Connect with us

Vadodara

વડોદરા: કપુરાઈ પોલીસની સતર્કતા; એસ.ટી. બસમાં દારૂની હેરાફેરી કરતા 3 શખ્સો ઝડપાયા

Published

on

  • કપુરાઈ ચોકડી પાસેથી એસ.ટી. બસમાં દારૂનો જથ્થો લઈને ઉતરેલા 3 આરોપીઓ પોલીસના સકંજામાં.
  • મધ્યપ્રદેશથી દારૂ ભરેલા થેલા સાથે મુસાફરી કરતા ઈસમોને પોલીસે બાતમીના આધારે દબોચ્યા.
  • 270 નંગ દારૂની બોટલ અને બિયરના ટીન સાથે કુલ ₹44,259 નો મુદ્દામાલ જપ્ત.

વડોદરા શહેરમાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ કમિશનર નરસિંહા કોમારની સૂચના હેઠળ કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમ સતત સક્રિય છે. આ દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એસ.ટી. બસમાં મુસાફરી કરી દારૂની હેરાફેરી કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

📌ઘટનાની વિગત:

કપુરાઈ પોલીસના પો.સ.ઈ. આર.એન. વાંસલા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે, છોટાઉદેપુર-પાલનપુર એસ.ટી. બસમાંથી કપુરાઈ ચોકડી પાસે ત્રણ શખ્સો થેલામાં વિદેશી દારૂનો જથ્થો લઈને ઉતર્યા છે. પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી બસમાંથી ઉતરેલા શંકાસ્પદ શખ્સોને કોર્ડન કરી તપાસ કરતા તેમની પાસેથી મોટા થેલા મળી આવ્યા હતા.

🧐આરોપીઓની ધરપકડ:

પોલીસે થેલા તપાસતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલા આરોપીઓ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની હોવાનું જાણવા મળ્યું છે:

1. થાવરીબેન નારાયણભાઈ તોમર (ઉ.વ. 25)

2. મલપુર નારાયણભાઈ તોમર (ઉ.વ. 20)

3. અર્કેશ મંગલાભાઈ ટોકરીયા (ઉ.વ. 23)

🚨કબજે કરેલ મુદ્દામાલ:

પોલીસે આરોપીઓ પાસેથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ 270 નંગ મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેની અંદાજિત કિંમત ₹44,259 આંકવામાં આવી છે.

👮પોલીસ કાર્યવાહી:

આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશથી ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો અને કોને આપવાનો હતો, તે દિશામાં કપુરાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્રણેય આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Continue Reading
Vadodara7 hours ago

ઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ

Vadodara5 days ago

ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!

Savli7 days ago

વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ

Dabhoi1 week ago

“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા

Vadodara1 week ago

જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા

Vadodara1 week ago

વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર

Vadodara1 week ago

શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી

Vadodara1 week ago

વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ: ભાજપ નેતાના પુત્ર અને તેની ટોળકીએ દુકાન અપાવવાના નામે આચરી રૂ. 9.05 લાખની ઠગાઈ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech1 year ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Vadodara1 week ago

એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

Gujarat1 month ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat1 month ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara2 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur3 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Trending