Connect with us

Vadodara

ટ્રાફીક શાખાની વાહનોની હરાજીમાં અપસેટ વેલ્યુ કરતા વધુ કિંમત મળી

Published

on

  • 38 બિનવારસી વાહનોની આજે પશ્ચિમ શાખાના ટોઇંગ સ્ટેશન ખાતે હરાજી રાખવામાં આવી, 80 જેટલા વેપારીઓએ ભાગ લીધો – DCP

વડોદરા શહેર પોલીસની ટ્રાફીક શાખા દ્વારા બિનવારસી 38 વાહનોની આજરોજ હરાજી કરવામાં આવી છે. આ હરાજીમાં 80 જેટલા વેપારીઓએ ભાગ લીધો હતો. આ વાહનોના મૂળ માલિકને જાણ કરવા છતાંય તેમના દ્વારા કોઇ દાવો નહીં કરવામાં આવતા તે ટ્રાફીક શાખાના ટોઇંગ સ્ટેશનમાં ધૂળ ખાઇ રહ્યા હતા. આખરે આજે તેનો નિકાલ કરવામાં આવ્યો છે. આ હરાજીમાં પોલીસ દ્વારા નક્કી કરવામાં આવેલ અપસેટ વેલ્યુ કરતા વધુ પૈસા મળ્યા હોવાનું ડીસીપીએ જણાવ્યું છે.

વડોદરા શહેર ટ્રાફીક પોલીસ દ્વારા આડેધડ પાર્ક કરેલા વાહનો અથવા તો બિનવારસી વાહનોને ટોઇંગ કરીને પશ્ચિમ શાખા ખાતે લાવવામાં આવ્યા હતા. જે પૈકી કેટલાક વાહનો તેના મૂળ માલિક છોડાવી ગયા હતા. તે પૈકીના 38 વાહનો અંગે કોઇએ દાવો કર્યો ન્હતો. આવા વાહનો વિતેલા 6 વર્ષથી ટ્રાફીક શાખાના ટોઇંગ સ્ટેશન પર ધૂળ ખાતા હતા. જેનો નિકાલ કરવા માટે આજે હરાજીનું કરવામાં આવી છે. જે અંગે ટ્રાફીક ડીસીપી જ્યોતિબેન પટેલએ વિગતવાર માહિતી આપી છે.

ટ્રાફીક DCP જ્યોતિબેન પટેલ એ મીડિયાને જણાવ્યું કે, જુદા જુદા સમયે ટ્રાફીક શાખા દ્વારા વાહનો ડિટેઇન કરવામાં આવે છે, અથવા તો જે વાહનો બિનવારી મળી આવે છે, તેને પશ્ચિમ શાખાના ટોઇંગ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. જાહેર જનતાના વાહન હોય તો અમે તેમને તે અંગે જાણ કરી હતી, નોટીસો આપી હતી. પ્રચાર માધ્યમોમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ઘણાખરા વાહન ચાલકો પોતાનું વાહન લઇને જતા રહ્યા હતા. પરંતુ 38 વાહન એવા હતા જે અંગે કોઇએ દાવો કર્યો ન્હતો. તેવા 38 બિનવારસી વાહનોની આજે પશ્ચિમ શાખાના ટોઇંગ સ્ટેશન ખાતે હરાજી રાખવામાં આવી હતી. જેમાં 80 જેટલા વેપારીઓએ ભાગ લીધો હતો. આ હરાજીમાં મુકવામાં આવેલા 38 વાહનોની અપસેટ વેલ્યુ રૂ. 1.71 લાખ નક્કી કરવામાં આવી હતી. જેની સામે હરાજીમાં રૂ. 1.95 લાખમાં વાહનોની હરાજીમાં નક્કી કરવામાં આવ્યા છે. આ વાહનો 6 વર્ષ જુના હોવાનો અંદાજ છે.

Continue Reading
Vadodara16 hours ago

જન્માષ્ટમીની ઉજવણીની પોલીસ પરવાનગી હોવા છતાંય વિફરેલા PSIએ આયોજકોને અપશબ્દો ભાંડી DJ સળગાવી દેવાની ધમકી આપી!

International22 hours ago

દુનિયાને જોવાની રીતમાં મોટો બદલાવ: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ નવા વર્લ્ડ મેપના પ્રસ્તાવને બહુમતીથી અપનાવ્યો

Vadodara23 hours ago

વડોદરામાં હ*ત્યા કેસની સાક્ષી મહિલા પર અત્યાચાર; કેસ પાછો નહીં ખેંચે તો પતિ જેવી જ હાલત કરવાની ધમકી મળતા પોલીસ રક્ષણની માંગ

Vadodara1 day ago

વડોદરામાં સાયબર ઠગાઈનો નવો કિમીયો: નકલી ઈ-ચલણ APK ફાઈલ મોકલી પાલિકાના ઇજનેર સાથે છેતરપિંડી

Vadodara3 days ago

વડોદરા રેલવે સ્ટેશન બહારથી ટ્રોલી બેગમાં વિદેશી દારૂની હેરાફેરી પકડાઈ: મધ્યપ્રદેશના બે બુટલેગર પોલીસ સળિયા પાછળ

Vadodara4 days ago

કપુરાઈ પોલીસે વાઘોડિયા રોડ પર ફ્લેટમાં ચાલતા જુગારધામ પર રેડ પાડી 14 જુગારીઓ ઝડપાયા

Vadodara4 days ago

મકરપુરા પોલીસે ઘાઘરેટીયા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 7 ઇસમો ઝડપાયા

Vadodara4 days ago

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સની કમાણી પર ટેક્સની તલવાર: પ્રમોશન માટે મળતી ફ્રી ગિફ્ટ પર પણ ભરવો પડી શકે છે જીએસટી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Chhotaudaipur2 weeks ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara1 month ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 month ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi2 months ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending