Connect with us

Vadodara

કેમિકલ કંપનીમાં સતત 24 કલાક કામ કર્યા બાદ ઘરે ગયેલા કર્મચારીનું શંકાસ્પદ મોત,પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ કારણ સામે આવશે

Published

on

વડોદરા શહેર નજીક નંદેસરી GIDC ની ખાનગી કંપનીમાં નોકરી કરતા 27 વર્ષીય યુવાન નોકરી પરથી ઘરે પહોંચ્યા બાદ અચાનક ચક્કર ખાઈને પડી ગયા બાદ મોતને ભેટ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે મૃત્યુનું કારણ શું છે તે પોસ્ટ મોર્ટમ બાદ જાહેર થશે.

નંદેસરી બલાભાઈની ચાલીમાં રહેતા 51 વર્ષીય કાળુભાઇ બાદરભાઈ વસાવાએ પોલીસને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, તેઓનો 27 વર્ષીય પુત્ર રાહુલ વસાવા નંદેસરી GIDCની સુજાગ ફાઇન કેમિકલ કંપનીમાં નોકરી કરે છે. ગત 8 ઓગસ્ટના રાત્રીના સમયે તેઓનો પુત્ર રાહુલ વસાવા કંપનીમાં નોકરીએ ગયો હતો અને નોકરીના સમય બાદ પણ ઓવરટાઈમ કરીને 24 કલાક નોકરી કરીને બીજે દિવસે 9 ઓગસ્ટના રાત્રે 8 વાગ્યાના અરસામાં ઘરે પહોંચ્યો હતો.

રાહુલ વસાવા ઘરે આવીને બાથરૂમમાં હાથપગ ધોઈને બહાર આવતા જ ચક્કર ખાઈને પડી ગયો હતો.જ્યાં તેણે તાત્કાલિક ખાનગી વાહનમાં નંદેસરીની દિપક ફાઉન્ડેશન હોસ્પિટલમાં લઇ ગયા હતા.જ્યાંથી વધુ સારવાર માટે શ્રીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં રાત્રીના 9.30 કલાકે રાહુલને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

રાહુલ વસાવા શ્રાવણ માસનો ઉપવાસ કરતો હતો. આ સાથે કેમિકલ કંપનીમાં 24 કલાક સુધી નોકરી પર હતા. ઓવરટાઈમ નોકરી કરીને થાકી જવાથી કે ભૂખ્યા પેટે રહેવાથી તેઓ ચક્કર ખાઈને પડયા હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. જોકે શંકાસ્પદ મોતને કારણે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું અસલી કારણ સામે આવશે તેમ લાગી રહ્યું છે.

Vadodara11 hours ago

વડોદરા શિક્ષણ સમિતિમાં ગણવેશ કૌભાંડનો આક્ષેપ, 10,000 બાળકોના યુનિફોર્મમાં ‘ગોલમાલ’

Vadodara17 hours ago

અભાવમાં પણ પ્રભાવ: વડોદરાના મધ્યમવર્ગીય પરિવારોના સંતાનોએ સીએ ફાઈનલમાં ગાડ્યું નિશાન.

Karjan-Shinor17 hours ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Padra18 hours ago

સહકારી ક્ષેત્રના ‘ચાણક્ય’ની જીત: 5 ધારાસભ્યોનું જોર પડ્યું નબળું, દીનુ મામા ફરી મેદાન મારી ગયા.

Vadodara18 hours ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

National2 days ago

જમ્મુ-કાશ્મીર: પૂંછ સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોનની ઘૂસણખોરી; ભારતીય સેનાના જવાનોનું તાબડતોબ ફાયરિંગ

Vadodara2 days ago

વડોદરાના ગોત્રીમાં બિલ્ડરનું પાપ છાપરે ચઢીને પોકાર્યું; ‘તક્ષશિલા-2’ ના 80 પરિવારો ન્યાય માટે પોલીસને શરણે!

Vadodara2 days ago

ન્યૂઝીલેન્ડ જવાના સપના રોળાયા; ભરૂચના યુવક સાથે ₹21 લાખની છેતરપિંડી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor17 hours ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara18 hours ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli1 week ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara2 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara3 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending