Connect with us

Vadodara

પોદાર ઇન્ટરનેશનલ સ્કુલમાં ખસવાનું કહેતા વિદ્યાર્થીને નખ માર્યા, ચાકુનો ડર બતાવ્યો

Published

on

  • મોંઘીદાટ ફી વસુલતી ખાનગી શાળાના વાલીઓમાં ચિંતા
  • શાળામાં વિદ્યાર્થીઓ અન્યને ખસવાનું કહેતા નખ મારી લીધા
  • આંખ સહેજ માટે રહી ગઇ હોવાનો મત, મારનારની બેગમાં ચાકુ
  • ચાકુ બટન વડે ખુલતું હોવાનું પીડિત વિદ્યાર્થીએ જણાવ્યું

અમદાવાદની શાળામાં બનેલી હત્યાની ઘટના બાદ વિવિધ જિલ્લાઓમાં ચિંતાજનક ઘટનાઓ સામે આવી રહી છે. હવે માત્ર સરકારી શાળા જ નહીં પરંતુ ખાનગી અને મોંઘી ફી વસુલતી શાળાઓમાં પણ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને સવાલો ઉઠે તેવી ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરાની જાણીતી અને ઉંચી ફી ઉઘરાવતી પોદાર ઇન્ટરનેશનલ સ્કુલમાં વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને ખસી જવા માટે ટકોર કરતા તેણે તેને આંખ નજીક નખ ભરી લીધા હતા. નખ ભરનાર વિદ્યાર્થીની બેગમાં બટન દબાવે અને ખુલે તેવું નાનું ચપ્પુ પણ હોવાનું ઇજાગ્રસ્ત જણાવી રહ્યો છે. આ મામલે વાલી દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અને શાળા મેનેજમેન્ટ યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે.

શહેરની જાણીતી અને ઉંચી ફી ઉઘરાવતી આજવા રોજની પોદાર ઇન્ટરનેશનલ શાળામાં ભણતા વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીઓ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે પીડિત વિદ્યાર્થીએ મીડિયાને જણાવ્યું કે, આજે 12 વાગ્યે લંચ બ્રેકમાં હું જમવા જઇ રહ્યો હતો. ત્યારે મેં એક છોકરાને હટી જવા કહ્યું હતું. પરંતુ તે હટ્યો ન્હતો. બાદમાં મેં પ્રેમ પૂર્વક તેના ખભે હાથ મુકીને હટી જવા કહ્યું હતું. બાદમાં તે ગુસ્સામાં હટ્યો હતો. સાથે જ તેણે મારી આંખ નજીક તેના અણિયારા નખ માર્યા હતા. તેની બેગમાં નાનું ચપ્પુ હતું. ચપ્પુ બટન બદાવતા ખુલતું હતું. ક્લાસમાં તેણે ચપ્પુ બધાને બતાવ્યું હતું.

વિદ્યાર્થીએ વધુમાં જણાવ્યું કે, શિક્ષકો પણ કંઇ બોલ્યા ન્હતા. મેં શિક્ષકને જાણ કરી ત્યારે તેમણે તેના માતા-પિતાને તેની ફોટો લઇને મોકલી આપી હતી. પછી મને લોહી નીકળતું હતું ત્યાં રૂ દબાવી દીધું હતું. એક દિવસ પહેલા અમારી શાળામાં બેગ ચેક કરવામાં આવી હતી. પરંતુ તેમાં કંઇ મળ્યું ન્હતું. તેણે ચપ્પુ છુપાવી દીધું હતું. સ્કુલ મેનેજમેન્ટ દ્વારા આવા બાળકોને કાઢી મુકવા જોઇએ.

વાલીનું કહેવું છે કે, આ અમારી માટે ચિંતાની વાત છે. શાળા મેનેજમેન્ટ દ્વારા સુરક્ષા માટે ખાસ ધ્યાન રાખવું જોઇએ. ચેકીંગ થયું હતું, તે વારંવાર થવું જોઇએ. અમે બાળકોની સુરક્ષાને લઇને ચિંતિત છે. શાળામાં આવી તકલીફ આવે તો અમારે શું કરવું જોઇએ. મેનેજમેન્ટ આગળની કાર્યવાહી કરે તે જરૂરી છે. અમદાવાદની ઘટના બાદ શાળામાં બેગ કરવું ખુબ જરૂરી છે.

Continue Reading
Vadodara2 hours ago

સીસીટીવી કેમેરા માત્ર શોભાના ગાંઠિયા? વિશ્વામિત્રી કિનારે ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવામાં તંત્ર લાચાર

Vadodara3 hours ago

વડોદરામાં ‘ભુવા’નો નવતર ખેલ: વિધિના બહાને સોનાના દાગીના પડાવનાર અમદાવાદનો ઠગ ઝડપાયો

Vadodara3 hours ago

વડોદરામાં કાળજું કંપાવતી ઘટના: ત્રીજા માળની ગેલેરીમાંથી પટકાતા 14 વર્ષીય સગીરાનું કમકમાટીભર્યું મોત

Vadodara4 hours ago

જગદીશ ફરસાણ વિવાદ: વાસી સમોસા અને ચટણી ખાવાથી ગ્રાહકની તબિયત લથડી, સ્વાસ્થ્ય સાથે ચેડાંનો આક્ષેપ

Vadodara4 hours ago

અલકાપુરી હોય કે કપુરાઇ, વાહનચાલકો સાવધાન! શહેરમાં ગાયબ અને તૂટેલા ઢાંકણાંથી અકસ્માતોનું જોખમ વધ્યું

Vadodara5 hours ago

મેયરના વિસ્તારમાં જ ડ્રેનેજનો ડેરો: વોર્ડ નં. 13માં એક અઠવાડિયાથી ગટરો ઉભરાતા સ્થાનિકો ત્રાહિમામ

Vadodara6 hours ago

ડ્રગ ફ્રી વડોદરાનો સંકલ્પ: એમ.એસ. યુનિવર્સિટીમાં ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ, યુવાનોને નશાથી દૂર રહેવા હાકલ

Vadodara8 hours ago

સાયબર ઠગાઈનો નવો ખેલ: ઈ-ચલણ ભરવાની લિંક પર ક્લિક કરવું પડ્યું મોંઘું, કર્મચારીના ખાતામાંથી લાખો રૂપિયા સફાચટ!

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 day ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara2 days ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara4 days ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli6 days ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara1 week ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara1 week ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara1 week ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara2 weeks ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Trending