1 day ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Savli1 day ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara1 week ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara2 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra2 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara2 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara2 weeks ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara2 weeks ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara2 weeks ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Trending