Connect with us

Vadodara

રિફંડ લેવામાં પણ રમાડી ગ્યા!: યુનાઇટેડ વે રિફંડની જાહેરાત બાદ ખેલૈયાઓનો મેદાને ધક્કો પડ્યો

Published

on

જ્યારે તમે લોકો પાસેથી 5600 રૂપિયા લો છો તો પછી ગણતરી કરો તો માત્ર નવ દિવસમાં કરોડો રૂપિયા કમાય છે. તો પછી આ લોકોએ એ પ્રમાણે મેનેજમેન્ટ કરવું જોઈએ.

  • યુનાઈટેડ વેમાં રિફંડ લેવા બોલાવ્યા પણ આપ્યું નહીં
  • ખેલૈયાઓના ગરબા રમવાના ઉત્સાહ પર મેદાનની જેમ પાણી ફરી વળ્યું
  • મેદાનમાં ગરબા રમાવાની શક્યતા નહીંવંત , ખેલૈયાઓએ બીજે ગરબે ઘૂમવા મન બનાવ્યું

વડોદરામાં શહેરના સૌથી મોટા યુનાઈટેડ વે ગરબા મહોત્સવમાં નવરાત્રીના પ્રથમ દિવસે જ આયોજકોના અણગઢ વહીવટને કારણે ખેલૈયાઓ ગરબે ઘૂમી શક્યા ન હતા. યોગ્ય સુવિધાઓ ન મળતા મેદાનમાં ખેલૈયાઓએ બળાપો કાઢ્યો હતો. જ્યારે નવરાત્રિના બીજા દિવસે મેનેજમેન્ટથી આક્રોર્ષિત ખેલૈયાઓ ગરબા મેદાન ઉપર રિફંડ લેવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે યુનાઇટેડ વે ના મેનેજમેન્ટ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

માઁની આરાધના ના પર્વ સમા નવરાત્રીનો સોમવારથી પ્રારંભ થઈ ગયો છે. ત્યારે વડોદરા શહેરમાં સૌથી મોટા ગણાતા યુનાઇટેડ વે ના ગરબા માં પ્રથમ દિવસે મેદાનમાં કાદવ કિચ્ચડ રહેતા ગરબા રમવા પહોંચેલા ખેલૈયાઓ રોષે ભરાયા હતા. મેદાનમાંથી જ ખેલૈયાઓએ રિફંડની માંગણી કરી હતી. ત્યારે ખેલૈયાઓનો મિજાજ પારખી ગયેલા યુનાઇટેડ વે ગરબા મહોત્સવના આયોજકો દ્વારા ખેલૈયાઓને રિફંડ મળશે ની જાહેરાત કરતા આજે ખેલૈયાઓ રિફંડ લેવા માટે પહોંચ્યા હતા.

મિથિલા પાંડેએ જણાવ્યું હતું કે, યુનાઈટેડ વે ગરબામાં પહેલા પણ આવતી હતી, પણ મને હવે મેનેજમેન્ટ બરાબર નથી લાગ્યું. કેમ કે જ્યારે તમે લોકો પાસેથી 5600 રૂપિયા લો છો તો પછી ગણતરી કરો તો માત્ર નવ દિવસમાં કરોડો રૂપિયા કમાય છે. તો પછી આ લોકોએ એ પ્રમાણે મેનેજમેન્ટ કરવું જોઈએ. મેદાન પર પ્લાસ્ટર કરવું જોઈએ. આટલા સારા ગરબા કરો છો અને ગુજરાતમાં ગરબા વખણાય છે, તો પછી એ પ્રમાણે દિમાગમાં રાખવું જોઈએ, સોશિયલ મીડિયા પર એવા વિડીયો જોયા હતા કે મેદાન ઉપર આર્ટિફિશિયલ ગ્રાસ મૂક્યું છે, પણ જ્યારે મેદાન પર આવીને જોયું તો ખબર પડી કે આ ગ્રાસ નથી. આ તો બધું નકલી છે, ખાલી દેખાડો છે. મે રીફંડ લેવા માટે આવી હતી. ગરબા રમવાની કેટલી ઈચ્છા હતી. બધી તૈયારીઓ કરી હતી, ચણિયાચોળી સીવડાવી પછી છેલ્લે શું થયું, હવે જોઈએ ક્યાં રમીશું.

