Connect with us

Vadodara

કારેલીબાગ સ્વિમીંગ પુલમાં મેઇન્ટેનન્સના નામે ‘મીંડું’, ડહોળું પાણી જોઇ સ્વિમર્સમાં રોષ

Published

on

  • અત્યાર સુધી કારેલીબાગનું સ્વિમીંગ પુલ સૌથી સારૂ મનાતું હતું. પરંતુ તંત્રની લાપરવાહીએ તેને પણ વખાણવા લાયક રાખ્યું નથી
  • આજે સવારે કારેલીબાગ સ્વિમીંગપુલ પહોંચેલા તરવૈયાઓ નિરાશ થયા
  • મેઇન્ટેનન્સના અભાવે આ સ્થિતી સર્જાઇ હોવાનું અનુમાન
  • કારેલીબાગમાં એકમાત્ર બેબી સ્વિમીંગ પુલ આવેલું છે
  • તંત્રની લાપરવાહીએ સુવિધા દાટ વળવા તરફ જઇ રહી છે

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં સ્વિમીંગપુલ આવેલું છે. જેમાં મેઇન્ટેનન્સના નામે મીંડુ હોવાની સાબિતી આપતી ઘટના સામે આવી છે. ગુરૂવારે બંધ રાખ્યા બાદ આજે સવારે સ્વિમર્સ પહોંચ્યા તો પાણી ડહોળું અને વાસ મારતું હોવાનું જણાયું હતું. જેને પગલે સ્વિમર્સમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. સિનિયર સ્વિમરનું કહેવું છે કે, આવું પહેલી વખત નથી બન્યું. અગાઉ અમે મ્યુનિસિપલ કમિશનરને ઇમેલ તથા અહિંયાના રજીસ્ટરમાં ફરિયાદ નોંધાવી છે. છતાં કોઇ પગલાં લેવામાં આવતા નથી. કંઇ પુછીએ તો સ્ટાફ મોઢા પર કહી દે છે, મેનેજર આવે ત્યારે ફરિયાદ આપવા આવજો. અને મેનેજર ક્યારે હાજર હોતા નથી.

વડોદરામાં સ્વિમીંગ પુલ દયનીય હાલતમાં છે. સરદાર બાગ સ્વિમીંગ પુલ મોટા ભાગે મેઇન્ટેનન્સના નામે બંધ રહે છે. લાલ બાગ સ્વિમીંગ પુલમાં સમયાતરે કોઇને કોઇ સમસ્યા સર્જાય છે. અત્યાર સુધી કારેલીબાગમાં આવેલું પાલિકાનું સ્વિમીંગ પુલ સૌથી સારૂ મનાતું હતું. પરંતુ હવે તંત્રની લાપરવાહીએ તેને પણ વખાણવા લાયક રાખ્યું નથી. ગુરૂવારે કારેલીબાગ સ્વિમીંગ પુલને મેઇન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ આજે શુક્રવારે જ્યારે સ્વિમર્સ પુલ પાસે પહોંચ્યા તો જોયું કે, પાણી લીલાશ પડતું, અને દુર્ગંઘ મારતું છે. આ અંગે હાજર શખ્સને જાણ કરી તો તેણે કોઇ જવાબ આપ્યો ન્હતો. ઉપરથી ઉદ્ધતાઇ પુર્વક જણાવ્યું કે, મેનેજર આવે ત્યારે ફરિયાદ આપવા હાજર રહેજો.

રોષે ભરાયેલા સ્વિમર્સ સર્વેનું કહેવું છે કે, આ સમસ્યા આજની નથી. અગાઉ પણ આવું થયું છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરને ઇમેલ મારફતે તથા સ્વિમીંગ પુલ ખાતેના રજીસ્ટર્ડમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. ઉપરથી અમારે અહિંયાના સ્ટાફની ઉદ્ધતાઇનો ભોગ બનવું પડી રહ્યું છે. આ પાણી શરીરને અડે તો ખંજવાળ અને ચામડીના રોગ થવાનો ડર છે, જેથી આજે કોઇ સ્વિમીંગ કરવા ગયું નથી. અત્રે નોંધનીય છે કે, કારેલીબાગ સ્વિમીંગ પુલ એકમાત્ર નાના બાળકો માટે બેબી પુલની સુવિધા આપે છે. પરંતુ આ સ્થિતી જોતા બાળકો અને મોટા તેનાથી દુર રહે તે જ સારૂ હોય તેમ લાગી રહ્યું છે.

Continue Reading
Vadodara3 hours ago

સીસીટીવી કેમેરા માત્ર શોભાના ગાંઠિયા? વિશ્વામિત્રી કિનારે ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવામાં તંત્ર લાચાર

Vadodara4 hours ago

વડોદરામાં ‘ભુવા’નો નવતર ખેલ: વિધિના બહાને સોનાના દાગીના પડાવનાર અમદાવાદનો ઠગ ઝડપાયો

Vadodara4 hours ago

વડોદરામાં કાળજું કંપાવતી ઘટના: ત્રીજા માળની ગેલેરીમાંથી પટકાતા 14 વર્ષીય સગીરાનું કમકમાટીભર્યું મોત

Vadodara5 hours ago

જગદીશ ફરસાણ વિવાદ: વાસી સમોસા અને ચટણી ખાવાથી ગ્રાહકની તબિયત લથડી, સ્વાસ્થ્ય સાથે ચેડાંનો આક્ષેપ

Vadodara5 hours ago

અલકાપુરી હોય કે કપુરાઇ, વાહનચાલકો સાવધાન! શહેરમાં ગાયબ અને તૂટેલા ઢાંકણાંથી અકસ્માતોનું જોખમ વધ્યું

Vadodara6 hours ago

મેયરના વિસ્તારમાં જ ડ્રેનેજનો ડેરો: વોર્ડ નં. 13માં એક અઠવાડિયાથી ગટરો ઉભરાતા સ્થાનિકો ત્રાહિમામ

Vadodara7 hours ago

ડ્રગ ફ્રી વડોદરાનો સંકલ્પ: એમ.એસ. યુનિવર્સિટીમાં ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ, યુવાનોને નશાથી દૂર રહેવા હાકલ

Vadodara9 hours ago

સાયબર ઠગાઈનો નવો ખેલ: ઈ-ચલણ ભરવાની લિંક પર ક્લિક કરવું પડ્યું મોંઘું, કર્મચારીના ખાતામાંથી લાખો રૂપિયા સફાચટ!

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara2 days ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara5 days ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli6 days ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara1 week ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara1 week ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara1 week ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara2 weeks ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Trending