Connect with us

Editor's Exclusive

પ્રદેશના નેતાઓને છેતરવાનો વધુ એક પ્રયાસ સામે આવ્યો, અટક બદલીને એક જ મોરચામાં બે વાર હોદ્દો પધરાવી દીધો!

Published

on

  • 146 જ્ઞાતિના સમૂહના બક્ષીપંચ મોરચામાં એક વ્યક્તિને બે વાર સ્થાન મળ્યું, પિતાનું નામ ટૂંકું કરીને અટક પણ બદલી દેવાઈ
  • બક્ષીપંચ માંથી નવા નેતાગીરી આગળ આવે તેવા પ્રદેશના પ્રયત્નો પણ જીલ્લાના નેતાઓ પાણી ફેરવી રહ્યા છે?
  • બક્ષીપંચમાં નવા ચહેરાઓ આગળ લાવવામાં કોણે ડર લાગે છે? પ્રદેશની પોલીસી પર પાણી ફેરવી દેવા જેવો કિસ્સો!

(મૌલિક પટેલ -એડિટર) એક વ્યક્તિ એક હોદ્દાના નિયમમાં ભાજપમાં અનેક જુના ચહેરાઓ કે જોઈ વર્ષોથી સત્તાની આસપાસ ફર્યા કરે છે તેઓને ઘરભેગા કરીને નવા યુવા ચહેરાઓને સ્થાન આપવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત એક પ્રયોગશાળા છે. જેમાં OBC સમાજને નેતાગીરીનું સુકાન સોંપવાનો પ્રયોગ પણ અહી સફળ થયો છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ અનેક એવા નિર્ણય લીધા છે. જેનાથી પક્ષનું કલ્ચર વ્યક્તિ આધારિત નહિ, પણ પક્ષને આધારિત રહે તે માટે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી રહ્યું છે.

જોકે આ પ્રયોગ પર પાણી ફેરવી દેવા જેવી ઘટના વડોદરા જીલ્લામાં સામે આવી છે. વડોદરા જીલ્લામાં ગતરોજ જાહેર થયેલા મોરચાઓના હોદ્દેદારોની યાદીમાં અનેક છબરડા સામે આવ્યા છે. અહી એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ તો નેવે મુકાયો છે. જયારે બીજી તરફ એક ચોક્કસ જ્ઞાતિને એનકેન પ્રકારે સત્તાની નજીક રાખવાના પ્રયત્નો જોવા મળી રહ્યા છે. બક્ષીપંચમાં વડોદરા જીલ્લા માંથી નવા ચહેરાઓ સામે આવે તેવી તૈયારી ખુદ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને બક્ષીપંચ માંથી આવતા જીલ્લા ભાજપ અધ્યક્ષની લાગતી નથી! જેના કારણે એક વ્યક્તિને વારંવાર હોદ્દા પધરાવી દઈને મોરચાની રચનાઓ આટોપી દેવાઈ છે.

🧐એક જ મોરચામાં અટક બદલીને બે વાર નિયુક્તિનો કિસ્સો સામે આવ્યો

વાઘોડીયાના એક કાર્યકરને યુવા મોરચા અને બક્ષીપંચ મોરચા એમ બે મોરચામાં સ્થાન આપ્યાનો કિસ્સો ફેક્ટ ફાઈન્ડર દ્વારા પ્રકાશિત કરવામાં આવતા હવે કાર્યકરો સામેથી જીલ્લા ભાજપ અધ્યક્ષ અને બક્ષીપંચ મોરચાના અધ્યક્ષના છબરડાઓ બહાર લાવી રહ્યા છે. એક વાંચકના જણાવ્યા પ્રમાણે બક્ષીપંચ મોરચામાં રજુ થયેલા નામોમાં એક નામને બે વાર રીપીટ કરીને મોરચાની રચના કરી દેવાઈ છે. જયારે આ સ્થાને વધુ એક વ્યક્તિને સમાવી શકાય તેમ હોવા છતાંય આ ગોઠવણ કરવામાં આવી છે. આ વખતે મોબાઈલ નંબરમાં અંકનો ફરક પણ નથી. એક સરખો મોબાઈલ નંબર લખીને એક વ્યક્તિને એક જ મોરચામાં બે વાર સ્થાન આપ્યું છે.

બક્ષીપંચ મોરચાની યાદી પ્રમાણે મીડિયા સેલમાં અનિલભાઈ રમણભાઈ પાટણવાડીયાને વડોદરા તાલુકા માંથી જવાબદારી સોપવામાં આવી છે.જેઓનું નામ બક્ષીપંચ મોરચાના લીસ્ટમાં 15માં ક્રમાંકે છે. આજ યાદીમાં કારોબારી સભ્યોની યાદીમાં પાંચમાં ક્રમાંકે ઠાકોર અનિલભાઈ આર. નામે વડોદરા તાલુકાના વધુ એક કાર્યકરને બક્ષીપંચ મોરચામાં સ્થાન આપવામાં આવ્યું છે. જોકે આ કોઈ “વધુ એક કાર્યકર” નથી . કેમ કે બંને નામોની સામે મોબાઈલ નંબર એક સરખો છે. અને કાર્યકરના પિતાના નામને ટૂંકમાં “આર.” લખીને અટકને પાટણવાડિયાને બદલે ઠાકોર કરી દેવાઈ છે.

