Connect with us

Vadodara

વડોદરા SOGનો મોટો સપાટો: બાપોદના ગાંજા કેસમાં વોન્ટેડ મધ્યપ્રદેશના મોહન નીનામા સહિત 2 મુખ્ય સપ્લાયરો ઝડપાયા

Published

on

  • નશાના નેટવર્ક પર પ્રહાર: અગાઉ 10 કિલોથી વધુ દેશી ગાંજા અને હાઇબ્રિડ ગાંજા સાથે પકડાયેલા આરોપીના સપ્લાયરોને SOG એ દબોચ્યા.
  • મધ્યપ્રદેશથી કનેક્શન: રતલામ જિલ્લાના ખારી ગામના મુખ્ય સપ્લાયર મોહન નીનામાની ધરપકડ.
  • હાઇબ્રિડ ગાંજાનો સપ્લાયર પણ જેલભેગો: સમા રોડ પર ભાડાના મકાનમાં રહેતો જયેશ ઉર્ફે કાનો ચૌહાણ પણ સકંજામાં.
  • કુલ ₹7.87 લાખનો મુદ્દામાલ: દેશી અને વનસ્પતિજન્ય હાઇબ્રિડ ગાંજાના રેકેટમાં અત્યાર સુધીમાં કુલ ૩ આરોપીઓ ગિરફ્તાર.

વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા તેમજ નશીલા પદાર્થોના ખરીદ-વેચાણ અને હેરાફેરીના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ કમિશનર નરસિંહા કોમાર સાહેબ દ્વારા ‘નશામુક્ત વડોદરા’ અંતર્ગત કડક સૂચનાઓ આપવામાં આવી છે. જે અનુસંધાને એસ.ઓ.જી. (Special Operations Group) ની ટીમે બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. (NDPS) એક્ટના ગુનામાં વણઉકેલાયેલા 2 મુખ્ય સપ્લાયરોને શોધી કાઢી તેઓની ધરપકડ કરવામાં મોટી સફળતા મેળવી છે.

🧐13 મે ના રોજ ઝડપાયો હતો જથ્થો:

ઘટનાની વિગત એવી છે કે, ગત તા.13/05/2026 ના રોજ એસ.ઓ.જી.ના પી.એસ.આઈ. એ.આર. રબારીના અંગત બાતમીદાર થકી એક ચોક્કસ માહિતિ મળી હતી કે આજવા રોડ પર આવેલા એકતાનગર, આંબેડકરનગરના મરાઠીવાડમાં ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને રાણીતળાવ, પાણીગેટ વિસ્તારના આરોપી રીઝવાન યુસુફભાઈ દીવાનને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 10 કિલો અને 090 ગ્રામ દેશી ગાંજો (કિંમત ₹5,04,500) તેમજ 22 ગ્રામ કિંમતી વનસ્પતિજન્ય હાઇબ્રિડ ગાંજો (કિંમત ₹77,000) મળી આવ્યો હતો. આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી તપાસ હાથ ધરાઈ હતી.

👮SOG એ હ્યુમન સોર્સના આધારે વોન્ટેડ સપ્લાયરોને દબોચ્યા:

આ ગુનાની ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે રીઝવાન દીવાન આ નશીલા પદાર્થો અન્ય સપ્લાયરો પાસેથી મંગાવતો હતો. એસ.ઓ.જી.ની ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ નેટવર્કના મૂળ સુધી પહોંચીને બંને વોન્ટેડ સપ્લાયરોની ધરપકડ કરી લીધી છે.

👉પકડાયેલા વોન્ટેડ આરોપીઓનાં નામ અને સરનામાં:

1. મોહન નાંદુ નીનામા (દેશી ગાંજાનો સપ્લાયર, રહે. ખારી ગામ, હાબલીયાખાડ ફળિયું, પોસ્ટ: પીપલખુન્ટા, થાના: બિલપાંક, જી. રતલામ, મધ્યપ્રદેશ) — ધરપકડ તા.17/05/2026

2. જયેશ ઉર્ફે કાનો નિતિનસિંહ ચૌહાણ (હાઇબ્રિડ ગાંજાનો સપ્લાયર, રહે. મકાન નં. એ/8, અંબાલાલ પ્રજાપતિનું ભાડાનું મકાન, સહયોગ સોસાયટી, રાધાનગરની બાજુમાં, સમા રોડ, વડોદરા) — ધરપકડ તા.18/05/2026

🚨તલસ્પર્શી તપાસ શરૂ:

વડોદરા શહેરમાંથી નાકોટીક્સના કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે એસ.ઓ.જી. દ્વારા આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ₹7,87,100 ના મુદ્દામાલ સાથે કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ નશાનો મસમોટો જથ્થો મધ્યપ્રદેશથી વડોદરા સુધી કેવી રીતે લાવવામાં આવતો હતો અને શહેરમાં અન્ય કયા પેડલરો આ નેટવર્કમાં સામેલ છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Continue Reading
Vadodara27 minutes ago

30 વર્ષની કાનૂની લડતનો સુખદ અંત: VMCના યુપીથી વધુ કર્મચારીઓને મળશે 1996નું સુધારેલું પગાર ધોરણ

Vadodara2 hours ago

નવલખી તળાવ પાસે મગરો માટે ખતરો: જૂની લોખંડની જાળીઓ અને એંગલ ન હટાવાતા વન્યજીવ પ્રેમીઓમાં રોષ

Vadodara3 hours ago

અગાઉ જીવ ગુમાવ્યા છતાં તંત્રની આંખ ઉઘડતી નથી, બાવામાનપુરામાં રિક્ષા ગટરમાં ગરકાવ થતા માંડ બચ્યો ચાલક

Dabhoi3 hours ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara24 hours ago

સંતોષનગર વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી પકડાઈ: બકુલાબેન ચતુવેદી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

National1 day ago

દિલ્હીમાં રાજકારણ ગરમાયું: રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ખડગે PM આવાસ નજીક ધરણા પર બેઠા

Vadodara1 day ago

ડેન્ગ્યુની ગેરમાન્યતાઓ અને વાસ્તવિકતા: પપૈયાના પાન કે કિવી શું ખરેખર પ્લેટલેટ વધારી શકે છે?

Vadodara1 day ago

માણેજામાં જુગારની પ્રવૃત્તિ પર પોલીસની રેડ: રોકડા અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Dabhoi3 hours ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara5 days ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara6 days ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor1 week ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara1 week ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara1 week ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra2 weeks ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Vadodara2 weeks ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Trending