Connect with us

Vadodara

APPLY FOR REGISTRATION લખેલી કારમાં શરાબની હેરાફેરી કરતા બુટલેગરો પોલીસની નાકાબંધી જોતા જ કાર મૂકીને ભાગ્યા

Published

on

વડોદરા પાસે વરણામાં પોલીસ મથક ની હદમાં પીઆઇને બાતમી મળતા કેલનપુર પાસે બંદોબસ્ત ગોઠવ્યો હતો. નાકાબંધી વચ્ચે બાતમીથી મળતી આવતા કાર આવતા જ તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જો કે, પોલીસ પર નજર પડતા જ ચાલકે કાર દોડાવી હતી. જે બાદ પોલીસે કારનો પીછો કર્યો હતો. આ ઘટનામાં કાર ચાલક તથા અન્ય નાસી છુટવામાં સફળ થયા હતા. પરંતુ દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અને આ મામલે વરણામાં પોલીસ મથકમાં પ્રોહીબીશનની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

વરણામા પોલીસના પીઆઇ વિ. જી. લાંબરીયાને બાતમી મળી હતી કે, સફેદ કરલની કાર જેની પાછળ APPLY FOR REGISTRATION લખ્યું છે. તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલો છે. આ કાર ડભોઇથી કપુરાઇ થઇ વડોદરા તરફ આવનાર છે. જે બાતમીના આધારે કેલનપુરા ગામ પાસે જાબુઆ નદી નજીક નાકાબંધી કરવામાં આવી હતી. તેવામાં બાતમીથી મળતી આવતા કાર આવતા પોલીસ જવાનોએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ચાલકે કાર રોકી ન્હતી.

અને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. બીજી તરફ પોલીસ જવાનોએ તે કારનો પીછો કર્યો હતો. થોડાક અંતરે કાર લાવારીસ મુકી, તેની ચાવી કાઢીને બે ઇસમો તેમાંથી નાસી છુટ્યા હતા. બાદમાં પોલીસે કારની તપાસ કરતા તેમાંથી બે નંબર પ્લેટ મળી આવી હતી. પોલીસે કારમાં તપાસ કરતા કારના આગળના ભાગે ડ્રાઇવર સીટની બાજુમાં તથા પાછળના ભાગે ડીકીમાં પેટીઓમાં ભરેલો વિદેશી દારૂને રૂ. 1.84 લાખની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે કાર સહિત કુલ રૂ. 8.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે વરણામાં પોલીસ મથકરમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે આરોપીની વધુ શોધખોળ હાથ ધરી છે.

Continue Reading
Vadodara30 minutes ago

વડોદરા ધોરણ-10નું પરિણામ 78.38%: ત્રણ વર્ષમાં સૌથી સફળ વર્ષ; વરણામા કેન્દ્ર હેટ્રિક સાથે જિલ્લામાં પ્રથમ!

Editor's Exclusive1 hour ago

બે વિભાગો વચ્ચે સંકલનનો અભાવ ?: પ્રવાસન સ્થળ વિકસિત કરવા જ્યાં 2.70 કરોડ ફાળવ્યા હતા, ત્યાં રેતી ખનનની લીઝ આપી દેવાઈ

Vadodara19 hours ago

પોલીસ પર માછલા ધોવાયા: દિવ્યાના પરિવારે જે.પી. રોડ પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ; પ્રેમ પ્રકરણમાં મડરની આશંકા

Vadodara23 hours ago

વિશ્વવિખ્યાત યુનિવર્સિટીનો ‘હાઈટેક’ નમૂનો: મશીન નવા પણ પાણી ગાયબ!,ખુલ્લી વાયરિંગથી ભયનો માહોલ

Gujarat24 hours ago

આણંદ: APMC ચેરમેન અશોક માહિડા હુમલા કેસમાં 3 આરોપીઓ ઝડપાયા; ઉમેટા ચોકડી પર પોલીસે કર્યું રી-કન્સ્ટ્રક્શન

Vadodara1 day ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી; ₹25 લાખની લોન માટે મિત્ર સાથે ઠગાઈ કરનાર ભેજાબાજ ઝડપાયો

Vadodara1 day ago

વડોદરા : અક્ષર ચોક બ્રિજ નીચે પાણીની લાઇન લીકેજ; ભર ઉનાળે લાખો લિટર પીવાનું પાણી ગટરમાં

Padra1 day ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Padra1 day ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara1 day ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara3 days ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara4 days ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara4 days ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Vadodara4 days ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Vadodara1 week ago

SSG ની શરમજનક બેદરકારી: કોલ્ડ રૂમમાં કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ; મૃતદેહની અદલાબદલી થતાં પરિવારનો આક્રોશ

Vadodara1 week ago

વડોદરામાં લોકશાહીની કસોટી: ઉમેદવારનો જ વોટ ‘ગાયબ’! વોર્ડ-11માં બોગસ વોટિંગના આક્ષેપ સાથે રી-ઈલેક્શનની માંગ

Trending