Connect with us

Vadodara

ઇન્સ્ટાગ્રામ લાઈવ પર ભગવાન શ્રીરામ માટે અભદ્ર ટિપ્પણી કરતા નવાપુરા વિસ્તારમાં બે કોમના ટોળા સામસામે આવ્યા

Published

on

ઇન્સ્ટાગ્રામ લાઈવ પર વિધર્મી યુવકે ભગવાન શ્રીરામ માટે અભદ્ર કોમેન્ટ કરતા નવાપુરા વિસ્તારમાં બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો કર્યો હતો. પોલીસ મથકની નજીક થયેલી પથ્થરમારા ની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.



પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના રાજમહેલ રોડ પર મોબાઈલ એસેસરીઝની દુકાન ધરવતા જતીન પટેલે દુકાન માંથી એસેસરીઝની ઓફર માટે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર લાઈવ કર્યું હતું.



આ લાઈવમાં પાદરાના શાહિદ નામના યુવકે ભગવાન શ્રીરામ મામલે અભદ્ર કોમેન્ટ કરી હતી. જે કોમેન્ટના પડઘા શહેરના નવાપુરા વિસ્તારમાં પડયા હતા. નવાપુરા પોલીસ મથકની સામેના ભાગે ગત મોડી રાત્રે કૉમેન્ટની અદાવત રાખીને હિન્દૂ મુસ્લિમ ટોળાઓ સામસામે આવી ગયા હતા. અને ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પથ્થરમારામાં વાહનોનો તોડફોડ પણ થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડવા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.



ઇન્સ્ટાગ્રામ કૉમેન્ટને કારણે સર્જાયેલી તંગદિલીમાં પોલીસે રાત્રે જ પાદરાના શાહિદ નામના યુવકની ધરપકડ કરી લીધી હતી. જ્યારે પોલીસ મથકની બહારના ભાગે પણ મોડી રાત્રે ટોળા એકત્રિત થઈને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. સમગ્ર ઘટનામાં DCP સહિતના અધિકારીઓએ સત્વરે મામલો સંભાળી લઈને સ્થિતિ કાબુમાં લઇ લીધી હતી.

Continue Reading
Gujarat20 hours ago

બાળ સુરક્ષા સામે સવાલ: ઇન્ટરનેશનલ સ્કૂલમાં સફાઈ કામદાર દ્વારા બાળકીને ધમકી અને શારીરિક અડપલાંની ગંભીર ઘટના

Vadodara21 hours ago

હાઈવે પર ચક્કાજામ: 200થી વધુ સોસાયટીના રહીશો રસ્તા પર ઉતર્યા, “વૈકલ્પિક રસ્તો આપો, પછી કટ બંધ કરો”ની માંગ

Vadodara22 hours ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara1 day ago

નશો જીવલેણ બનતા રહી ગયો: જામ્બુવા બ્રિજ પાસે કાર ડિવાઈડર સાથે અથડાઈ, મોટી દુર્ઘટના ટળી

Vadodara1 day ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Vadodara2 days ago

“એક જ સંકલ્પ – ડ્રગ્સ મુક્ત સમાજ”: વડોદરામાં ડ્રગ્સ વિરોધી દિવસે યુવાનોમાં જાગૃતિ ફેલાવતા અધિકારીઓ

Vadodara2 days ago

“કંઈક મોટું થાય પછી જાગતી સરકાર”: સુરત-લખનઉ દુર્ઘટના બાદ વડોદરા ફાયર બ્રિગેડની ટ્યુશન ક્લાસીસ પર તવાઈ

Vadodara2 days ago

વિશ્વામિત્રીના અસ્તિત્વ સામે ખતરો: માનવ અધિકાર આયોગની સમિતિએ અહેવાલમાં વડોદરા મનપાની કામગીરીને ગણાવી ‘ઉદાસીન’

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara22 hours ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara1 day ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Vadodara5 days ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Vadodara1 week ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Vadodara1 week ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara1 week ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Vadodara2 weeks ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara2 weeks ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Trending