Connect with us

Editor's Exclusive

સહકારી રાજકારણમાં કિન્નાખોરીની પરાકાષ્ઠા!, ઉપરા છાપરી બન્યા ચાર કિસ્સા

Published

on

  • સત્તાનો કેવી રીતે ઉપયોગ કરીને સામે વાળા ઉમેદવારને પરાસ્ત કરી શકાય તેના કાવાદાવા જાણવા જેવા!
  • સરકારના નિર્યણ સામે ભાજપના નેતાઓ અવાજ કેમ નથી ઉઠાવી શકતા તેના જીવતા પુરાવાઓ અહી જોવા મળશે.
  • આટલા હાસ્યાસ્પદ કાવાદાવો તો ક્યારેય સામાન્ય ચુંટણીમાં નહિ જોયા હોય!

(મૌલિક પટેલ-એડિટર)સહકારી ક્ષેત્રની ચુંટણીમાં ક્યારેય જોવા ન મળી હોય તેવી કિન્નાખોરી આ વસ્ખતે બરોડા ડેરીની ચુંટણીમાં જોવા મળી છે. આ કિન્નાખોરી ખેલદીલીથી ચુંટણી લડવાના તમામ નિયમોને નેવે મુકીને ઉમેદવારને વ્યક્તિગત નુકશાન પહોચાડવા સુધી પહોચી ગઈ છે. અપ્રમાણસર સત્તાનો કઈ રીતે દુરુપયોગ થઇ શકે તેના અનેક પ્રમાણ સામે આવ્યા છે. અને આ અપ્રમાણસર સત્તાનો દુરઉપયોગ કરીને સરકારી મશીનરીને એક ઉમેદવારની પાછળ હાથ ધોઈને લગાડી દેવામાં આવી હોવાની પણ ચાડી ખાય છે. જીલ્લાની સહકારી ચુંટણીમાં એવા ચાર કિન્નાખોરીના  કિસ્સાઓ સામે આવ્યા છે. જે સૌ કોઈ રાજકીય રૂચી રાખતા નાગરીકો અને વાંચકોએ જાણવાની જરૂર છે. અને ત્યાર બાદ વાંચક જાતે જ નક્કી કરે કે તમે જેને “સક્ષમ-લોકપ્રિય” સમજો છો તે નેતાઓ એક ઉમેદવારને હરાવવા માટે કઈ હદ સુધી જઈ શકે છે!

