Connect with us

Vadodara

યાકુતપુરામાંથી શંકાસ્પદ સીરપનો જથ્થો જપ્ત, તપાસમાં FSL જોડાઇ

Published

on

  • તપાસ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, સીરપ બાબતે એક કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે. કેસની પંચનામાની કાર્યવાહી પૂર્ણ થઇ છે

વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં આવેલી મીનાર મસ્જીદ પાસે મોડી રાત્રે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ  દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં શંકાસ્પદ સીરપ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કાર્યવાહીમાં એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. મામલાની તલસ્પર્શી તપાસ માટે FSL ની ટીમો પણ દરોડામાં જોડાઇ હતી. આ કાર્યવાહીમાં જપ્ત કરવામાં આવેલા શંકાસ્પદ સીરપના જથ્થાની અંદાજીત કિંમત રૂ. 65 હજાર જેટલી આંકવામાં આવી રહી છે.

Advertisement

વડોદરામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા નશાખોરી ડામવા માટે પોલીસ વિભાગના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવતા હોય છે. તાજેતરમાં વડોદરાની એસઓજીની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે યાકુતપુરા વિસ્તારમાં આવેલી મીનાર મસ્જીદ પાસેના ઘરમાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં શંકાસ્પદ સીરપનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા માટે સાથે એફએસએલ પણ જોડાઇ હતી.

ઘરમાંથી શંકાસ્પદ સીરપના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. તપાસ અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, સીરપ બાબતે એક કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે. કેસની પંચનામાની કાર્યવાહી પૂર્ણ થઇ છે. જેની પોલીસ ફરિયાદ દાખલ થશે. આ કાર્યવાહીમાં આંદાજીત રૂ. 65 હજારનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યાકુતપુરામાંથી અગાઉ પણ અનેક વખત નશીલા પદાર્થો મળી આવ્યા છે. આ સિલસિલો નવા વર્ષે પણ જારી રહ્યો છે. આ મામલે આવનાર સમયમાં વધુ લોકોની ધરપકડ થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

Advertisement

Vadodara2 days ago

જોય ટ્રેનના ચાલક પાસે લાયસન્સ જ ન્હોતું, વિવિધ ટીમો તપાસમાં જોડાઇ

Savli2 days ago

દુશ્મન દેશ જોડે તણાવ વચ્ચે વાંધાનજક પોસ્ટ શેર કરનાર વૃદ્ધ સામે ફરિયાદ

Karjan-Shinor2 days ago

બિસ્કીટનું બટકું મારવું વેપારીને રૂ. 1.22 લાખમાં પડ્યું

Vadodara2 days ago

વરસાદી કાંસના ખાડામાં બાળક ખાબકતા બુમાબુમ મચી

Vadodara3 days ago

શિનોરના સાધલી ગામ પાસે ST બસ ઝાડમાં ઘૂસી ગઇ, 6 ઇજાગ્રસ્ત

Vadodara6 days ago

પ્લાસ્ટીકના રોલની આડમાં જતો દારૂનો રૂ. 68 લાખથી વધુનો જથ્થો જપ્ત

Vadodara2 weeks ago

કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી, કહ્યું, ‘લોકો વડોદરાને શોધતા આવશે’

Savli3 weeks ago

સાવલી: કેટરીંગનો વ્યવસાય કરતાં યુવાનની ટુંડાવ ગામની સીમમાંથી હત્યા કરેલી લાશ મળી

Trending