Connect with us

Vadodara

આડેધડ વાહન પાર્કિંગથી કંટાળીને ખંડેરાવ માર્કેટના વેપારીઓ વિફર્યા, પોલીસ બોલાવતા જ નાસભાગ!

Published

on

શહેરના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ફ્રુટના વેપારીઓ નિયમિત રીતે અડચણરૂપ રીતે ધંધો કરી રહ્યા છે. અહીં ઘણી વખત કલાકો સુધી ફ્રુટના મોટા વાહનો લોડીંગ, અન લોડિંગ થવાના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થાય છે. એના કારણે ટ્રાફિક સમસ્યાથી કંટાળેલા આજુબાજુ વેપારીઓએ પોલીસ બોલાવી હતી અને ફ્રુટ બજાર દૂર કરવાની માંગ કરી છે.



શહેરની મધ્યમાં આવેલ ખંડેરાવ માર્કેટમાં વર્ષોથી શાકભાજી અને ફ્રુટના વેપારીઓ ધંધો કરતા કરી રહ્યા છે. જે તે સમયે ટ્રાફિકની સમસ્યાના કારણે અહીંથી શાકભાજી સહિતના વેપારીઓને સયાજીપુરા એપીએમસી ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ આ દરમિયાન ફ્રુટના વેપારીઓ અહીંથી ગયા ન હતા. કોર્પોરેશનની મુખ્ય કચેરીને અડીને ખંડેરાવ માર્કેટની દિવાલ પાસે રોજ અસંખ્ય ફૂટના વેપારીઓ અહીં અડધા મુખ્ય માર્ગ પર દબાણ કરી પોતાનો ધંધો કરે છે. જેથી ટ્રાફિક અવ્યવસ્થા સર્જાય છે. ઉપરાંત નાળિયેર સહિતના ફ્રુટના વેપારીઓ સવારથી પોતાની ટ્રક અહીં લાવી લોડીંગ અનલોડીંગ કરતા હોય છે. તો કેટલાક વેપારીઓ અહીં ટ્રક ઊભી રાખી ફ્રુટ વેચવાનું પણ કામ કરે છે. સામાન્ય દિવસોમાં તેઓ સાતથી આઠ કલાક મુખ્ય માર્ગ પર પોતાનું વાહન મૂકી દેતા હોઇ અહીં ટ્રાફિકની ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે.



અહીંના શાકભાજીના વેપારીઓએ જણાવ્યું હતું કે, ફ્રુટના વેપારીઓની જેમ અમે પણ અહીં ધંધો કરીએ છીએ અને મોડી રાત્રે ઉજાગરો કરી પોતાના વાહનો લાવી રાત્રિના સમયે સામાન લેવા મુકવાનું કામ કરીએ છીએ. શહેરમાં સવારે 9થી રાત્રિના 9 સુધી હેવી વ્હીકલ માટે નો એન્ટ્રી છે. તેમ છતાં ફ્રુટના વાહનો અહીં આવી આડેધડ પાર્ક થઈ જતા હોય છે. ફ્રુટના વાહનો કેવી રીતે શહેરમાં પ્રવેશ મેળવે છે? એ પણ એક તપાસનો વિષય છે. આ વચ્ચે આજે સ્થાનિક વેપારીઓએ ટ્રાફિક સમસ્યાના કારણે કંટાળીને ટ્રાફિક એસીપીને રજૂઆત કરી હતી.



જેના પગલે નવાપુરા અને ટ્રાફિક પોલીસની ટીમ અહીં દોડી આવી હતી અને મુખ્ય માર્ગ પર વ્યવસાય કરતાં ફૂટના વેપારીઓને ખદેડી દીધા હતા. અન્ય વેપારીઓની માંગ છે કે, અહીં કાયમી રીતે ફ્રુટ બજાર દૂર કરવામાં આવે અને રસ્તો ખુલ્લો થાય તો ટ્રાફિકની અગવડ દૂર થાય તેમ છે.


ખંડેરાવ માર્કેટમાં કાયદેસર રીતે વેપાર કરતાં વેપારીઓએ ઉગ્ર રજૂઆત કરતા મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ પણ અહીં દોડી આવ્યો હતો. ત્યારે વેપારીઓએ એવો આગ્રહ રાખ્યો હતો કે, વોર્ડ ઓફિસર અહીં રૂબરૂ મુલાકાત લે અને અમારી સમસ્યાનું સમાધાન લાવે. વોર્ડ ઓફિસર આવવાના છે તે બાબતની જાણ થતા તેમની એન્ટ્રી પડે તે પહેલા જ ફ્રુટની એક ડઝન જેટલી લારીઓ, જે દૈનિક અહીં ઊભી રહે છે તે, ખસી ગઈ હતી. વેપારીઓએ ફ્રુટના વેપારીઓ અને વોર્ડ ઓફિસર વચ્ચે સાઠગાઢ હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

Continue Reading
Vadodara14 hours ago

વડોદરાના તરસાલી શાક માર્કેટમાં વિવાદ: ભાવતાલ બાબતે ઉશ્કેરાયેલા લારીવાળાએ મહિલાને તમાચો મારી અભદ્ર વ્યવહાર કર્યો

Gujarat15 hours ago

શૌચક્રિયા માટે ગયેલી ત્રણેય દીકરીઓ તળાવમાં ડૂબી, કિનારે પડેલી કાગળની હોડીઓથી માતા-પિતાની નજર સમક્ષ ખુલી દુર્ઘટના

Vadodara19 hours ago

EDની મુંબઈ ઝોનલ ઓફિસની ટીમ દ્વારા 7 સ્થળો અને 3 બેંક લોકર પર સર્ચ ઓપરેશન, મચી ચકચાર

Vadodara1 day ago

બોગસ ઇન્વૉઇસ, ખોટા હિસાબો અને ડિજિટલ સહીનો દુરુપયોગ: તરસાલી બાયપાસના બાલાજી પેટ્રોલિયમમાં કૌભાંડ પકડાયું

Vadodara2 days ago

વડોદરા: MS યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ અને બ્લેકમેઈલિંગ, ખંડણીખોર વાસુદેવ સુથાર ઝડપાયો

Vadodara2 days ago

વડોદરામાં પાર્કિંગના નિયમોમાં બેવડી નીતિનો આક્ષેપ: સામાન્ય નાગરિકો માટે કડકાઈ, જ્યારે સરકારી વાહનો માટે છૂટછાટ?

Vadodara3 days ago

લાલ રંગની સ્વિફ્ટ કાર અકસ્માત સર્જીને પળભરમાં થઈ ફરાર: સ્થાનિક લોકોના ટોળેટોળાં એકત્ર થતાં ભારે ચકચાર

Savli4 days ago

સાવલી: મંજુસરના નિરમા કેનાલ પાસે રિવોલ્વરથી આત્મહ*ત્યાનો પ્રયાસ કરનાર યુવક સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur1 week ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 week ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara4 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 month ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara1 month ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 month ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending