Connect with us

Vadodara

પાવાગઢના ડુંગર ઉપરથી પગ લપસી જતા યુવક અને પ્રેમિકા ખીણમાં પડ્યા,આખી રાત ઇજાગ્રસ્ત પડી રહ્યા બાદ સવારે મદદ માંગતા દિલધડક ઓપરેશન હાથ ધર્યું

Published

on

યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શન માટે આવેલા પ્રેમી-પ્રેમિકાનો પગ લપસતા પાવાગઢના ડુંગર પરથી 150 ફૂટ ઉંડી ખીણ પડી જતા તેઓને ગંભીર ઇજા પહોંચી હતી ગત રોજ સાંજના સમયે બનેલી ઘટના બાદ અંધારું થઈ જતા તેઓ કોઈને મળ્યા ન હતા. આખી રાત જંગલમાં ઇજાગ્રસ્ત હાલતમાં પડી રહ્યા બાદ સવારે મોબાઈલ ફોન શોધીને 108ને ફોન કરતા પાવાગઢ પોલીસ અને 108 ટીમે 4 કલાકની મહેનત બાદ બંનેને શોધી કાઢીને રેસ્ક્યુ કર્યા હતા.

ગાંધીનગર પાસે કલોલના રહેવાસી કિશન રમેશભાઈ ઠાકોર પોતાની પરણિત પ્રેમિકા સાથે પાવાગઢમાં દર્શન માટે આવ્યા હતા. ગત રોજ ત્રીજી તારીખે તેઓ દર્શન કરીને નજીકના ડુંગર પર બેઠા હતા.જ્યાં તેઓએ નાસ્તો કર્યો હતો. સાંજ પડતા ત્યાંથી ઉભા થઈને નીકળવા જતા પ્રેમિકાનો પગ લાપસ્યો હતો.

Advertisement

પ્રેમિકા ખીણમાં પડે તે પહેલાં બચાવવા માટે પ્રેમી કિશન ઠાકોર ખીણ તરફ ઝુક્યો હતો.જ્યાં તેનો પણ પગ લપસી જતા ડુંગર પરથી સીધા 150 ફૂટ નીચે ખીણમાં પડ્યા હતા.ઇજાગ્રસ્ત થયા બાદ કણસતા તેઓએ મદદ માટે પોકાર લગાવી હતી જોકે કોઈ મદદે આવ્યું ન હતું.

જે સ્થળે બંને પટકાયા હતા એ સ્થળ એક સમયે મેંગેનીઝની ખાણ હતી.અને ચારેય તરફ પાણી અને વચ્ચે એક ચટ્ટાન હતી જેના પર તેઓએ ઇજાગ્રસ્ત હાલતમાં આખી રાત વિતાવી હતી.રાત્રીના સમયે જંગલી જાનવરોના અવાજ અને વહેતા ઝરણાંના અવાજ વચ્ચે તેઓ પડી રહ્યા હતા.

વહેલી સવારે અજવાળું થતા મહામુસીબતે તેઓએ મોબાઈલ ફોન શોધ્યો હતો.અને 108 માં ફોન કરીને મદદ માંગી હતી. “અમે પાવાગઢની ખીણમાં પડી ગયા છે અને અમને વાગ્યું છે” આવો કોલ મળતા જ 108 ની ટીમ યુવક અને તેની પ્રેમિકાની શોધખોળમાં લાગી હતી. ફોન પર જે રીતે વર્ણન કર્યું હતું તે રીતે શોધખોળ કરવા છતાંય તેઓનું લોકેશન મળતું ન હતું. અને બે કલાકની મથામણ બાદ 108 દ્વારા પોલીસ અને ફાયર ટીમની મદદ લેવામાં આવી હતી.

ફાયરબ્રિગેડ,પોલીસ,તેમજ સ્થાનિક ટુકડીઓ સાથે બંનેની શોધખોળ શરૂ કતી હતી. જયારે કલકોનો જહેમત બાદ બંનેનો પત્તો લાગ્યો હતો. 150 ફૂટ ઉંડી ખીણ માંથી ઇજાગ્રસ્ત બે વ્યક્તિઓને બહાર કાઢવાએ પડકાર ભર્યું કામ હતું.

