Connect with us

Vadodara

વડોદરા: કલેક્ટર કચેરી બહાર જ પડ્યો મહાકાય ભૂવો; જનતાનો આક્રોશ – ‘વેરો ઉઘરાવતી પાલિકા હવે પાતાળ લોકમાં જવાનો વીમો આપે!’

Published

on

  • વીઆઇપી વિસ્તારમાં ભ્રષ્ટાચારની પોલ: વડોદરા કલેક્ટર કચેરી બહાર ધોળા દિવસે રોડની મધ્યમાં પડ્યો મોટો ભૂવો.
  • રામ નામે ચૂંટાઈ આવેલ તંત્ર રામ ભરોસે: અકસ્માત રોકવા પાલિકા ન પહોંચી, રાહદારીઓએ જાતે વાંસ-બાંબુ મૂકી વાહનચાલકોને ચેતવ્યા.
  • કોન્ટ્રાક્ટરોની મિલીભગત: સ્માર્ટ સિટીના નામે નબળી કામગીરી; ક્યારે કયો રોડ બેસી જશે તેની કોઈ ગેરંટી નહીં.
  • જનતાનો સણસણતો સવાલ: વેરો ન ભરો તો સીલ મારતી VMC, કલેક્ટર કચેરી બહાર મોતના કૂવા પડે ત્યારે જવાબદાર કોણ?

​વડોદરા: સંસ્કારી નગરી વડોદરા હવે ‘ભૂવાનગરી’ તરીકે ઓળખાવા લાગી છે. વડોદરાવાસીઓ માટે રસ્તા પર ભૂવા પડવા એ કોઈ નવાઈની વાત નથી રહી, પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે શહેરની સૌથી મહત્વની ગણાતી કલેક્ટર કચેરીની બિલકુલ બહાર જ રસ્તાની મધ્યમાં એક મહાકાય ભૂવો પડી ગયો. આ ઘટનાને પગલે વાહનચાલકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

🧐જનતાએ સંભાળી મોરચો:

અત્યંત વ્યસ્ત એવા આ માર્ગ પર અચાનક મોટો ભૂવો પડતાં મોટો અકસ્માત સર્જાવાની ભીતિ હતી. જોકે, કલાકો સુધી પાલિકાનું કોઈ તંત્ર ડોકાયું ન હતું. આખરે જનતા જ વહારે આવી હતી અને સ્થાનિક રાહદારીઓએ કોઈ અકસ્માત ન સર્જાય તે માટે ભૂવાની આસપાસ વાંસના બાંબુ ગોઠવીને લોકોને ચેતવવાની કામગીરી કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પણ તંત્રની પોલ જરૂર ખુલ્લી પડી ગઈ છે.

🗣️[લોકોનો આક્રોશ અને કટાક્ષ]

“તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત એટલી હદે વધી ગઈ છે કે રસ્તે ચાલતો માણસ ક્યારે પાતાળ લોકમાં જતો રહેશે તેની કોઈ ગેરંટી નથી! જો વેરો ન ભરીએ તો VMC પ્રોપર્ટી સીલ કરવા દોડી આવે છે, તો પછી આવી નબળી કામગીરી કરીને લોકોને પાતાળમાં પહોંચાડવા બદલ પાલિકાએ હવે ‘પાતાળ લોક વીમા સ્કીમ’ પણ બહાર પાડવી જોઈએ!” – સ્થાનિક નાગરિક

❓[તંત્ર સામે સવાલો]

જ્યાં આખો દિવસ ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓની અવરજવર રહે છે, તે કલેક્ટર કચેરી બહાર જ જો રોડની આવી હાલત હોય, તો સામાન્ય સોસાયટીઓ અને ગીચ વિસ્તારોના રસ્તાઓ કેટલા સુરક્ષિત હશે? પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા લૂંટતા કોન્ટ્રાક્ટરો સામે પાલિકા ક્યારેય કડક પગલાં કેમ નથી ભરતી?

🫵ચોમાસું હજી શરુ પણ નથી થયું ત્યાં જ વડોદરાના રસ્તાઓ બેસવા લાગ્યા છે. જો વીઆઈપી રોડની આ હાલત હોય, તો આગામી દિવસોમાં આખું વડોદરા ભૂવાઓનો ભોગ બને તો નવાઈ નહીં.

Continue Reading
Vadodara8 hours ago

આવાસ યોજનામાં મકાન લેતા પહેલાં સાવધાન! બનાવટી પહોંચો આપી રૂ. 17.75 લાખ પચાવી પાડનાર સામે પોલીસ ફરિયાદ

Vadodara9 hours ago

વડોદરામાં સળિયા ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ: પોલીસે દરોડો પાડી રંગેહાથ 50.74 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

Vadodara2 days ago

વ્હોટ્સએપ પર ડાયરેક્ટરનો ફોટો મૂકી ‘હું મિટિંગમાં છું’ કહીને ઠગોએ 4 ટ્રાન્ઝેક્શનમાં 1.03 કરોડ પડાવ્યા

Karjan-Shinor2 days ago

કરજણ પોલીસે ચોરીનો વણઉકેલાયો ગુનાનો ભેદ ઉકેલ્યો: ઇક્કો ગાડીઓના સાયલેન્સર ચોરતી ગેંગનો એક ઇસમ ઝડપાયો

Vadodara3 days ago

વડોદરાના તાંદલજા-ભાયલી વિસ્તારમાં અશાંતધારાનો દાયરો વધારાયો: રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પડાયું

Vadodara5 days ago

વડોદરામાં ‘AIKYAM 2026’ કાર્યક્રમ : આંતરરાષ્ટ્રીય સ્તરે શહેરની ઓળખ રજૂ કરતા પહેલા સ્થાનિક સ્થળોની જાળવણીમાં કોર્પોરેશન નિષ્ફળ?

Vadodara5 days ago

ગુજરાત મેડિકલ પ્રવેશ પ્રક્રિયા-2026 માં વિવાદ: ST કેટેગરીમાં 120 થી વધુ શંકાસ્પદ જાતિ પ્રમાણપત્રોનો મુદ્દો ગાજ્યો

Waghodia7 days ago

માર્ક્સ વધારી આપવાની લાલચે ખાનગી યુનિવર્સીટીના કર્મચારીની ઓળખ આપી વિદ્યાર્થીનીનું જાતીય શોષણ કરનાર નરાધમ વિરુદ્ધ ગુન્હો નોંધાયો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat2 weeks ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat2 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara1 month ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending