Connect with us

Vadodara

વડોદરા: બાપોદ પોલીસે કિશનવાડી વલ્લભ રેસિડેન્સીના ફ્લેટમાં ચાલતા જુગારધામ પર પાડી રેડ; 8 જુગારીઓ પકડાયા

Published

on

  • કૃત્રિમ તળાવ પાસે મોટું ઓપરેશન: વલ્લભ રેસિડેન્સીના મકાન નંબર C-403 માં પત્તા-પાનાનો જુગાર રમતા ઇસમોને પોલીસે કોર્ડન કરીને દબોચ્યા.
  • 8 જુગારીઓ રંગેહાથ અરેસ્ટ: બાપોદ પી.આઈ. ડી.ડી. લાડુમોરના સીધા માર્ગદર્શન હેઠળ ટીમે આદરી સફળ રેડ.
  • રૂ. 53 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત: અંગઝડતી અને જમીનદાવની રોકડ રકમ સહિત 5 નંગ મોબાઈલ ફોન પોલીસે કર્યા કબજે.
  • અસામાજિક પ્રવૃત્તિઓ પર પ્રહાર: પોલીસ કમિશનર નરસિંહા કોમાર સાહેબની સૂચનાથી બાપોદ પોલીસે શોધી કાઢ્યો જુગારનો ગણનાપાત્ર કેસ.

વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા સૂચનાઓના આધારે બાપોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. લાડુમોરના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફની ટીમો વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાપોદ પોલીસને કિશનવાડી વિસ્તારમાં ચાલતા એક હાઈપ્રોફાઈલ જુગારધામને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે.

🧐બાતમી મળતા જ પોલીસે ફ્લેટને ચારેય તરફથી કોર્ડન કર્યો:

બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારું પેટ્રોલિંગમાં હતો. પેટ્રોલિંગ દરમિયાન ટીમ ફરતી-ફરતી કિશનવાડી કૃત્રિમ તળાવ પાસે આવતા સાથેના અ.લો.ર. પુષ્પરાજસિંહ ભરતસિંહના ખાનગી બાતમીદાર તરફથી એક પાકી બાતમી મળી હતી. બાતમીમાં ચોક્કસ માહિતી મળી હતી કે, કિશનવાડી કૃત્રિમ તળાવની પાસે આવેલી વલ્લભ રેસિડેન્સીના મકાન નંબર C-403 માં કેટલાક ઇસમો ભેગા મળીને ગોળ કુંડાળું વળી પત્તા-પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી અને રમાડી રહ્યા છે. બાતમીના આધારે બાપોદ પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને વલ્લભ રેસિડેન્સીના સંબંધિત ફ્લેટને ચારેય તરફથી કોર્ડન કરીને દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી જુગાર રમતા કુલ 08 ઇસમોને આબાદ ઝડપી લીધા હતા.

📌પકડાયેલા આરોપીઓના નામ:

1. વિજયભાઇ શીવરામભાઇ સાળુકે (રહે. મ.નં. C-403, વલ્લભ રેસિડેન્સી, કિશનવાડી, આજવા રોડ, વડોદરા)

2. રાજેશભાઇ હરીલાલ ઠક્કર (રહે. મ.નં. D-304, અથર્વ આઇકોન-2, ખોડીયારનગર, ન્યૂ વી.આઇ.પી. રોડ, વડોદરા)

3. અજયભાઇ મધુકર નલાવડે (રહે. પિત્તાંબર પોળ પાસે, રામજી મંદિરની ચાલી, ફતેપુરા, વડોદરા)

4. શૈલેશ બબનરાવ મોરે (રહે. ગરૂડની પાગા, લાલ અખાડા પાસે, ફતેપુરા, વડોદરા)

5. કિરણભાઇ શશીકાંતભાઇ નલાવડે (રહે. તલાટી ઓફિસની પાછળ, બાપોદ ગામ, વડોદરા)

6. સુનીલ જગદીશભાઇ ઓડ (રહે. પોપ્યુલર બેકરીના ખાંચામાં, ભાથુજી મંદિરની પાસે, કિમામપુરા, વડોદરા)

7. રાકેશભાઇ શંકરભાઇ મિસ્ત્રી (રહે. ફતેપુરા અડાણીયા પુલ, પીતાંબર પોળની સામે, સરસિયા તળાવ, વડોદરા)

8. અશોકભાઇ યશવંતરાવ પાટીલ (રહે. મ.નં. 03, મહેશ્વરી સોસાયટી, લાલ અખાડા પાસે, વડોદરા)

🚨કબજે કરાયેલો મુદ્દામાલ:

બાપોદ પોલીસે જુગારના અડ્ડા પરથી દરોડા દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

  • આઠેય ઇસમોની અંગઝડતીની રોકડ રકમ: ₹13,600/-
  • જમીનદાવ પરથી મળેલી રોકડ રકમ: ₹17,100/-
  • અલગ-અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ-5: (કિંમત ₹23,000/-)
  • પત્તા-પાના નંગ-52
  • એક લાઈટબિલ
  • કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા: 53,700/-

👮બાપોદ પોલીસની આ ટીમ વર્ક કામગીરીની ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે. પોલીસે તમામ આઠેય આરોપીઓ વિરૂદ્ધ જુગાર ધારા અન્વયે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading
Vadodara30 minutes ago

“ચોમાસામાં વડોદરા અંધારામાં ડૂબશે!”; MGVCL ના વહીવટ સામે કર્મચારીઓ રણમેદાનમાં, મેન્ટેનન્સના અભાવે અકસ્માતનો ખતરો

Vadodara2 hours ago

“અમારા નુકસાનનું વળતર કોણ આપશે?”: હાઈ વોલ્ટેજથી ભાયલીમાં હાહાકાર; વીજ વિભાગના જવાબથી સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ

Vadodara2 hours ago

વડોદરા: બાપોદ પોલીસે કિશનવાડી વલ્લભ રેસિડેન્સીના ફ્લેટમાં ચાલતા જુગારધામ પર પાડી રેડ; 8 જુગારીઓ પકડાયા

Vadodara3 hours ago

વેરો ભરતા નાગરિકોની દુર્દશા: ટેન્કર અને જગના પાણી પર નિર્ભર પૂર્વ વિસ્તાર; ઓફિસમાં જવાબદાર અધિકારીઓ ગાયબ

Vadodara22 hours ago

વડોદરા: ગોરવા સહયોગ ગાર્ડન સામે વૃદ્ધાને અડફેટે લેનાર ઓટો રિક્ષા ચાલક બિરેન્દ્ર પાંડેને રિક્ષા સાથે દબોચતી ગોરવા પોલીસ

Vadodara1 day ago

વડોદરા: તાલુકા પંચાયતમાં નવા સુકાનીઓની નિમણૂક; પુનમભાઈ જાદવ પ્રમુખ અને વનીતાબેન ટાટોડ ઉપપ્રમુખ તરીકે જાહેર

Vadodara1 day ago

વડોદરાઃ સુભાનપુરામાં વહેલી સવારે મહિલાના ગળામાંથી ચેઈન આંચકનાર અમદાવાદનો તુષાર ઉર્ફે કાવો ₹1.23 લાખના મુદ્દામાલ સાથે અરેસ્ટ

Vadodara1 day ago

વડોદરામાં અશુદ્ધ આહાર: ફરી એકવાર જાણીતી રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી સામે; ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Waghodia2 days ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli1 week ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara2 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara3 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra3 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara3 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara3 weeks ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara3 weeks ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Trending