Connect with us

Vadodara

વડોદરા: એક તરફ પાણી માટે પોકાર, બીજી તરફ મકરપુરામાં લાખો લિટર પાણીનો વેડફાટ; 23મીએ હજારો ઘરોમાં ‘પાણી કાપ’

Published

on

  • વિરોધાભાસ: મકરપુરા રોડ પર લાઈન લીકેજથી નદી વહી, તો બીજી તરફ 23મીએ હજારો લોકો પાણી વિના તરસ્યા રહેશે.
  • જળબંબાકાર: મકરપુરા હનુમાનજી મંદિર પાસે લાઈન તૂટતા ભર ઉનાળે વરસાદી માહોલ જેવો નજારો.
  • કપુરાઈ ટાંકી: 600 મીમીની લાઈન જોડાણ માટે ૨૩મીએ સાંજનું પાણી બંધ, 50 હજાર લોકોને અસર.
  • ગાયત્રીનગર ટાંકી: ફ્લો મીટર ફિટિંગને કારણે ૨૩મીએ સાંજે ઓછા પ્રેશરથી પાણી મળશે.

​વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં જળ વ્યવસ્થાપનની બેધારી તસ્વીર સામે આવી છે. એક બાજુ વહીવટી તંત્ર મેન્ટેનન્સના નામે શહેરીજનો પર પાણી કાપ ઝીંકી રહ્યું છે, તો બીજી બાજુ તંત્રની બેદરકારીને કારણે મકરપુરા રોડ પર લાખો લિટર શુદ્ધ પાણી રસ્તા પર વહીને ગટરમાં જઈ રહ્યું છે.

🌊મકરપુરામાં જાણે નદી વહી:

વડોદરાના મકરપુરા રોડ પર આવેલા હનુમાનજી મંદિરના માર્ગ પર આજે પાણીની મુખ્ય લાઈનમાં ભયાનક લીકેજ સર્જાયું હતું. જોકે કેટલા ટાઈમ થી પાણી ટપકવા સમસ્યા તો હતી જે આજે ભર ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અહીં રસ્તાઓ પર પાણી ફરી વળતા જાણે ચોમાસું બેઠું હોય તેવો માહોલ સર્જાયો હતો. આખો રોડ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી. સ્થાનિકોમાં રોષ છે કે એક તરફ તંત્ર પાણી બચાવવાની વાતો કરે છે અને બીજી તરફ આટલો મોટો બગાડ નજર સામે થઈ રહ્યો છે.

🚱23 માર્ચે કપુરાઈ અને ગાયત્રીનગરમાં પાણી કાપ:

આ પરિસ્થિતિ વચ્ચે પાલિકાના પાણી પુરવઠા શાખાએ જાહેરાત કરી છે કે 23મી માર્ચે શહેરના છેવાડે આવેલા કપુરાઈ અને ગાયત્રીનગર વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાશે. કપુરાઈ ટાંકી ખાતે 600 મીમીની નવી ડિલેવરી લાઈન સાથે જોડાણની કામગીરી હાથ ધરવામાં આવશે. જેના કારણે સોમવાર, 23મીએ સાંજનું પાણી મળશે નહીં. આ નિર્ણયથી અંદાજે 50 હજાર લોકો પ્રભાવિત થશે.

એ જ રીતે, ગાયત્રીનગર પાણીની ટાંકી ખાતે 450 મીમીની મુખ્ય લાઈનમાં ફ્લો મીટર ફિટિંગ કરવાનું હોવાથી, 23મીની સાંજે તમામ ઝોનમાં પાણી મોડું, ઓછા પ્રેશરથી અને ઓછા સમય માટે આપવામાં આવશે. પાલિકા દ્વારા 24મીએ સવારે પણ પાણી સપ્લાયમાં વિલંબ થવાની શક્યતા દર્શાવી છે.

🙏પાલિકાની અપીલ:

કાર્યપાલક ઇજનેર દ્વારા આ વિસ્તારોના રહીશોને પાણીનો આગોતરો સંગ્રહ કરી લેવા સૂચના અપાઈ છે. જોકે, જનતામાં ચર્ચા છે કે જો મકરપુરા જેવા લાઈન લીકેજ તાત્કાલિક અટકાવવામાં આવે તો કદાચ ઉનાળામાં પાણીની આવી અછત સર્જાય જ નહીં.

🧐હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર મકરપુરાનું લીકેજ ક્યારે બંધ કરે છે અને 23મીની કામગીરી નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય છે

Continue Reading
Vadodara7 hours ago

જીલ્લા ભાજપ સંગઠનની ભેદી ચૂપકીદી વચ્ચે બરોડા ડેરીમાં ભાજપના જ ડિરેક્ટર વિપક્ષની ભૂમિકામાં આવ્યા!

Savli1 day ago

સાવલીના પોઇચા (રા) ખાતે આવેલી એવિડ કંપનીમાં ગંભીર અકસ્માત: ક્રેનમાંથી પ્લાયવુડની પ્લેટ પડતા શ્રમિકનું કરુણ મોત

Vadodara2 days ago

વડોદરામાં રખડતા શ્વાનના ત્રાસ સામે તંત્રની સક્રિયતા: વર્લ્ડ રેબિસ ડે અગાઉ શ્વાનોના રસીકરણની વિશેષ ઝુંબેશ

Vadodara3 days ago

નાગરિકોનો આક્રોશ – “દુનિયાને શિખવાડતા પહેલા પોતે અનુસરો”: વેરો વસૂલતું તંત્ર પોતાની આસપાસ સફાઈ રાખવામાં કેમ નિષ્ફળ?

Vadodara4 days ago

વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર રહસ્યમય મો*ત: સોમાતળાવ વિસ્તારમાંથી ઉત્તરપ્રદેશના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃ*તદેહ મળ્યો

Vadodara4 days ago

વડોદરાના નિઝામપુરામાં વાંદરાઓનો આતંક યથાવત: રામનગર સોસાયટીમાં વૃદ્ધ મહિલાને બચકું ભરતા ફેલાઈ ચિંતા

Vadodara4 days ago

વડોદરાના વાડી વિસ્તારમાં તસ્કરોનો આતંક: બંધ મકાનને નિશાન બનાવી રૂ. 1.05 લાખની મતાની ચોરી

Vadodara5 days ago

વડોદરાના વડલા ગામ નજીક કન્સ્ટ્રક્શન સાઇટ પર અરેરાટી: યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃ*તદેહ મળી આવ્યો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Vadodara2 weeks ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur1 month ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 month ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 months ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Trending