Connect with us

Vadodara

મોંઘવારીનો ‘ખાટો’ સ્વાદ: અબકી બાર લીંબુ ₹300કે પાર, રસોડામાં હવે ‘લીંબુના ફૂલ’નો સહારો

Published

on

  • લીંબુ થયા લાલચોળ: ગરમી વધતા લીંબુના ભાવ આસમાને; ₹45 થી સીધા ₹300ને પાર પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું.
  • રસોડામાં કેમિકલની એન્ટ્રી: મોંઘા લીંબુના વિકલ્પ તરીકે રસોડામાં ‘લીંબુના ફૂલ’ (સિટ્રિક એસિડ)નો વપરાશ વધ્યો; સ્વાસ્થ્ય સામે જોખમની ભીતિ.
  • હોટલ-રેસ્ટોરન્ટમાં પણ બદલાવ: થાળીમાંથી લીંબુ ગાયબ; ખટાશ લાવવા વિનેગર અને સિટ્રિક એસિડનો થઈ રહ્યો છે ભરપૂર ઉપયોગ.
  • 15 દિવસમાં ચાર ગણો ભાવવધારો: પુરવઠામાં ઘટાડો અને માંગમાં ઉછાળો આવતા લીંબુ હવે સામાન્ય માણસની પહોંચ બહાર.

વડોદરા/ગુજરાત: ઉનાળાની શરૂઆત થતા જ જે વસ્તુની સૌથી વધુ જરૂર પડે છે, તે હવે મધ્યમ વર્ગ માટે લક્ઝરી બની ગઈ છે. અમે વાત કરી રહ્યા છીએ લીંબુની. રાજ્યભરમાં લીંબુના ભાવમાં આવેલો તોતિંગ ઉછાળો જનતાના પરસેવા છોડાવી રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં જે લીંબુ ₹45 પ્રતિ કિલો મળતા હતા, તેનો ભાવ હવે ₹300ને આંબી ગયો છે.

🍋લીંબુના ફૂલનો વધતો ક્રેઝ:

લીંબુના આકરા ભાવથી બચવા માટે હવે લોકોએ ‘શોર્ટકટ’ અપનાવ્યો છે. રસોડામાં દાળ-શાકમાં ખટાશ લાવવા માટે કુદરતી લીંબુના સ્થાને હવે ‘લીંબુના ફૂલ’ એટલે કે સિટ્રિક એસિડનો ઉપયોગ વધ્યો છે. માત્ર ઘરોમાં જ નહીં, પણ પાણીપુરીની લારીઓ અને રેસ્ટોરન્ટમાં પણ લીંબુના સ્થાને આ સફેદ પાસાદાર કેમિકલનો વપરાશ થઈ રહ્યો છે. જોકે, જાણકારોનું કહેવું છે કે લીંબુના ફૂલને કુદરતી લીંબુ સાથે કોઈ લેવાદેવા નથી, તે માત્ર એક કેમિકલ છે જે સ્વાદમાં ખટાશ આપે છે.

🧐માત્ર 15 દિવસમાં ભાવ ભડકે બળ્યા:

ઉનાળામાં ઠંડા પીણા અને શરબતની માંગ વધતા લીંબુની જરૂરિયાત વધી છે. પુરવઠો ઓછો હોવાના કારણે છેલ્લા 15 દિવસમાં જ ભાવમાં ચાર ગણો વધારો થયો છે. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગની થાળીમાંથી લીંબુ તો ગાયબ થયું જ છે, પણ રસોડામાં હવે કુદરતી વિટામિન-C ના બદલે કેમિકલ ખટાશનો સહારો લેવાની નોબત આવી છે.

🥵એક તરફ આકરી ગરમી અને બીજી તરફ લીંબુની મોંઘી ‘ખટાશ’. સામાન્ય જનતા અત્યારે બેવડી મુસીબતમાં ફસાઈ છે. હવે જોવાનું એ રહેશે કે લીંબુના ભાવ ક્યારે નીચે આવે છે અને જનતાને રાહત મળે છે.

Continue Reading
Vadodara1 hour ago

વડોદરા: વાઘોડિયા રોડ પર લોહિયાળ ઝઘડો! ઝઘડો છોડાવવા ગયેલા કેટરિંગ સંચાલક યુવાનનો કાન કરડી ખાધો

Vadodara2 hours ago

વડોદરામાં સક્રિય મહારાષ્ટ્રની મહિલા ચોર ટોળકીનો પર્દાફાશ; 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 મહિલાઓ ઝડપાયા

Vadodara3 hours ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara3 hours ago

‘આપ’માં આંતરિક વિવાદનો વિસ્ફોટ: વડોદરા ‘આપ’ પ્રમુખ અશોક ઓઝાની નકલી IB અધિકારી બની ધમકાવવાના કેસમાં ધરપકડ

Vadodara4 hours ago

IPL સટ્ટાબાજીનો પર્દાફાશ: માંજલપુર પોલીસે Esar247.com આઈડી સાથે એકને દબોચ્યો

Gujarat4 hours ago

કેનેડામાં ગુજરાતી યુવતીની હત્યાનો કેસ: મૃતક વિધિ મેઘાનીના કેસમાં મોટો ખુલાસો, હત્યારાએ માથાના ભાગે ઘા મારી કરી હત્યા

Vadodara20 hours ago

વડોદરા: મકરપુરા પોલીસનો સપાટો! તરસાલીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 3 ઝડપાયા; 80 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

Vadodara1 day ago

કલર કોન્ટ્રાક્ટર પર અત્યાચાર: બાકી કામના વિવાદમાં ફિલ્મી ઢબે અપહરણ; પોલીસે આરોપીઓને દબોચી કાયદાનું ભાન કરાવ્યું

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 hours ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara1 day ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia1 week ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli2 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara3 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara3 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra4 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara4 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Trending