જ્યારે અન્ય ગરબા ખેલૈયા આરવે જણાવ્યું હતું કે, અમે દર વર્ષે ઉત્સાહી હોઈએ છીએ, ગરબા પ્રેમી છે અને આજે આટલી મોટી સાડા પાંચ થી છ હજાર રૂપિયા જેટલી કિંમત ચૂકવી તેમ છતાં પણ આ પ્રકારનું ગ્રાઉન્ડ અને તંત્ર જોવા મળ્યું છે. જે ગરબા રમવાનો ઉત્સાહ અને મજા કરવાની આપણી ઈચ્છા હોય એના પર પણ ગ્રાઉન્ડની જેમ પાણી ફરી વળ્યું હોય એમ લાગે છે. ગઈકાલે  પણ રમવા માટે આવ્યા અને એનો પણ ખર્ચો માથે પડ્યો એ પણ હવે ભારે લાગે છે. ગરબા રમવા માટે ખાસ મેં અઠવાડિયા દસ દિવસની રજા પણ મૂકી દીધી હતી. એટલે હવે એટલો મારો પગાર પણ નહીં આવે અને એની સામે ગરબા ગ્રાઉન્ડની આવી હાલત છે. એટલે ગરબા પણ રમી નહીં શકાય એટલે રિફંડ હવે લેવા માટે આવ્યા છે.

જ્યારે બીજી તરફ યુનાઇટેડ વેના વાઇસ ચેરમેનનું કહેવું છે કે, ખેલૈયાઓએ જે ચુકવણી કરી હશે. તે રિફંડ તેમને પાંચથી સાત દિવસમાં મળશે. યુનાઇટેડ વે ગરબામાં 35,000 ખેલૈયાઓનું રજીસ્ટ્રેશન થયું છે અને ગતરોજ બનેલી ઘટનામાં ખેલૈયાઓએ રિફંડની માંગણી કરી હતી. નોંધનીય છે કે, હોબાળા બાદ આજરોજ ખેલૈયાઓ પોતાનું રિફંડ લેવા માટે ગરબા મેદાન ખાતે પહોંચ્યા હતા. જોકે ત્યાં તેમને રિફંડ આપવામાં આવ્યું ન હતું. થોડા દિવસોમાં તેમને ચૂકવેલું તમામ રિફંડ પરત મળશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી. મહત્વની બાબત છે કે ગરબા રમવાનો એક અનોખો ઉત્સાહ હોય છે ત્યારે ગરબા રસિકોના ઉત્સાહ ઉપર પાણી ફરી વળતા યુનાઇટેડ વેના માલેતુજાર આયોજકો સામે ખેલૈયાઓએ ફિટકારની લાગણી વરસાવી હતી.

Continue Reading
Vadodara3 days ago

મકરપુરાની રાધે રેસિડેન્સીમાં કમકમાટીભર્યો અકસ્માત: 5 માળની બિલ્ડિંગ પરથી પટકાતા 16 વર્ષીય વિદ્યાર્થિનીનું કરુણ મો*ત

Vadodara4 days ago

વડોદરામાં બિલ્ડરની ઘોર બેદરકારી ઉજાગર: દેવેશ ઇમ્પેરિયા સોસાયટીમાં માત્ર બે વર્ષમાં ફ્લેટની છત ધરાશાયી

Vadodara5 days ago

વડોદરા મહાનગરપાલિકાની બેવડી નીતિ સામે રોષ: સામાન્ય નાગરિકોના બેનરો હટાવ્યા, જ્યારે નેતાઓના હોર્ડિંગ્સ યથાવત

Vadodara5 days ago

AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ફેઇલ: દરજીપુરા આરટીઓ કચેરીમાં સર્વર ડાઉન થતાં 35થી વધુ અરજદારો કલાકો સુધી અટવાયા

Vadodara6 days ago

29 વર્ષની લાંબી કાનૂની લડત બાદ ઐતિહાસિક ચુકાદો: રેલવે કર્મચારીની બરતરફી ગેરકાયદે ઠેરવતું ઔદ્યોગિક ન્યાયપંચ

Vadodara1 week ago

અધિકારીઓ કમિશનરના કહ્યામાં નથી? બાર દિવસ અગાઉ રજૂઆત છતાં નાળાની સફાઈ ન થઈ -કોર્પોરેટર આશિષ જોશી

Gujarat1 week ago

ગુજરાતમાં 4 કલાકમાં 172 તાલુકામાં વરસાદ! બોરસદમાં સૌથી વધુ 4.53 ઇંચ ખાબક્યો, વડોદરા-અમદાવાદમાં પણ ધોધમાર

Gujarat1 week ago

ખેડૂતપુત્ર જતીન ગજેરાની અનન્ય પહેલ: અમરેલીના શેડુભાર ગામે કરોડોના ખર્ચે બનશે ગુજરાતનો પ્રથમ બાયો-સીએનજી પ્લાન્ટ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 week ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur1 month ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara1 month ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara1 month ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara2 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 months ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 months ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Trending