Connect with us

Gujarat

સુરતના તત્કાલિન ટાઉન પ્લાનીંગ ઓફીસર સામે વડોદરા ACBએ ગાળિયો કસ્યો,અપ્રમાણસર મિલકત મળી

Published

on

સુરત તત્કાલિન ભ્રષ્ટ ટાઉન પ્લાનીંગ ઓફીસર કૈલાશભાઇ લાહનાભાઇ ભોયા વર્ગ – 1 વિરૂદ્ધ રૂ. 1.57 કરોડની અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો વડોદરા શહેર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. જેને લઇને ભ્રષ્ટ અધિકારી સામે ગાળિયો વધુ કસાયો છે. આવનાર સમયમાં ભ્રષ્ટ અધિકારીની મુશ્કેલીઓ વધે તો નવાઇ નહીં.

એન્ટી કરપ્શન બ્યુરોને આધારભૂત માહિતી મળી હતી કે, સુરતના તત્કાલિન ટાઉન પ્લાનીંગ ઓફીસર કૈલાશભાઇ લાહનાભાઇ ભોયા, વર્ગ – 1 દ્વારા ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કરીને પોતાના તથા પરિજનોના નામે અપ્રમાણસર મિલકતો વસાવવામાં આવી છે. જેના આધારે અધિકારીની મિલકતોની તપાસ હાથ ધરવામાં આવી હતી. એપ્રીલ – 2012 થી માર્ચ – 2020 સુધીના સમયગાળા દરમિયાન દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓની વિગતો તેમજ વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજો મેળવીને નાણાંકિય વ્યવહારોની માહિતી એકત્રિત કરવામાં આવી હતી.

Advertisement

સરકારી અધિકારીએ ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરીને, ગેરકાયદેસર રીતે પોતે પૈસા કમાવવા માટે ખોટી રીતે નાણાં મેળવી તેનો ઉપયોગ પોતાના તથા પરિજનોના નામે મિલકતોમાં રોકાણ કર્યું હતું. ભ્રષ્ટ અધિકારીની કાયદેસરની આવક રૂ. 2.75 કરોડની સામે પોતાના અને પરિજનોના નામે રૂ. 4.33 કરોડનો ખર્ચ અને રોકાણ કર્યો હોવાનું તપાસ દરમિયાન ફલિત થયું હતું.

આમ, ભ્રષ્ટ આરોપીએ કાયદેસરની આવક કરતા રૂ. 1.57 કરોડની વધુ સંપત્તિ વસાવી હોવાનું જણાઇ આવ્યું હતું. જે તેઓની આવકના પ્રમાણમાં 56.97 ટકા વધુ હતી. આ કામની પ્રાથમિક તપાસ કરનાર અધિકારી વડોદરા શહેર એસીબી પીઆઇ એ. એન. પ્રજાપતિએ સરકાર તરફે એસીબી પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે. આ ગુનાની તપાસ વડોદરા એસીબી એકમના મદદનીશ નિયામક પી. એચ. ભેંસાણીયાના સુપરવિઝનમાં ચાલી રહી છે.

ભ્રષ્ટ અધિકારી દ્વારા પોતાના તથા પરિજનોના નામે ખેતીની જમીન, મકાન, ફ્લેટ, પ્લોટ, રહેણાંક મકાન, કોમ્પલેક્ષની દુકાન, તથા ત્રણ વાહનો વસાવ્યા છે. જેનું વિગતવાર વિવરણ નીચે પ્રમાણે છે.

Advertisement
Vadodara23 hours ago

રક્ષિતકાંડ મામલે સિનિયર વકીલનો સૌથી મોટો ધડાકો

Vadodara1 day ago

જુનિયર ક્લાર્કની પ્રતિક્ષાયાદીના ઉમેદવારોમાં પાલિકા સામે રોષ

Vadodara1 day ago

સડક સુરક્ષાની વાતો વચ્ચે નાગરિકો સડક પર પોતાને સુરક્ષિત ક્યારે મહેસુસ કરશે ?: ડમ્પરના અડફેટે આધેડનું મોત

Vadodara3 days ago

‘રક્ષિતકાંડ’ના સ્થળ નજીક ફરી અકસ્માત:વૃદ્ધનું માથું ફૂટ્યું, સ્પીડબ્રેકર મુકવાની માંગ

Vadodara4 days ago

જીસેક એપ્રેન્ટિસ ઉમેદવારોનો વિજ કંપની બહાર વિરોધ જારી:બેની તબિયત લથડી

Vadodara5 days ago

શહેર-જિલ્લામાં મંદિરોમાં ચોરી કરીને તરખાટ મચાવતી મેડા ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી

Vadodara5 days ago

આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળતું તંત્ર!, ડીસાની ઘટના બાદ ફટાકડાની દુકાનોમાં પોલીસનું ચેકીંગ

Vadodara6 days ago

ગોરવા BIDCની કંપની માંથી ચોરી થયેલા કિંમતી વાલ્વ સાથે ત્રણની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

Trending