Connect with us

Vadodara

વડોદરા: સયાજીગંજ પોલીસે રિક્ષાચાલક સાથે ઠગાઈ કરી રોકડની ચોરી કરનાર રીઢા તસ્કરને ઝડપી પાડ્યો

Published

on

  • શાતિર ઠગાઈનો પર્દાફાશ: ફોન પર રિક્ષાચાલકને વાતોમાં ભોળવી રિક્ષાની ડિક્કીમાંથી ₹12,000ની ચોરી કરનાર આરોપી પકડાયો.
  • સીસીટીવી અને બાતમીની મદદ: સયાજીગંજ પોલીસે એમ.એસ. કોલેજ નજીકથી જીતુ ઉર્ફે હરીશ ઓડને રિક્ષા સાથે દબોચ્યો.
  • મુદ્દામાલ રિકવર: પોલીસ દ્વારા આરોપી પાસેથી ચોરીની રોકડ રકમ અને ફરિયાદીનું આધાર કાર્ડ કબજે કરવામાં આવ્યું.

વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનની ટીમે એક અનોખી રીતે રિક્ષાચાલકને નિશાન બનાવી ચોરી કરનાર આરોપીને ઝડપી પાડી, વણઉકેલાયેલ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપી જીતુ ઓડને મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

📌ઘટનાની વિગત:

ગત તા. 11/05/202 રોજ ફરિયાદી પોતાની રિક્ષામાં બેકરીનો સામાન ભરી નીકળ્યા હતા. તે દરમિયાન સવારે 09:20 વાગ્યે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને ફરિયાદીને કામ હોવાનું જણાવી નરહરિ સર્કલ બોલાવ્યો હતો. ફરિયાદી ત્યાં પહોંચતા જ તેણે પોતાનું કમરપર્સ રિક્ષાની ડિક્કીમાં મૂકી લોક કર્યું હતું.

આરોપીએ શાતિર ચાલ રમી ફરિયાદીને ફોન પર વારંવાર લોકેશન બદલાવી ફુવારા સર્કલ તરફ બોલાવ્યો હતો. જ્યારે ફરિયાદી ફુવારા સર્કલ ગયા, ત્યારે આરોપીએ તકનો લાભ લઈ રિક્ષાની ડિક્કીમાંથી પર્સની ચોરી કરી લીધી હતી. બાદમાં આરોપીએ ફોન કરી “કામ પતી ગયું છે, તમે પાછા જાઓ” તેમ કહી ફરિયાદીને રવાના કરી દીધા હતા. ફરિયાદીએ રિક્ષા પર આવી તપાસ કરતા ડિક્કીમાંથી રોકડ ભરેલું પર્સ ગાયબ જણાતા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

👮પોલીસની કાર્યવાહી:

પોલીસ કમિશનર નરસિંહા કોમારની સૂચના હેઠળ પોલીસની વિવિધ ટીમો સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સ દ્વારા તપાસમાં હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈને બાતમી મળી હતી કે ચોરીમાં સંડોવાયેલ આરોપી જીતુ પોતાની રિક્ષા (GJ 06 AY 1187) સાથે એમ.એસ. કોલેજ એક્સપરીમેન્ટ સ્કૂલ પાસે ઉભો છે. પોલીસે સ્થળ પર પહોંચી આરોપીની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી.

🚨ઝડપાયેલ આરોપી અને મુદ્દામાલ:

  • આરોપીનું નામ: જીતુભાઈ ઉર્ફે હરીશ ચાંદુભાઈ ઓડ (ઉ.વ. 40, રહે. વારસીયા, વડોદરા).
  • કબ્જે કરેલ મુદ્દામાલ: રોકડા ₹12,000 અને ફરિયાદીનું [Aadhaar Redacted].

સયાજીગંજ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading
Vadodara18 hours ago

ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!

Savli3 days ago

વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ

Dabhoi3 days ago

“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા

Vadodara4 days ago

જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા

Vadodara4 days ago

વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર

Vadodara4 days ago

શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી

Vadodara4 days ago

વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ: ભાજપ નેતાના પુત્ર અને તેની ટોળકીએ દુકાન અપાવવાના નામે આચરી રૂ. 9.05 લાખની ઠગાઈ

Vadodara4 days ago

વડોદરા પાલિકામાં 5 વર્ષ જૂના પ્રોજેક્ટ્સ પર ફેરવાશે કલમ! બજેટમાંથી બિનજરૂરી ખર્ચ ઘટાડવા તંત્ર સક્રિય

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech1 year ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara4 days ago

એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

Gujarat1 month ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat1 month ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara2 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur3 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Trending