Connect with us

Vadodara

વડોદરા: સનફાર્મા રોડ પર લોહિયાળ જંગ, જૂની અદાવતમાં મોબાઈલ ટેકનિશિયન પર લોખંડના પાઈપથી જીવલેણ હુમલો

Published

on

  • ક્રાઈમ કેપિટલ? અટલાદરામાં અક્ષર ચોક પાસે યુવકને નિશાન બનાવી 4 શખ્સોએ કર્યો હુમલો.
  • જૂની અદાવત: વાસણા રોડ પર પડોશમાં રહેતા તરુણ ઠાકોર સાથે થયેલી બોલાચાલીનો રખાયો ખાર.
  • લાઈવ વીડિયો: સોશિયલ મીડિયા પર મારામારીના દ્રશ્યો વાયરલ, પોલીસ તપાસ તેજ.
  • ગંભીર ઈજા: લોખંડના પાઈપના ઘા વાગતા યુવક લોહીલુહાણ, ગોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ.

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં જાણે કાયદો અને વ્યવસ્થાનો ડર ઓસરી રહ્યો હોય તેમ વધુ એક હિંસક હુમલાની ઘટના સામે આવી છે. શહેરના અટલાદરા વિસ્તારમાં જૂની અદાવત રાખીને ચાર શખ્સોએ એક યુવક પર લોખંડના પાઈપ અને લાકડાના ડંડા વડે જીવલેણ હુમલો કર્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.

https://www.instagram.com/reel/DWGX5hyjDmE/?igsh=MWt6NGdiNDY5NXR5OA==

🧐ષડયંત્ર પૂર્વક બોલાવ્યો:

અલકાપુરીમાં મોબાઈલ ટાવર ટેકનિશિયન તરીકે કામ કરતા ધવલ રમેશભાઈ ચૌહાણ જ્યારે સનફાર્મા રોડ પર જ્યુપિટર હોસ્પિટલ પાસે પોતાના મિત્ર સુનિલ સાથે બેઠા હતા, ત્યારે આ ઘટના બની હતી. અગાઉ પડોશમાં રહેતા તરુણ ઠાકોર સાથે થયેલી સામાન્ય બોલાચાલીનો ખાર રાખીને આરોપીએ ફોન કરી ધવલનું લોકેશન મેળવ્યું હતું.

🤕પાઈપ અને ડંડા વડે હુમલો:

લોકેશન મળતા જ આરોપી તરુણ ઠાકોર, તેના મિત્રો ભાવેશ પરમાર, વિક્રમ ઉર્ફે એરટેલ નાયક અને રિકેશ બારીયા મોપેડ લઈને ત્યાં ધસી આવ્યા હતા. ગાળાગાળી કરી રિકેશ બારીયાએ ધવલને નીચે પાડી દીધો હતો, જે બાદ તરુણ ઠાકોરે મોપેડમાંથી લોખંડની પાઈપ કાઢી ધવલના માથામાં જોરદાર ફટકો માર્યો હતો. વચ્ચે છોડાવવા પડેલા મિત્ર સુનિલને પણ લાકડાના ડંડા વડે ઈજા પહોંચાડવામાં આવી હતી.

🏥સારવાર અને 👮પોલીસ કાર્યવાહી:

હુમલો કર્યા બાદ લોહીલુહાણ હાલતમાં ધવલને છોડી તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અટલાદરા પોલીસે ધવલની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.

ઘટનાની થોડી મીનિટોમાં જ પોલીસની ગાડી પણ ત્યાંથી પસાર થઈ હતી

👉જાહેરમાં આ પ્રકારે થતા હુમલાઓ પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા કરી રહ્યા છે

Continue Reading
Vadodara16 hours ago

વડોદરા સમામાં રીધમ હોસ્પિટલ પાછળની સોસાયટીઓ બની નરક સમાન; મત આપ્યા પણ સુવિધાના નામે મીંડું!

Gujarat17 hours ago

સુરત બેંક લૂંટ અપડેટ: વરાછા SBI માંથી ૫૨ લાખ લૂંટનાર બે શખ્સો યુપીથી ઝડપાયા; ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા

Vadodara18 hours ago

વડોદરા: ધોરણ 12નું પરિણામ જાહેર; વિજ્ઞાન પ્રવાહમાં પાદરા અને સામાન્ય પ્રવાહમાં છાણી કેન્દ્ર જિલ્લામાં પ્રથમ

Vadodara18 hours ago

વડોદરા: માંડવી ચાર દરવાજા પાસે હિટ એન્ડ રન; અજાણ્યા કાર ચાલકે વૃદ્ધાને અડફેટે લેતા કરૂણ મોત, ચાલક ફરાર

Vadodara23 hours ago

વડોદરા: લાલુ સિન્ધી ગેંગ સામે પોલીસનું ‘બ્રહ્માસ્ત્ર’; 106 ગુના આચરનાર ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ

Vadodara2 days ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara2 days ago

વડોદરા : ગૌરવ પુરસ્કૃત લેખક વિહંગ મહેતાની સ્ક્રિપ્ટ ચોરી! સુરેશ રાજડા સામે કોર્ટમાં ફરિયાદ

Sports2 days ago

વડોદરાની દીકરીઓનો વર્લ્ડ કપમાં ડંકો: મહિલા T20 વિશ્વકપ માટે રાધા યાદવ અને યાસ્તિકા ભાટિયાની પસંદગી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara3 days ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara3 days ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Vadodara3 days ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Vadodara6 days ago

SSG ની શરમજનક બેદરકારી: કોલ્ડ રૂમમાં કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ; મૃતદેહની અદલાબદલી થતાં પરિવારનો આક્રોશ

Vadodara1 week ago

વડોદરામાં લોકશાહીની કસોટી: ઉમેદવારનો જ વોટ ‘ગાયબ’! વોર્ડ-11માં બોગસ વોટિંગના આક્ષેપ સાથે રી-ઈલેક્શનની માંગ

Vadodara1 week ago

વડોદરા: પી.સી.બી.નો સપાટો; લાંબા સમયથી ફરાર પ્રોહિબિશનના બે કુખ્યાત બુટલેગરો ઝડપાયા

Gujarat2 weeks ago

સુરતના ઉધના સ્ટેશન પર મોતની દોટ: 3 કિમી લાંબી લાઈન, પાણી માટે લૂંટાલૂંટ અને પોલીસનો લાઠીચાર્જ

Trending