Connect with us

Vadodara

વડોદરા: GST એડિશનલ કમિશનરના ઘરમાં ડ્રાઈવરે જ ધાપ મારી! ડુપ્લિકેટ ચાવીથી 5.40 લાખના દાગીના ચોર્યા

Published

on

  • વિશ્વાસઘાત: સાહેબ ઉત્તરપ્રદેશ ગયા અને ડ્રાઈવરે પાછળથી ઘર સાફ કરી નાખ્યું.
  • CCTVમાં ભાંડો ફૂટ્યો: ડ્રાઈવર અને તેનો સાગરીત ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલી તિજોરી ફંફોસતા કેદ.
  • લક્ષ્મીપુરા પોલીસ એક્શનમાં: એડિશનલ કમિશનરની પત્નીએ ડ્રાઈવર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ.

વડોદરાના પોશ વિસ્તાર ગણાતા ન્યૂ અલકાપુરીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઘરના જ વિશ્વાસુ ડ્રાઈવરે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. જીએસટી (GST) વિભાગમાં એડિશનલ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારીના બંધ મકાનમાંથી આશરે 5.40 લાખ રૂપિયાના સોનાના દાગીનાની ચોરી થઈ છે, જેમાં ડ્રાઈવરની મુખ્ય સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે.

    📌ઘટનાની વિગત:

    મળતી માહિતી મુજબ, એડિશનલ કમિશનરનો પરિવાર થોડા સમય પહેલા ઉત્તરપ્રદેશ ગયો હતો. આ દરમિયાન ઘરમાં રિનોવેશનનું કામ ચાલતું હોવાથી વિશ્વાસના આધારે ઘરની ચાવીઓ ડ્રાઈવર રાજેન્દ્ર પટેલને સોંપવામાં આવી હતી. આરોપ છે કે ડ્રાઈવરે આ તકનો લાભ લઈ ઘરની ડુપ્લિકેટ ચાવી બનાવી લીધી હતી.

    🎥CCTV ફૂટેજથી સત્ય આવ્યું સામે:

    પરિવાર પરત ફર્યા બાદ ઘરમાંથી સોનાના દાગીના ગાયબ હોવાનું જણાતા તપાસ કરવામાં આવી હતી. ઘરના CCTV ફૂટેજ ચેક કરતા ડ્રાઈવર રાજેન્દ્ર પટેલ અને તેનો એક અજાણ્યો સાગરીત ડુપ્લિકેટ ચાવીથી ઘરનો દરવાજો ખોલી અંદર પ્રવેશતા અને તિજોરી સુધી પહોંચતા સ્પષ્ટ દેખાયા હતા.

    👮પોલીસ કાર્યવાહી:

    આ મામલે એડિશનલ કમિશનરની પત્નીએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર અને તેના સાગરીત સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે 5.40 લાખની ચોરીનો ગુનો નોંધી ડ્રાઈવરની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જે વ્યક્તિ પર ઘરની સુરક્ષાની જવાબદારી હતી તેણે જ વિશ્વાસઘાત કરતા વિસ્તારમાં ચર્ચા જાગી છે.

    Continue Reading
    Vadodara7 hours ago

    ઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ

    Vadodara5 days ago

    ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!

    Savli7 days ago

    વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ

    Dabhoi1 week ago

    “સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા

    Vadodara1 week ago

    જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા

    Vadodara1 week ago

    વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર

    Vadodara1 week ago

    શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી

    Vadodara1 week ago

    વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ: ભાજપ નેતાના પુત્ર અને તેની ટોળકીએ દુકાન અપાવવાના નામે આચરી રૂ. 9.05 લાખની ઠગાઈ

    Vadodara2 years ago

    સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

    Vadodara2 years ago

    મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

    International2 years ago

    California Legislature Celebrates BAPS’ Golden Year in America

    Tech1 year ago

    ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

    Vadodara2 years ago

    માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

    City3 years ago

    ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

    Tech1 year ago

    AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

    Tech Fact1 year ago

    હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

    Vadodara1 week ago

    એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

    Gujarat1 month ago

    અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

    Gujarat1 month ago

    આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

    Vadodara2 months ago

    રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

    Chhotaudaipur3 months ago

    TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

    Vadodara3 months ago

    હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

    Vadodara3 months ago

    વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

    Vadodara3 months ago

    મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

    Trending