ફાયરબ્રિગેડ અને પોલીસ દ્વારા પહેલા ખીણમાં ઉતરીને બંનેને સ્ટ્રેચર પર બાંધ્યા હતા.અને ત્યાર બાદ મહામુસીબતે દોરડા વળે તેઓને ઉપર ખેંચીને ખીણ માંથી બહાર કાઢ્યા હતા. જેઓને ત્યાંથી એમ્બ્યુલન્સ મારફતે પાવાગઢના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. દિવસ દરમિયાન ચાલેલા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન બાદ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Farm Fact10 minutes ago

વાઘોડિયાના કોટંબી ગામ ના ખેડૂત સંજયભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીમાં કર્યો IoT નો ઉપયોગ

Vadodara2 hours ago

પ્રથમ વખત વડોદરા કોર્પોરેશન દ્વારા ફ્લાવર-શોનું આયોજન કરાશે

International2 hours ago

પૂર્વી અફઘાનિસ્તાન ભૂકંપથી ભયંકર વિનાશ થયો, 622 લોકો મૃત્યુ સાથે 1000 થી વધુ લોકો ઘાયલ

Vadodara2 hours ago

શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકનાર ગ્રુપના સાગરીતોની ચાલ ડગમગી, પોલીસે હાથ જોડાવ્યા!

Vadodara4 hours ago

તરસલીમાં ગણેશ પંડાલ નજીક અટકચાળું થયાની આશંકા, પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું

Sports4 hours ago

BCCI : નવા સ્પોન્સરની શોધમાં , ₹450 કરોડનો લક્ષ્યાંક.Dream11 ની અચાનક વિદાય

Tech Fact4 hours ago

વર્લ્ડ ફર્સ્ટ 6G Chip: ચીને વિશ્વની પહેલી 6G ચિપ વિકસાવી, ઇન્ટરનેટ સ્પીડ 5 હજાર ગણી વધશે

Dharmik4 hours ago

અંબાજી: આજથી ભાદરવી પૂનમનો મહામેળો,લાખો ભક્તો ઉમટશે, ‘જય અંબે’ ના નાદથી ગૂંજી ઊઠશે.

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Padra1 year ago

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

City2 years ago

પોલીસને આવતી જોઈને બુટલેગરો શરાબ ભરેલી કાર મૂકીને નાસી છૂટયા,2.89 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

Savli2 days ago

વડોદરામાં કારની બંને બાજુ મોત હતું, સેફ્ટીવોલના સહારે બેના જીવ જતા બચ્યા

Vadodara2 days ago

વડોદરામાં ચાલુ વરસાદે બનાવેલા રોડના ડામરના પોપડા હાથમાં આવ્યા, પ્રજાના નાણાંનો બેફામ વેડફાટ

Vadodara4 days ago

રોજગારીની પહેલ, મહિલાઓના સખી મંડળે ઓર્ગોનિક વેસ્ટની ગણેશજીની મૂર્તિઓ બનાવી

Vadodara4 days ago

ફાયરબ્રિગેડ સાધન ખરીદી કૌભાંડ મામલે કોંગ્રેસે PM, CMને પત્ર લખ્યો

Vadodara4 days ago

સરદાર એસ્ટેટ ચારરસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

Vadodara6 months ago

ફાટીને ધુમાડે ગયેલા નગરસેવકો?: સાથી કોર્પોરેટરે ટોણો મારતા મહિલા સભાખંડની બહાર નીકળ્યા

Vadodara6 months ago

વગર વરસાદે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા અનોખો વિરોધ

Vadodara9 months ago

તળાવોના બ્યુટીફીકેશનમાં નડતરરૂપ દબાણોને નોટીસ ફટકારાશે

Trending