Connect with us

Vadodara

વડોદરામાં VGA ની દાદાગીરી: ગેસ લાઇન નાખીને રસ્તા-ઓટલા ખોદેલા મૂકી એજન્સી છૂ થઈ; પ્રજા 3 મહિનાથી પરેશાન

Published

on

  • વિકાસ કે વિનાશ? રાજમહેલ રોડ પર દયાળભાવના ખાંચામાં નવો નકોર રસ્તો તોડી તોતિંગ ખાડા ખોદી દેવાયા.
  • ૩ મહિનાથી હાલાકી: ગેસ પાઇપલાઇન નંખાઈ ગઈ પણ ખાડા પૂરવા વાળું કોઈ નથી; પોળના રહીશો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર.
  • ઘરોના ઓટલા પણ તોડ્યા: માત્ર માર્ગ જ નહીં, લોકોના ઘરના દરવાજા સુધી ખોદકામ કરીને તંત્ર ઊંઘી ગયું.
  • અકસ્માતનો ભય: રોજ કોઈ ને કોઈ નાગરિક ખાડામાં ખાબકીને થઈ રહ્યો છે ઇજાગ્રસ્ત; સ્માર્ટ સિટીના નામે લાલિયાવાડી.

વડોદરા: સ્માર્ટ સિટી વડોદરામાં રસ્તા ખોદવાની મોસમ બારેમાસ ચાલતી હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા કોર્પોરેશન (VMC) ના વિસ્તારોમાં કોઇપણ એજન્સી આવે અને રસ્તા ખોદીને જનતાને રામભરોસે મૂકીને જતી રહે તે હવે સામાન્ય બની ગયું છે. વડોદરાના રાજમહેલ રોડ પર આવેલા દયાળભાવના ખાંચામાં VGA (Vadodara Gas) દ્વારા નવી ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી હવે સ્થાનિક નાગરિકો માટે મોટી આફત અને મુસીબતનું કારણ બની ગઈ છે.

🧐પહેલા પેવર બ્લોક તોડ્યા, પછી ખાડા કરી એજન્સી ગાયબ:

મળતી માહિતી મુજબ, દયાળભાવના ખાંચા વિસ્તારમાં પાલિકા દ્વારા થોડા સમય પહેલા જ કરોડોના ખર્ચે નવા પેવર બ્લોક ફિટ કરીને સુંદર રસ્તો બનાવવામાં આવ્યો હતો. પરંતુ VGA એ નવી લાઈન નાખવાના નામે આ તમામ નવા પેવર બ્લોક ઉખાડી ફેંક્યા અને ઠેર-ઠેર તોતિંગ ખાડા ખોદી નાખ્યા. આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા ત્રણ મહિનાથી આ કામગીરી અત્યંત કાચબા ગતિએ ચાલી રહી છે. હવે નવી પાઇપલાઇનો પથરાઈ ગઈ હોવા છતાં, રસ્તાને સરખો કરવા કે ખાડા પૂરવા માટે એજન્સીનો કોઈ માણસ ડોકાતો નથી.

🗣️લોકોના ઘરોના ઓટલા પણ તોડી નાખ્યા:

એજન્સીની નફ્ફટાઈ અને બેદરકારીની હદ તો જુઓ, તેમણે માત્ર જાહેર રસ્તા જ નહીં પણ લોકોના ઘરોના ઓટલા અને પ્રવેશદ્વાર સુધી ખોદકામ કરી નાખ્યું છે. જેના કારણે વૃદ્ધો અને બાળકોને ઘરમાંથી બહાર નીકળવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. આ અધૂરી કામગીરીના કારણે અહીં રોજ કોઈ ને કોઈ નાગરિક કે વાહનચાલક અકસ્માતનો ભોગ બની રહ્યો છે અને ઇજાગ્રસ્ત થઈ રહ્યો છે.

[તંત્ર સામે જનતાના તીખા સવાલો]

વારંવારની રજૂઆતો છતાં તંત્ર કેમ મૌન છે? જનતા પૂછી રહી છે કે:

૧. કોઈપણ એજન્સીને રસ્તા ખોદવાની મંજૂરી આપ્યા બાદ કામ પૂરું થતાં જ રસ્તો રીપેર કરવાની જવાબદારી કોની?

૨. જો આ ખાડાઓના કારણે કોઈ મોટી જાનહાનિ થશે, તો તેની જવાબદારી વડોદરા ગેસ કંપની લેશે કે પાલિકાનું તંત્ર?

૩. પ્રજાના ટેક્સના પૈસાથી બનેલા પેવર બ્લોક તોડીને બગાડ કરનારા કોન્ટ્રાક્ટર સામે દંડ કેમ નથી વસૂલાતો?

🫵એક તરફ ચોમાસું માથે છે અને જો આ ખાડાઓ સમયસર પૂરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ આખી પોળ પાણીથી ભરાઈ જશે અને સ્થિતિ વધુ ગંભીર બનશે. વડોદરા ગેસ ઓથોરિટી અને પાલિકાના અધિકારીઓ આ કુંભકર્ણની નિદ્રામાંથી ક્યારે જાગશે તે જોવાનું રહ્યું.

Continue Reading
Vadodara12 hours ago

તંત્ર સફાળું જાગ્યું: DEO કચેરી દ્વારા તમામ શાળાઓને ફરજિયાત ઈલેક્ટ્રિકલ સેફટી ઓડિટ કરાવી સર્ટિફિકેટ રજૂ કરવા કડક આદેશ

Vadodara3 days ago

વડોદરાના ગોરવા વિસ્તારમાં ચકચાર: મધુનગર બ્રિજ નીચે રેલવે ફાટક પાસેથી યુવકનો બે ટુકડા થયેલો શંકાસ્પદ શવ મળ્યો

Chhotaudaipur4 days ago

છોટા ઉદેપુર જિલ્લા કક્ષાની 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: સંખેડા ખાતે મંત્રી મનીષાબેન વકીલના હસ્તે શાનદાર ધ્વજવંદન

Vadodara4 days ago

વડોદરામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારકનું કામ આખરી તબક્કામાં: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી સ્થળ સમીક્ષા

Vadodara4 days ago

વડોદરામાં વિઝા કૌભાંડનો પર્દાફાશ: કેનેડામાં રેસ્ટોરન્ટમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવક સાથે રૂ. 1.10 લાખની ઠગાઈ

Vadodara4 days ago

“પચાસ લાખ આપશો તો પણ જીવતા … છોડીએ…”: માંજલપુરમાં પરિવારને ઘરમાં ઘુસીને મારી નાખવાની ધમકી આપતા ચકચાર

Madhya Gujarat5 days ago

એક જ પરિવારના ચાર સભ્યો ફૂડ પોઈઝનિંગનો શિકાર: ઝાડા-ઉલટી થતા હોસ્પિટલ ખસેડાયા, વડોદરા SSG માં સારવાર દરમિયાન દમ તોડ્યો

Vadodara5 days ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara5 days ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara3 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara4 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi4 weeks ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara1 month ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara1 month ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Trending