Connect with us

Savli

સાવલી: ચોરીની અફવાહો વચ્ચે સાવલીના બેકરી શોપમાં તસ્કરોએ હાથફેરો કર્યો,CCTV સામે આવ્યા

Published

on




આજકાલ વડોદરા શહેર-ગ્રામ્યમાં ચોર આવ્યાની અફવાહ ભારે જોર પકડી રહી છે. જેને લઇને લોકોની રાતની નિંદર હરામ થઇ છે. ત્યારે વડોદરા ગ્રામ્યમાં આવતા સાવલીમાં બેકરી શોપના માલિક માટે આ અફવાહ સાચી પડી છે. તાજેતરમાં મોડી રાત્રે બેકરી શોપમાં આવેલા તસ્કરો રોકડા, સીસીટીવીની ડીવીઆર સહિતની વસ્તુઓનો સફાયો કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેને પગલે ચોરીની અફવાહ હવે અફવાહ માત્ર નહીં પણ લોકોની જીવનની હકીકત બની રહી હોય તેમ લાગી રહ્યું છે. હવે આ મામલે પોલીસ દ્વારા શું પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું.



વડોદરા શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં ચોર આવ્યા ચોર આવ્યાની વાતો વહેતી થતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. તો બીજી તરફ પોલીસ દ્વારા ચોર ટોળકી અંગેની વાતોનું ખંડન કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે ચોરીની અફવાહો વચ્ચે સાવલીના બેકરી શોપમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. જેમાં રોકડા સહિત અનેક વસ્તુઓનો સફાયો કરીને તેઓ લઇ ગયા છે. હવે વેપારી આ મામલે તસ્કરોને જલ્દીથી ઝડપી અને તેમના નુકશાનનું વળતર મળે તેવી આશા રાખીને બેઠા છે.



બેકરી શોપના સંચાલક ધવલભાઇએ મીડિયાને જણાવ્યું કે, હું છેલ્લા દોઢ વર્ષથી બેકરી ચલાવું છું. આજે સવારે મારા રૂટીન મુજબ પોણા આઠ વાગ્યે દુકાન ખોલવા માટે હું આવ્યો હતો. આવીને જોયું તો શટર અને કાચના દરવાજા તુટેલા હતા. જે અફવાહો કહેવામાં આવે છે, તે આજે હકીકત સાબિત થઇ છે. ચોરનું જે કહે છે, તેઓ ખરેખર આવ્યા છે. મારે ત્યાં ચોરી કરીને જતા રહ્યા છે. મારૂ ખરેખર મોટું નુકશાન કર્યું છે. મારે ત્યાંથી કેશ કાઉન્ટર, કેમેરા ડીવીઆર સહિત રૂ. 70 હજાર જેટલું નુકશાન પહોંચ્યું છે. સરકારને વિનંતી કરવાની કે, જે ચોરીના બનાવો ચાલી રહ્યા છે, તે વહેલી તકે ચોરને પકડવામાં આવે. અને મને મારૂ વળતર જલ્દી મળે.

Continue Reading
Vadodara6 hours ago

કપુરાઈ પોલીસે વાઘોડિયા રોડ પર ફ્લેટમાં ચાલતા જુગારધામ પર રેડ પાડી 14 જુગારીઓ ઝડપાયા

Vadodara7 hours ago

મકરપુરા પોલીસે ઘાઘરેટીયા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 7 ઇસમો ઝડપાયા

Vadodara8 hours ago

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સની કમાણી પર ટેક્સની તલવાર: પ્રમોશન માટે મળતી ફ્રી ગિફ્ટ પર પણ ભરવો પડી શકે છે જીએસટી

Vadodara9 hours ago

વડોદરામાં એલ.સી.બી. ઝોન-3 : તરસાલી બ્રિજ પાસે ફ્લેટમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ

Vadodara1 day ago

એમ.એસ. યુનિવર્સિટીની મોટી સિદ્ધિ: મેલેરિયાની નવી દવાને માત્ર 7 મહિનામાં જ ભારત સરકાર દ્વારા પેટન્ટ એનાયત

Vadodara2 days ago

વડોદરાના ચકચારી હિટ એન્ડ રન કેસનો ભેદ ઉકેલાયો: છાણી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી કારચાલકને ઝડપી પાડ્યો

Vadodara2 days ago

વડોદરાના તરસાલી શાક માર્કેટમાં વિવાદ: ભાવતાલ બાબતે ઉશ્કેરાયેલા લારીવાળાએ મહિલાને તમાચો મારી અભદ્ર વ્યવહાર કર્યો

Gujarat2 days ago

શૌચક્રિયા માટે ગયેલી ત્રણેય દીકરીઓ તળાવમાં ડૂબી, કિનારે પડેલી કાગળની હોડીઓથી માતા-પિતાની નજર સમક્ષ ખુલી દુર્ઘટના

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur2 weeks ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara2 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara4 weeks ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 month ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara1 month ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 month ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending