Connect with us

Vadodara

VMC નું ₹7,609 કરોડનું બજેટ: ટેક્સમાં કોઈ વધારો નહીં, પણ વહીવટી ચાર્જ અને ફીમાં ઝીંકાયો ધરખમ વધારો

Published

on

વડોદરા: મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ 2026-27નું ₹7,609.63 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. આ વર્ષે ચૂંટણી હોવાથી લોકો પર સીધો વેરો લાદવાનું ટાળવામાં આવ્યું છે, પરંતુ આડકતરી રીતે ‘યુઝર ચાર્જ’ અને ‘વહીવટી લાગતો’ વધારીને મનપાએ પોતાની તિજોરી ભરવાની તૈયારી કરી લીધી છે.

1. બાંધકામ અને મિલકત સંબંધિત નવા દરો

નવા બજેટમાં બાંધકામ ક્ષેત્રે ‘ગવર્મેન્ટ સેસ’ અને વહીવટી ચાર્જમાં મોટા ફેરફાર કરાયા છે:

  • ગવર્મેન્ટ સેસ: ₹10 લાખથી વધુના બાંધકામ ખર્ચ પર વિકાસ પરવાનગી સમયે ₹100 પ્રતિ ચો.મી. અને કુલ ખર્ચના 1% લેખે સેસ વસૂલાશે.
  • મટીરીયલ ચાર્જ: દરેક માળ દીઠ ₹1,500 વસૂલવામાં આવશે.
  • હપ્તા પદ્ધતિ: વિકાસ પરવાનગીની રકમ ₹50 લાખથી 2 કરોડ સુધી હોય તો 4 હપ્તા અને 2 કરોડથી વધુ હોય તો 6 હપ્તાની સુવિધા મળશે, પરંતુ તેના પર 10% વ્યાજ અને 2% વહીવટી ચાર્જ લાગશે.

2. વોટર અને ડ્રેનેજ કનેક્શન: સીધો 50% થી 100% વધારો

વોર્ડ કક્ષાની સેવાઓમાં નોંધપાત્ર વધારો ઝીંકાયો:

  • હોટલ કનેક્શન: થ્રી-સ્ટાર હોટલ માટે ચેમ્બર જોડાણ ફી ₹25,000 થી વધારી ₹30,000 અને હાઈ-એન્ડ હોટલો માટે ₹85,000 સુધી કરાઈ છે.

3. નગરગૃહ અને કોમ્યુનિટી હોલના ભાડામાં ઉછાળો

શહેરના જાણીતા હોલ અને અતિથિગૃહો હવે મોંઘા બનશે:

  • સર સયાજીરાવ નગરગૃહ: પ્રથમ શિફ્ટનું ભાડું ₹4,000 થી વધીને ₹4,500 થયું. રજાના દિવસે આ દર ₹5,000 રહેશે. રિહર્સલ ચાર્જ પણ ₹3,500 થી વધારી ₹4,000 કરાયો છે.
  • અતિથિગૃહ: સયાજીબાગ અતિથિગૃહનું ભાડું ₹5,000 થી વધીને ₹6,000, જ્યારે અકોટા અતિથિગૃહનું ભાડું ₹12,000 થી વધીને ₹14,000 કરવામાં આવ્યું છે.
  • અકોટા સ્ટેડિયમ: ભાડું ₹2,000 થી સીધું બમણું કરી ₹4,000 કરાયું છે. કોમર્શિયલ ઉપયોગ માટે હવે ₹70,000 ચૂકવવા પડશે.

4. અન્ય મહત્વના વધારા

  • ફાયર ટેન્કર: પંપ વગરની ટેન્કર માટે રહેણાંકમાં દર ₹300 થી વધારી ₹600 (બમણો) કરાયો છે.
  • રસ્તા તોડવાની પરવાનગી: ડામરના રસ્તા માટે રહેણાંક વિસ્તારમાં ₹5,000 ની જગ્યાએ ₹10,000 અને કોમર્શિયલમાં ₹15,000 વસૂલાશે.
  • સફાઈ વહીવટી ચાર્જ: શાળાઓ માટે ₹1,500 ના બદલે ₹2,000 અને કોમર્શિયલ એકમો માટે ₹6,000 ના બદલે ₹10,000 કરાયા છે.
  • વેન્ડર રજીસ્ટ્રેશન: ગુજરાત બહારની કંપનીઓ માટે ફી ₹62,500 થી વધારી ₹80,000 કરવામાં આવી છે.

🫵સ્વિમિંગ પુલના માસિક ચાર્જમાં પણ ₹50નો વધારો કરી તેને ₹300 કરવામાં આવ્યો છે. જોકે, એમ્ફી થિયેટરમાં કેમેરા અને વિડિયો શૂટિંગની ફી રદ કરીને નાગરિકોને થોડી રાહત અપાઈ છે.

Continue Reading
Vadodara10 hours ago

વડોદરામાં કરોડો રૂપિયાના પાણી: ડભોઈ રોડના મહાનગર નાળા પાછળ રૂ. 5 કરોડ ખર્ચ્યા બાદ અધિકારીઓએ જ ફેરવ્યું પાણી!

Vadodara1 day ago

વેરાના વળતરમાં VMCએ એવી વ્યવસ્થા કરી છે કે વોકિંગ કરતા પણ ગમે ત્યારે પાતાળમાં પહોંચી જવાય!

Savli1 day ago

સાવલીમાં હિટ એન્ડ રનનો ગંભીર બનાવ: હાલોલથી પરત ફરતા મુવાલ ગામના યુવકને અજાણ્યા વાહને ટક્કર મારી દીધી

Vadodara1 day ago

નિવૃત્ત અધિકારી પાસેથી રૂ. 1.47 કરોડ પડાવનાર દીપેશ ઉર્ફે મોન્ટુ રાજપુરોહિતના જામીન કોર્ટે ફગાવ્યા

Savli1 day ago

બદનામ કરવાની ધમકી આપીને નરાધમે આચર્યું કૃત્ય: ભોગ બનનાર સગીરા ગર્ભવતી બનતા મંજુસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

Vadodara1 day ago

વડોદરામાં કોરોના અને સ્વાઈન ફ્લૂની રી-એન્ટ્રીની ચર્ચા: ફતેગંજ, છાણી અને વારસિયામાં સંક્રમણ ફેલાયાની આશંકા

Gujarat2 days ago

હવામાન વિભાગની આગાહી: આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી

Vadodara2 days ago

વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગાંજાના 1.715 કિલોગ્રામ જથ્થા સાથે એક કુખ્યાત શખ્સની ધરપકડ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara7 days ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 week ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara2 weeks ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara2 weeks ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor2 weeks ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara2 weeks ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara2 weeks ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra3 weeks ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Trending