Connect with us

Vadodara

ટ્રક પાર્ક કરતા જીવંત વિજ વાયરનો સંપર્ક થયો, ચાલકની હાલત ગંભીર

Published

on

વદોદરાની દુમાડ ચોકડી પાસે ટ્રક પાર્ક કરતી વેળાએ જીવંત વિજ વાયરનો સંપર્ક થતા દુર્ઘટના સર્જાઇ હતી. કરંટ ટ્રકમાં ફેલાઇ જતા ચાલક અતિગંભીર રીતે દાઝી ગયો હતો. અતિગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં એડમિટ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની જાણ થતા ફાયર અને પોલીસ વિભાગના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇને સ્થિતી કાબુમાં લીધી હતી.

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, અજયસિંગ (રહે. રાજગઢ, પબાસી, રાજસ્થાન) ટ્રક લઇને અંકલેશ્વરથી પાણીપત જવા માટે તાજેતરમાં નીકળ્યો હતો. દરમિયાન વડોદરા નજીક આવેલા દુમાડ ચોકડી પાસેના પેટ્રોલ પંપ પર ટુંકો વિરામ કરવા માટે તેઓ રોકાનાર હતા. જેથી ટ્રક પાર્ક કરવા જતા જીવંત વિજ વાયર ટ્રકને અડી ગયો હતો. જેને પગલે ટ્રકમાં કરંટ ઉતર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ચાલકને હાથ-પગ મળીને મોટા ભાગના શરીરે કરંટ લાગતા તે અતિગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાને પગલે સ્થળ પર અફરા-તફરી મચી જવા પામી હતી. સ્થાનિકોએ જેમ તેમ કરીને અજયસિંગને પરિસ્થિતીમાંથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે મોકલી આપ્યો હતો.

ઘટના અંગે જાણ થતા ફાયર અને પોલીસ જવાનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. અને સ્થિતીમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો હતો. જાણ થતા જ કંપનીનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનામાં અતિગંભીર ઇજાગ્રસ્તને પ્રથમ એસએસજી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. આ ઘટનામાં ટ્રકમાં લાદવામાં આવેલા સામાનમાં પણ મોટું નુકશાન પહોંચ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ઘટનાની જાણ થતા ઇજાગ્રસ્તનો પરિવાર પણ વતનથી દોડી આવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Continue Reading
Vadodara9 hours ago

જીલ્લા ભાજપના નેતાના પુત્ર આણી મંડળીએ આવાસ અપાવવાના નામે ગરીબો પાસેથી 63.55 લાખ પડાવ્યા

Vadodara18 hours ago

આજવા સરોવરની સપાટી ઘટીને 208.64 ફૂટે પહોંચી: દિવાળી બાદ વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાવાની ભીતિ

Savli2 days ago

મંજુસર પોલીસે બિશ્નોઈ ગેંગનો 79 લાખનો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો, નેટવર્ક ચલાવવા અંતરરાષ્ટ્રીય નંબરના ઉપયોગનું રહસ્ય ખુલ્યું

Vadodara3 days ago

આવાસ યોજનામાં મકાન લેતા પહેલાં સાવધાન! બનાવટી પહોંચો આપી રૂ. 17.75 લાખ પચાવી પાડનાર સામે પોલીસ ફરિયાદ

Vadodara3 days ago

વડોદરામાં સળિયા ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ: પોલીસે દરોડો પાડી રંગેહાથ 50.74 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

Vadodara4 days ago

વ્હોટ્સએપ પર ડાયરેક્ટરનો ફોટો મૂકી ‘હું મિટિંગમાં છું’ કહીને ઠગોએ 4 ટ્રાન્ઝેક્શનમાં 1.03 કરોડ પડાવ્યા

Karjan-Shinor5 days ago

કરજણ પોલીસે ચોરીનો વણઉકેલાયો ગુનાનો ભેદ ઉકેલ્યો: ઇક્કો ગાડીઓના સાયલેન્સર ચોરતી ગેંગનો એક ઇસમ ઝડપાયો

Vadodara6 days ago

વડોદરાના તાંદલજા-ભાયલી વિસ્તારમાં અશાંતધારાનો દાયરો વધારાયો: રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પડાયું

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech12 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat3 weeks ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat3 weeks ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara1 month ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur2 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara2 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur3 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Trending