Connect with us

Vadodara

તેરી ભારત સરકાર કી…**** ભારત સરકાર લખેલી કારના ચાલકને અસામાજિક તત્વોએ ઢોર માર માર્યો

Published

on

  • ટોળામાં ઉભેલા યુવકે વિડીયો બનાવતા હિસંક તત્વોએ ટપલીદાવ કરીને વિડીયો ડીલીટ કરાવ્યો
  • કુંભારવાડા પોલીસ સ્થળ પર આવી પહોચતા હિસક તત્વો નાસી છુટ્યા

વડોદરા શહેરમાં હાલ અનેક સ્થળે નાની મોટી મારામારીની ઘટનાઓ સતત બની રહી છે. જેમાં આજે શહેરના કારેલીબાગ સંગમ ચાર રસ્તાથી કુંભારવાડા તરફ જતા માર્ગ પર એક કાર ચાલક યુવકને આંતરીને કેટલાક હિસંક તત્વોએ બેફામ રીતે માર મારીને ગાડીના કાંચની તોડફોડ પણ કરી હતી. જયારે કુંભારવાડા પોલીસ સ્થળ પર પહોચતા હિંસક ટોળું નાસી છૂટ્યું હતું.

https://www.instagram.com/reel/DV045uYj100/?igsh=MWUza211NmxpdGgxcQ==

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સાંજના સુમારે રૂપમ સિનેમા રોડ ભાંડવાડા પાસે આવેલા શેલના પેટ્રોલપંપ પર એક કાર ચાલક પેટ્રોલ ભરાવવા ગયો હતો. જ્યાં પેટ્રોલ ભરાવીને તે સંગમ ચાર રસ્તા તરફ જતો હતો. તે દરમિયાન આગળ કેટલાક યુવકો મોપેડ પર છુટ્ટા હાથ રાખીને ગફલતભરી રીતે મોપેડ હંકારી રહ્યા હતા. કાર ચાલકે તેઓને હોર્ન મારીને સાઈડ માંગવાનો પ્રયત્ન કરતા મોપેડ પર સવાર કેટલાક યુવકોએ કાર ચાલક યુવક સાથે ગાળાગાળી કરીને કારને સાઈડમાં આંતરી હતી.


કાર માંથી યુવક ઉતરતાની સાથે જ મોપેડ પર સવાર 5 થી 7 યુવકોનું ટોળું કાર ચાલક પર તૂટી પડ્યું હતું. અને યુવકને ઢોર માર માર્યો હતો. મારામારી થતા જોઇને નાગેશ્વર સોસાયટી પાસે લોકટોળા એકત્રિત થઇ ગયા હતા. જ્યાં અસમાજિક તત્વોએ યુવકને મોઢાના ભાગે મુક્કાથી અને ગડદા પાટુંનો માર માર્યો હતો. આ સાથે ગાડીનો કાંચ પણ તોડી નાખ્યો હતો.


ઘટનાની જાણ પોલીસને થતા કુંભારવાડા પોલીસ મથકના PI સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી આવતા હુમલો કરનાર અસમાજિક તત્વો એક પછી એક રફ્ફુંચક્કર થઇ ગયા હતા. પોલીસે ઈજાગ્રસ્ત યુવકને પોલીસ મથક લઇ જઈને ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

યુવકને માર મારતા સમયે વિડીયો ઉતારતા અન્ય યુવકને પણ માર માર્યો
એક એકલા કાર ચાલકને જેમતેમ અપશબ્દો બોલીને જયારે અસમાજિક તત્વો માર મારી રહ્યા હતા. ત્યારે સ્થળ પર ભેગી થયેલી ભીડ ફક્ત તમાશો જોતી હતી. ભીડ માંથી એક યુવકે ઘટનાનો વિડીયો બનાવી લેવાની હિમ્મત કરતા ટોળું તેના પર તૂટી પડ્યું હતું. યુવકને ટપલીદાવ કરીને તેના મોબાઈલ માંથી વિડીયો ડીલીટ કરાવી દીધો હતો.

તેરી ભારત સરકાર કી….*** સરકાર વિરુદ્ધ પણ અપશબ્દોનો પ્રયોગ કર્યો
જે કાર ચાલકે મોપેડ ચાલકોને ગફલતભરી રીતે છુટા હાથે મોપેડ ચલાવવા મામલે હોર્ન મારીને સાઈડ પર ખસી જવા ઈશારો કર્યો હતો. તે કાર પર ભારત સરકાર લખેલું હતું. હુમલો કરનાર હિંસક ટોળાએ યુવકને માર મારીને ગાડીના કાંચ તોડી નાખ્યા બાદ ભારત સરકારને સંબોધીને અપશબ્દોનો મારો ચલાવ્યો હતો.

Continue Reading
Vadodara3 hours ago

વડોદરાઃ એસીની પાઈપો ચોરતો ‘ગોરો’ ઝડપાયો; ફતેહગંજ પોલીસે ૩ કિલો કોપર સાથે તસ્કરને દબોચ્યો

Dabhoi3 hours ago

ડભોઈમાં ANTF અને CID ક્રાઈમનો સપાટો; લાખોની કિંમતના ‘હાઈબ્રીડ ગાંજા’ સાથે 3 સોદાગરો ઝડપાયા, ₹10.33 લાખનો મુદ્દામાલ જપ્ત

Vadodara19 hours ago

વડોદરા પોલીસ એક્શન મોડમાં: પદમલામાં હિંસા કરનારા વધુ 5 આરોપીઓ ઝડપાયા, કુલ 29 પોલીસ સકંજામાં

Madhya Gujarat20 hours ago

વેક્યૂમ પેકેટમાં છુપાવેલો નશો! અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમની મોટી કાર્યવાહી, ₹2 કરોડનો માલ જપ્ત

Vadodara21 hours ago

વડોદરા: ગોત્રીના રુદ્ર રાજ ડુપ્લેક્સમાં ભીષણ આગ; વડીવાડી ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી હોનારત ટળી, ઘરવખરી બળીને ખાખ

National21 hours ago

મોટું એલર્ટ: આકાશમાંથી ત્રાટકશે આફત? IMDએ જાહેર કરી ભયાનક વાદળોની તસવીર, મુસાફરી ટાળવા સલાહ

Vadodara22 hours ago

છાણી પોલીસે ગુમ થયેલા કિશોરને હાલોલથી શોધી કાઢ્યો; માતા-પિતાના ઠપકાથી ભાગ્યો હતો કિશોર

Gujarat23 hours ago

ગરીબ રિક્ષા ચાલકો પર ગુજરાત સરકારનો ‘દંડ’ પ્રહાર: 10 વર્ષ જૂની રિક્ષાઓ પર તોતિંગ રકમ વસૂલવા સામે વિરોધ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara24 hours ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Vadodara5 days ago

સ્માર્ટ સિટી વડોદરા: ગેસ બોટલની અછત વચ્ચે પાઈપલાઈન ગેસ લેવા પડાપડી; ફોર્મ ના પૈસા માં વધારો

Vadodara7 days ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara1 week ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Dabhoi1 week ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara1 week ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Dabhoi1 week ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Vadodara1 week ago

વડોદરા: ઝોન-2 ના 6 પોલીસ સ્ટેશનોના લાખોની કિંમતના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું; કોયલી ચેકપોસ્ટ પાસે કરાયો નાશ

Trending