શું જીલ્લા ભાજપ અધ્યક્ષ, ઉપરના કથિત બંને કાર્યકરને રૂબરૂ મળ્યા છે?

કોઈ પણ પક્ષમાં કાર્યકરોની કામગીરીને જોઇને તેમણે પ્રોમોટ કરવા માટે હોદ્દાઓ આપવામાં આવતા હોય છે. અને તેની માટે પક્ષના જીલ્લા કે તાલુકા કક્ષાના અધ્યક્ષ તેઓની કામીગીરીના રીપોર્ટકાર્ડને આધારે તેમણે પ્રોમોટ કરે છે. તો શું વડોદરા જીલ્લા ભાજપ અધ્યક્ષ ડો. બી.જે. બ્રહ્મભટ્ટ બક્ષીપંચ મોરચામાં સ્થાન પામનાર અનિલભાઈ રમણભાઈ પાટણવાડીયા અને ઠાકોર અનિલભાઈ આર. એમ બંને કાર્યકરને રૂબરૂ મળ્યા હશે? શું આ કથિત બંને કાર્યકરની નિયુક્તિ પહેલા તેમની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હશે ? કે પછી મોરચાની યાદીઓ કોઈ અન્ય વ્યક્તિએ તૈયાર કરાવીને ફક્ત જીલ્લા અધ્યક્ષની સહી કરાવી હશે? આવા અનેક પ્રશ્નો ઉભા થાય છે. બક્ષીપંચ મોરચામાં સ્થાન પામનાર અનિલભાઈ રમણભાઈ પાટણવાડીયા અને ઠાકોર અનિલભાઈ આર. ના શક્રિય સભ્ય નંબર પણ અલગ અલગ હશે તેમ માની શકાય ?

🗣️આવા છબરડાં થાય તો એક વ્યક્તિને બે મેન્ડેટ પણ મળી શકે!

નામને ટૂંકા લાંબા કરીને કે અટકમાં સામાન્ય સુધારો કરીને ભાજપમાં એક વ્યક્તિને એક જ મોરચામાં બે હોદ્દા મળી શકતા હોય તો આવનારી જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણીમાં એક જ વ્યક્તિને તાલુકા અને જીલ્લાની ચુંટણી લડવા માટે મેન્ડેટ પણ મળી શકે છે. આવા સમયે જીલ્લા ભાજપ અધ્યક્ષ અને મહામંત્રીઓની જવાબદારી નિભાવતા હોદ્દેદારોની અગ્નિપરીક્ષા થશે!

Continue Reading
Vadodara9 minutes ago

વડોદરામાં PMનો ભવ્ય રોડ શો: ‘બંગાળી થીમ’ પર સ્વાગતની તૈયારીઓ; પણ સવાલ એ કે- શું વિકાસ માટે માત્ર VIP મુલાકાત જ જરૂરી?

Vadodara1 hour ago

વડોદરા: રાવપુરાના ભગતસિંહ ચોક પાસે સ્કોર્પિયો અને સ્વિફ્ટ વચ્ચે અકસ્માત; ટ્રાફિકના જંગ વચ્ચે ‘પોલીસ હદ’નો પેચ ફસાયો!

Vadodara2 hours ago

એલ.સી.બી. ઝોન-02નો સપાટો: અકોટાના NDPS કેસમાં ફરાર આરોપી ગોત્રીથી પકડાયો

Vadodara2 hours ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara3 hours ago

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખી આગ: પાદરા પાસે ચાલુ કાર બની ‘અગ્નિ રથ’; ચાલક અંદર જ જીવતો ભૂંજાયો

Vadodara20 hours ago

વડોદરા: ઇલોરાપાર્કની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો; ગોરવા પોલીસે ત્રણ તસ્કરોને ₹1.50 લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા

International21 hours ago

ટ્રમ્પ સરકારના આદેશથી UFO અને એલિયન્સની ગુપ્ત ફાઇલો જાહેર; હવે કોઈ પણ જોઈ શકશે પુરાવા!

Vadodara23 hours ago

વડોદરા: અકોટા ટી-પોસ્ટ પાસે ગાંજો વેચતો બાજવાનો શખ્સ ઝડપાયો; ₹1.99 લાખનો મુદ્દામાલ જપ્ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 hours ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara3 days ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra4 days ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara4 days ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara6 days ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara1 week ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara1 week ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Vadodara1 week ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Trending