Connect with us

Vadodara

વડોદરા: પોતાનું DJ શરૂ કરવા તસ્કર બન્યા બે ભાઈઓ, લાખોની કિંમતના એમ્પલીફાયર સાથે બોડેલીના શખ્સો ઝડપાયા

Published

on

  • ક્રાઈમ બ્રાન્ચનો સપાટો: બ્રેઝા કારમાં ચોરીનો મુદ્દામાલ લઈ જતી વખતે અક્ષય અને દેવાંગ રાઠવા પોલીસની ઝપટે ચઢ્યા.
  • અનોખો હેતુ: મ્યુઝિક સિસ્ટમનો ધંધો શરૂ કરવા માટે ગોડાઉનોના તાળા તોડી એમ્પલીફાયર અને સાઉન્ડ ઉપકરણોની કરી ચોરી.
  • મુદ્દામાલ જપ્ત: 9 એમ્પલીફાયર, સાઉન્ડ લિમિટર અને કાર સહિત કુલ ₹10.11 લાખનો મુદ્દામાલ કબજે.
  • પોલીસની પોલ ખુલી: દોઢ મહિના પહેલા થયેલી ચોરીની ફરિયાદ છેક આરોપી પકડાયા બાદ નોંધાઈ; પોલીસના ‘વહીવટ’ સામે સવાલો.

વડોદરા: વડોદરા ક્રાઈમ બ્રાન્ચે એક એવા ચોર ભાઈઓની ધરપકડ કરી છે જેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે ચોરીના રસ્તે ચઢ્યા હતા. છોટાઉદેપુરના બોડેલીના રહેવાસી અક્ષય અને દેવાંગ ગોપાલભાઈ રાઠવાને પોલીસે કપુરાઈ વિસ્તારમાંથી ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી બે મોટા ઘરફોડ ચોરીના ભેદ ઉકેલ્યા છે.

🧐ચોરી પાછળનું કારણ:

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ બ્રેઝા કારને રોકી તપાસ કરતા તેમાંથી મોટી સંખ્યામાં એમ્પલીફાયર અને અન્ય સાઉન્ડ સિસ્ટમના સાધનો મળી આવ્યા હતા. કડક પૂછપરછમાં બંને યુવકોએ કબૂલાત કરી હતી કે તેઓ પોતે ‘DJ સિસ્ટમ’ નો ધંધો શરૂ કરવા માંગતા હતા. આ વ્યવસાય માટે જરૂરી મોંઘા સાધનો ખરીદવાને બદલે તેમણે ધનીયાવી રોડ પરના ગોડાઉનોના તાળા તોડીને સાધનો એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું.

👮પોલીસની ‘અરજી’ પદ્ધતિ સામે રોષ:

આ કેસમાં પોલીસની કામગીરી પર પણ મોટા સવાલો ઉભા થયા છે. જાણવા મળ્યું છે કે આ સાધનોની પહેલી ચોરી દોઢ મહિના પહેલા થઈ હતી, પરંતુ પોલીસે ત્યારે માત્ર ‘અરજી’ લઈને સંતોષ માન્યો હતો. નિયમ મુજબ ઘરફોડ ચોરી જેવો ગંભીર ગુનો ત્વરિત નોંધવો જોઈએ, પરંતુ વડોદરા પોલીસે છેક આજે જ્યારે આરોપીઓ પકડાઈ ગયા, ત્યારે જ સત્તાવાર ફરિયાદ નોંધી છે. આ ઘટના સાબિત કરે છે કે પોલીસ ચોપડે ક્રાઈમ રેટ નીચો બતાવવા માટે અનેક ગુનાઓ માત્ર કાગળ પર ‘અરજી’ સ્વરૂપે જ દબાઈ રહે છે.

❓શું કબજે કર્યું?

ક્રાઈમ બ્રાન્ચે તસ્કર ભાઈઓ પાસેથી 9 એમ્પલીફાયર, 1 સાઉન્ડ લિમિટર, 8 ખંજરી અને ગુનામાં વપરાયેલી લક્ઝરી કાર મળીને કુલ રૂપિયા 10.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

🫵ચોર તો પકડાયા પણ શું પોલીસ પોતાની ‘પહેલા ડિટેક્શન પછી ફરિયાદ’ વાળી આદત બદલશે?

Continue Reading
Vadodara2 days ago

પોલીસ પર હુમલો કરનાર બુટલેગર પુત્રનો વેપલો ફરી સોળે કળાએ ખીલ્યો, શું આત્મસન્માન કરતા મોટો પૈસો છે?

Vadodara3 days ago

વડોદરા: પાણીગેટ પોલીસે સિકલીગર ગેંગના આરોપીને ઝડપી 5 ઘરફોડ ચોરી ડીટેક્ટ કરી, ₹5.41 લાખનો મુદ્દામાલ કબજે

Vadodara4 days ago

ટ્રોલીબેગ અને કાળી બેગમાં છુપાવીને લવાતો હતો માદક પદાર્થ: બાતમીના આધારે પોલીસે ઘર પાસે વોચ ગોઠવી દબોચી લીધો.

Gujarat4 days ago

બેંગકોક-મુંબઈ-વડોદરા રૂટ પર ડ્રગ્સની હેરાફેરી: વડોદરાના જયંતી પ્રજાપતિને ડિલિવરી આપી પરત ફરતી વખતે તસ્કરો સકંજામાં

Vadodara5 days ago

વડોદરા: ઝેપ્ટો ઓર્ડરનું ₹264 રિફંડ મેળવવા જતાં મહિલાનો મોબાઈલ હેક થયો, ખાતામાંથી ₹55,000 કપાતા વારસિયા પોલીસમાં ફરિયાદ

Vadodara6 days ago

માત્ર અઢી કલાકમાં ₹17 લાખની ચોરી અને 5 સ્થળોએ તસ્કરોનો સપાટો! શહેરમાં તસ્કરોનો આતંક; કારેલીબાગ, ગોત્રી, નિઝામપુરા અને બાપોદ સહિત 5 સ્થળોએ ત્રાટકી

Savli7 days ago

ભરબપોરે પણ પ્રકાશિત સ્ટ્રીટ લાઈટોથી ગ્રામજનોમાં રોષ: એક તરફ ખેડૂતો વીજળી માટે વલખાં મારે છે, બીજી તરફ વીજળીનો વેડફાટ

Madhya Gujarat1 week ago

સત્તાના નશામાં ચૂર નેતાના નબીરાના શરણે થઈ ગઈ ખાખી! FIRમાં ‘ફુલ સ્પીડ’ નો ઉલ્લેખ છતાં DySPને અકસ્માત લાગ્યો ‘ગેરસમજ’, 30 કલાક બાદ બ્લડ ટેસ્ટ કર્યો!

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech1 year ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Vadodara2 days ago

પોલીસ પર હુમલો કરનાર બુટલેગર પુત્રનો વેપલો ફરી સોળે કળાએ ખીલ્યો, શું આત્મસન્માન કરતા મોટો પૈસો છે?

Vadodara3 weeks ago

એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

Gujarat2 months ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat2 months ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara3 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur3 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Trending