  1. ડેસર ઝોનની એક સાથે 26 જેટલી દૂધ મંડળીઓ પર ઓડીટ
    છેલ્લા પાંચ વર્ષથી બરોડા ડેરીના સત્તાધીશો પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે, તેઓ કિન્નાખોરી રાખીને અનેક દૂધ મંડળીઓ બંધ કરાવી ચુક્યા છે. બરોડા ડેરીની દૂધ મંડળીઓની સંખ્યામાં પણ સતત ઘટાડો થયો છે તે વાત આ આક્ષેપને સાચો પણ ઠેરવે છે. જોકે હવે આ ચુંટણીમાં નિયમો અને નીતિમત્તાની વાતો કરતા નેતાઓ આવા જ હથકંડાઓ અપનાવી રહ્યા છે. ફક્ત ડેસર ઝોનની 26 જેટલી દૂધ મંડળીઓ પર એક સાથે ઓડીટ શરુ કરાયું છે. જાણવા મળતી માહિતી પ્રમાણે અ મંડળીઓમાં સન 2024 -25 અને તે પહેલાના વર્ષના ઓડીટ સંપન્ન કરાયા નથી. પાછલા વર્ષના ઓડીટ બાકી હોવા છતાંય ચાલુ વર્ષના ઓડીટ ચુંટણી જાહેર થયા બાદ અચાનક કરવામાં આવી રહ્યા છે. જીલ્લાની અનેક દૂધ મંડળીઓમાં જુના વર્ષોના ઓડીટ થયા નથી. તેમ છતાંય સહકારી રજીસ્ટ્રાર કચેરીને ડેસરની આ 26 મંડળીઓ પર આપતકાલીન સ્થિતિમાં ઓડીટ કરવાની ફરજ કેમ પડી? શું કોઈના દબાણથી કોઈ ખાસ ઉમેદવારને નુકશાન પહોચાડવા અને મતદારોમાં ભયનો માહોલ ઉભો કરવા આ ઓડીટનું ગતકડું ઉભું કરવામાં આવ્યું છે? શું આ દૂધ મંડળીઓ પર કિન્નાખોરીનો એક નમુનો છે? આવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
  2. ઉમેદવારની હિલચાલ પર ડ્રોન સર્વેલન્સ
    આદર્શ આચારસહિતાના અમલની જવાબદારી જેતે ચુંટણીમાં ચુંટણી અધિકારીની હોય છે. ઉમેદવારો મતદારોને કોઈ પ્રલોભન તો નથી આપતાને તે નજર રાખવા સરકારી વિભાગ છે. છતાંય ડેસરના ઉમેદવાર કુલદીપસિંહ રાઉલજીના પેટ્રોલપંપ, ફાર્મહાઉસ અને ખેતર પર કોણ મળવા આવી રહ્યું છે. અને કોણ તેમની સાથે છે તેની તપાસ રાખવા ડ્રોનની મદદ લેવામાં આવી હોવાના સમાચારો આજે વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયા છે. આ ડ્રોન ઉડાવનાર યુવકને સ્થાનિકોએ પકડી પાડ્યો હતો. બે દિવસ પૂર્વે બનેલી આ ઘટનામાં ઉમેદવારની અંગત હિલચાલની જાણકારી રાખવા તમામ હદ વટાવી લેવામાં આવી છે. આમ તો ડ્રોનનો ઉપયોગ કરતા પહેલા પોલીસ પરમીશનની જરૂર પડે છે. અને જો તેમ ન કર્યું હોય તો જાહેરનામાં ભંગ હેઠળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે છે અને ડ્રોન જપ્ત પણ થાય છે. જોકે અહિયાં પોલીસે જાતે જ સંજ્ઞાન લઈને ઉમેદવારની જાસુસી કરનાર યુવક સામે કાર્યવાહી કરવી જોઈતી હતી. પણ અહિયાં પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી થઇ નથી.
  3. ઉમેદવાર સાથે ઢાલની જેમ ઉભા રહેતા ભાઈની તાત્કાલિક બદલી
    જયારે કોઈ ઉમેદવાર ચુંટણી લડતો હોય ત્યારે તેનો સૌથી વિશ્વાસુ સાથી તેના ઘરનો અંગત સભ્ય જ હોય છે. અહી બરોડા ડેરીની ચુંટણીમાં એક ઉમેદવારના મોટાભાઈ હંમેશા નાનાભાઈની ચુંટણીમાં તેઓની સાથે મદદમાં ઉભા હોય છે. મોટાભાઈ જીલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં નોકરી પણ કરે છે. અને એ પણ એજ તાલુકામાં જ્યાં તેઓનો ભાઈ બરોડા ડેરીના ડીરેક્ટરની ચુંટણી પણ લડે છે. ભાઈ સતત મદદમાં રહેતો હોય એટલે સામે વાળા રાજકીય આગેવાનને આંખમાં કણાની જેમ ખટકટો હતો. જેથી જીલ્લા પંચાયતના અધિકારીને સુચના અપાવીને તેની બદલી કરાવી દેવાનો તખ્તો ગોઠવાયો, અને જે અધિકારીઓ સાથે કામ કરાવવા માટે “યુદ્ધ લડવા જેવી સ્થિતિ” ઉભી થતી હતી. તે અધિકારીઓએ ગણતરીના કલાકોમાં ઉમેદવારના મોટા ભાઈને અન્ય તાલુકામાં બદલી કરી નાખી!
  4. ભાઈ બાદ ભત્રીજો પણ ટાર્ગેટ બન્યો,100 કિમી દુર બદલી!
    પ્રજા અને જનપ્રતિનિધિથી પણ ઉપર પોતાને જ સરકાર સમજીને અંધાધૂન વહીવટ ચલાવતા અધિકારીઓ કોના હુકમથી કામ કરે છે તેનું ઉદાહરણ ઉપરના કિસ્સામાં આપણે જોયું. હવે સહકારી સંસ્થાઓમાં જ્યાં પહેલાથી આવા જનપ્રતિનિધિઓનું પ્રભુત્વ છે, ત્યાં કેવી રીતે કામ ચાલે છે તે પણ સમજવાની જરૂર છે. બરોડા ડેરીના એક ઉમેદવારનો ભત્રીજો જીલ્લાની એક સહકારી બેંકમાં નોકરી કરે છે. આ નોકરી જે સ્થળે ચાલુ હતી તે સ્થળેથી સહકારી બેન્કે તાત્કાલિક તેની બદલી 100 કિમી દૂરની બ્રાન્ચમાં કરી દીધી. અંગે તપાસ કરતા સહકારી બેન્કના ચેરમેન અને મેનેજરને પૂછતા આ બદલી રૂટીન પ્રક્રિયા પ્રમાણે કરવામાં આવી હોવાનું જણાવ્યું.

Continue Reading
Vadodara18 hours ago

તંત્ર સફાળું જાગ્યું: DEO કચેરી દ્વારા તમામ શાળાઓને ફરજિયાત ઈલેક્ટ્રિકલ સેફટી ઓડિટ કરાવી સર્ટિફિકેટ રજૂ કરવા કડક આદેશ

Vadodara3 days ago

વડોદરાના ગોરવા વિસ્તારમાં ચકચાર: મધુનગર બ્રિજ નીચે રેલવે ફાટક પાસેથી યુવકનો બે ટુકડા થયેલો શંકાસ્પદ શવ મળ્યો

Chhotaudaipur4 days ago

છોટા ઉદેપુર જિલ્લા કક્ષાની 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: સંખેડા ખાતે મંત્રી મનીષાબેન વકીલના હસ્તે શાનદાર ધ્વજવંદન

Vadodara5 days ago

વડોદરામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારકનું કામ આખરી તબક્કામાં: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી સ્થળ સમીક્ષા

Vadodara5 days ago

વડોદરામાં વિઝા કૌભાંડનો પર્દાફાશ: કેનેડામાં રેસ્ટોરન્ટમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવક સાથે રૂ. 1.10 લાખની ઠગાઈ

Vadodara5 days ago

“પચાસ લાખ આપશો તો પણ જીવતા … છોડીએ…”: માંજલપુરમાં પરિવારને ઘરમાં ઘુસીને મારી નાખવાની ધમકી આપતા ચકચાર

Madhya Gujarat5 days ago

એક જ પરિવારના ચાર સભ્યો ફૂડ પોઈઝનિંગનો શિકાર: ઝાડા-ઉલટી થતા હોસ્પિટલ ખસેડાયા, વડોદરા SSG માં સારવાર દરમિયાન દમ તોડ્યો

Vadodara5 days ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara5 days ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara3 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara4 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi4 weeks ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara1 month ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara1 month ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Trending