International
ઈરાન-અમેરિકા વાટાઘાટો: ઈસ્લામાબાદમાં સીઝફાયર ડીલ પર કોઈ સમજૂતી નહીં, પરમાણુ મુદ્દે વિવાદ
Published
7 months agoon
- ઈસ્લામાબાદ મડાગાંઠ: 21 કલાકની મેરેથોન બેઠક નિષ્ફળ, અમેરિકા-ઈરાન વચ્ચે વધતી ખાઈ.
- હોર્મુઝની રણનીતિ: શું ઈરાન ‘આર્થિક નસ’ દબાવીને ટ્રમ્પને ઘૂંટણિયે લાવશે?
- વિશ્વાસનો દુકાળ: “અમેરિકા ભરોસાને લાયક નથી”, ઈરાની સ્પીકર ગાલિબફનો આકરો પ્રહાર.
- ટ્રમ્પની ચેતવણી: ઈરાન મુદ્દે ચીનને માઠાં પરિણામ ભોગવવાની ધમકી, હોર્મુઝમાં યુદ્ધ જહાજો તૈનાત
ઈસ્લામાબાદમાં પાકિસ્તાનની મધ્યસ્થી હેઠળ ચાલી રહેલી અમેરિકા અને ઈરાન વચ્ચેની બે દિવસીય મેરેથોન બેઠક કોઈ પણ નક્કર પરિણામ વગર પૂર્ણ થઈ છે. 21 કલાકની લાંબી ચર્ચાઓ છતાં બંને દેશો વચ્ચેના મતભેદો ઉકેલાયા નથી. એક તરફ ઈરાને અમેરિકા પર અવિશ્વાસ વ્યક્ત કર્યો છે, તો બીજી તરફ ઇઝરાયલે ઈરાનની સૈન્ય શક્તિ નબળી પડી હોવાનો દાવો કર્યો છે. જુઓ આ ખાસ રિપોર્ટ.
1. વિશ્વાસનો અભાવ અને ગાલિબફનો પ્રહાર:

ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબફે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ઈરાન સારી નિયત સાથે ટેબલ પર આવ્યું હતું, પરંતુ અમેરિકા વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યું છે. તેમણે ‘X’ પર પોસ્ટ કરતા કહ્યું કે, જૂના વિવાદો અને છેલ્લા બે યુદ્ધોના કડવા અનુભવોને કારણે ઈરાન હવે અમેરિકા પર ભરોસો કરી શકે તેમ નથી. ઈરાનના પ્રસ્તાવોને અમેરિકા દ્વારા નજરઅંદાજ કરવામાં આવ્યા હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે.
2. ન્યૂક્લિયર પ્રોગ્રામ અને સીઝફાયરની શરતો:
બેઠકમાં મુખ્ય વિવાદ ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને ઉભો થયો હતો. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ખુલાસો કર્યો કે અમેરિકા ઈચ્છતું હતું કે ઈરાન ભવિષ્યમાં પરમાણુ હથિયાર નહીં બનાવે તેની લેખિત ખાતરી આપે, પરંતુ ઈરાને આ શરત ફગાવી દીધી છે. આ અડગ વલણને કારણે 14 દિવસના યુદ્ધવિરામ પછી પણ કાયમી શાંતિની કોઈ આશા દેખાઈ રહી નથી.
3. નેતન્યાહુનો હુંકાર અને ટ્રમ્પની ચેતવણી:

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ દાવો કર્યો છે કે સૈન્ય અભિયાનમાં ઈરાનનો પરમાણુ અને બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમ અત્યંત નબળો પડી ગયો છે. બીજી તરફ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય જીતનો દાવો કરી ચીનને પણ ચેતવણી આપી છે કે જો તે ઈરાનને ટેકો આપશે તો માઠાં પરિણામો ભોગવવા પડશે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અમેરિકી યુદ્ધ જહાજોની હાજરીથી દરિયાઈ સુરંગોનો વિવાદ પણ વકર્યો છે.
4. ઈરાનની ‘થકવી દેવાની’ રણનીતિ:
નિષ્ણાતો માને છે કે ઈરાન હવે આ યુદ્ધને લાંબુ ખેંચીને અમેરિકાને આર્થિક રીતે નબળું પાડવા માંગે છે. હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનની પકડ હોવાથી તે વૈશ્વિક તેલના ભાવ અને અમેરિકાની આંતરિક મોંઘવારી પર દબાણ બનાવી રહ્યું છે. ટ્રમ્પ માટે આગામી મિડ-ટર્મ ઇલેક્શન અને ચીન પ્રવાસ પહેલા આ વિવાદ ઉકેલવો એક મોટો પડકાર બની ગયો છે.
👉પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે બંને પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરી છે, પરંતુ બદલાતા સમીકરણો જોતા મધ્ય-પૂર્વમાં તણાવ ઓછો થવાને બદલે વધે તેવા સંકેતો મળી રહ્યા છે.
You may like
-
વડોદરામાં ‘AIKYAM 2026’ કાર્યક્રમ : આંતરરાષ્ટ્રીય સ્તરે શહેરની ઓળખ રજૂ કરતા પહેલા સ્થાનિક સ્થળોની જાળવણીમાં કોર્પોરેશન નિષ્ફળ?
-
ભારત સરકારે ફગાવ્યા મસ્કના આરોપો, હવે ઇલોન મસ્કના ‘શું અંબાણી ભારતના અસલી બોસ છે?’ વાયરલ સવાલથી નવો વિવાદ
-
ન્યૂયોર્કમાં ઓરીના પ્રકોપને કારણે રાજ્યવ્યાપી કટોકટી જાહેર: યુ.એસ.માં ઇમરજન્સી જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું
-
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: બચાવ કામગીરી કરતાં પણ અનેકગણી ઝડપે ફેલાઈ રહ્યો છે રોગચાળો, 24 કલાકમાં 50 લોકોના મોત
-
સતત બીજી ઘટના : યુક્રેનમાં ભારતીય જહાજ પર હુમલો: 2 નાવિકો સુરક્ષિત, 2 ગુમ નાગરિકોની શોધખોળ ચાલુ
-
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વધુ વકર્યું: યમનના હુથી વિદ્રોહીઓ દ્વારા સાઉદી અરેબિયાના ઓઈલ પ્લાન્ટ્સ પર ભીષણ મિસાઈલ અને ડ્રોન હુમલો
ઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ
ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!
વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ
“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા
જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા
વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર
શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી
વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ: ભાજપ નેતાના પુત્ર અને તેની ટોળકીએ દુકાન અપાવવાના નામે આચરી રૂ. 9.05 લાખની ઠગાઈ
સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ
મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા
California Legislature Celebrates BAPS’ Golden Year in America
ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.
માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો
ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી
AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ
હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા
એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી
અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ
આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ
રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત
TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ
હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?
વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત
મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના
Trending
-
Savli7 days agoવડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ
-
Vadodara5 days agoખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!
-
Vadodara8 hours agoઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ
