વડોદરામાં ગાત્રો થીજવતી ઠંડીમાં તસ્કરો નું સામ્રાજ્ય પોલીસના નાઈટ પેટ્રોલીંગના તસ્કરો ધજાગરા ઉડાવી રહ્યા હોય તેમ શહેરમાં એક પછી એક ચોરીની વારદાતને અંજામ આપી છે ત્યારે શહેરના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલ તમાકુંના વેપારીના ગોડાઉનના શટરના નકુચા સાથે તાળું તોડી તસ્કરો ગોડાઉનમાં મુકેલ રૂ. 17.21 લાખ ઉપરાતની કિંમતના મિરાજ તમાકુના 308 નંગ બોક્ષની ચોરીની વારદાતને અંજામ આપી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી હતી સમગ્ર મામલે નવાપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના રાજમહેલ રોડ પર આવેલ વ્રજ સિધ્ધિ ટાવર ની પાછળ ઉટખાના ની ગલીમાં રહેતા અને ખંડેરાવ માર્કેટ ગુરૂદ્વારા સામે વેરાઇમાતા ચોકમાં જલારામ ટ્રેડીગ નામ ની કંપની ચલાવતા 38 વર્ષીય જીગ્નેશ ભાઈ રાજૈન્દ્રભાઈ ઠક્કરની કંપનીનું ગોડાઉન નજીકમાં આવેલ ગંગોત્રી એપાર્ટમેન્ટ ની સામે ખંડેરાવ કોલોની દયા માધવ હોસ્પિટલ ની બાજુમા આવેલ છે. જયા તેમનો કંપનીમાં આવેલ માલસામાન મુકવામાં આવે છે
જીગ્નેશ ભાઈ દ્ધારા ગત તા. 8 અને 15 જાન્યુઆરીના રોજ કીરકોકીલ તમાકુ (મિરાજ તમાકુ ના બોક્ષ) નંગ-300 તથા હરિશિવ એન્ટરપ્રાઇઝ કંપની દ્વારા કીરકોકીલ તમાકુ (મિરાજ તમાકુ ના બોક્ષ) નંગ-340 મંગાવેલ જે મંગાવેલ માલ તા. 15 જાન્યુઆરીના રોજ આવતા ગાડી માંથી તમામ બોક્ષ તેમની કંપનીના માણસો મારફતે ગોડાઉનમાં ખાલી કરાવી ગોડાઉનના શટરને લોક મારી કંપનીમાં વાસી ઉતરાયણ પર્વની રજા હોય ઘરે જતા રહેલ હતા
બીજા દિવસે સવારે નિત્યકર્મ મુજબ જીગ્નેશભાઈ કંપની પર આવ્યા હતા અને 11 વાગે ગોડાઉન પર જતા ગોડાઉનના શટર ના નકુચા લોક સાથે તુટેલ જોઈ ચોકી ઉઠ્યા હતા અને શટર ખોલી ગોડાઉનમા જોતા ગોડાઉન માં અગાઉ ના સ્ટોક સાથે કૂલ 667 બોક્ષ માથી મિરાજ તમાકુના રૂ. 17,21,720 લાખની કિંમતના 308 નંગ બોક્ષ ચોરીની ચોરી થઇ હોવાનું જણાઈ આવતા સમગ્ર મામલે જીગ્નેશભાઈએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે