Connect with us

Vadodara

વડોદરા :વાઘોડિયા રોડ વિસ્તારમાં કેરમ રમવાની સામાન્ય વાતમાં લોહીની નદીઓ વહી!

Published

on

વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં કેરમ રમવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે હિંસક અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે. શૈલેષ નગર પાસે થયેલી આ મારામારીમાં પથ્થરમારો અને ચપ્પુના ઘા ઝીંકાયા છે, જેમાં બંને પક્ષે લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા છે. કપુરાઈ પોલીસે આ મામલે સામસામી ફરિયાદ નોંધી કુલ 5 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

સંસ્કારી નગરી વડોદરામાં રમત-રમતમાં લોહી ઉકળી ઉઠ્યું હોય તેવી ઘટના વાઘોડિયા રોડના ઉકાજીના વાડીયા વિસ્તારમાં બની છે. કુરિયર બોય તરીકે કામ કરતા કરણ કહાર નામના યુવકે રસ્તા પર કેરમ રમી રહેલા શખ્સો પાસે રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, ત્યાં હાજર લોકોએ તેને રમવાની ના પાડી દેતા મામલો બિચક્યો હતો.

📌ઘટનાનો ઘટનાક્રમ:

  • પ્રથમ પક્ષનો આક્ષેપ: કરણ કહારના જણાવ્યા મુજબ, ગુરુપ્રસાદ નામના શખ્સે તેને ગાળો આપી હતી. જ્યારે કરણે વિરોધ કર્યો ત્યારે ગુરુપ્રસાદ, તેના ભાઈઓ સંતોષ અને હરીશ તેમજ પૂજા નામના સભ્યોએ કરણ પર હુમલો કર્યો હતો. પથ્થરમારો અને ગડદાપાટુના મારને કારણે કરણને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
  • બીજા પક્ષનો આક્ષેપ: સામા પક્ષે હરીશ કહારે આક્ષેપ કર્યો છે કે કરણ કહાર પોતાનું મોપેડ લઈને ધસી આવ્યો હતો અને ચપ્પુ બતાવી મહોલ્લાના લોકોને ધમકાવી રહ્યો હતો. હરીશે તેને ઘરે જવા કહેતા, ઉશ્કેરાયેલા કરણે હરીશના ખભા પર ચપ્પુનો ઘા ઝીંકી દીધો હતો. હરીશને સારવાર માટે જમનાબાઈ હોસ્પિટલ ખસેડાયો છે.

🚨 પોલીસ કાર્યવાહી:

કપુરાઈ પોલીસે બંને પક્ષોની રજૂઆત સાંભળીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે નીચે મુજબના પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો છે:

  • કરણ કનૈયાલાલ કહાર
  • સંતોષ કહાર
  • ગુરુપ્રસાદ કહાર
  • હરીશ કહાર
  • પૂજાબેન કહાર

હાલમાં પોલીસે મારામારી અને ધાક-ધમકી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નજીવી બાબતે થયેલી આ હિંસાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.

    Continue Reading
    Vadodara23 hours ago

    હચમચાવી દેનારા દ્રશ્યો કેમેરામાં કેદ! ત્રીજા માળે રમી રહેલા બાળકને બચાવવાના પ્રયાસમાં મહિલા બાલ્કનીમાંથી નીચે પટકાઈ

    Vadodara1 day ago

    ઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ

    Vadodara6 days ago

    ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!

    Savli1 week ago

    વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ

    Dabhoi1 week ago

    “સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા

    Vadodara1 week ago

    જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા

    Vadodara1 week ago

    વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર

    Vadodara1 week ago

    શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી

    Vadodara2 years ago

    સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

    Vadodara2 years ago

    મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

    International2 years ago

    California Legislature Celebrates BAPS’ Golden Year in America

    Tech1 year ago

    ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

    Vadodara2 years ago

    માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

    City3 years ago

    ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

    Tech1 year ago

    AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

    Tech Fact1 year ago

    હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

    Vadodara1 week ago

    એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

    Gujarat1 month ago

    અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

    Gujarat2 months ago

    આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

    Vadodara2 months ago

    રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

    Chhotaudaipur3 months ago

    TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

    Vadodara3 months ago

    હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

    Vadodara3 months ago

    વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

    Vadodara3 months ago

    મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

    Trending