Connect with us

Gujarat

સ્વામિનારાયણ મંદિર માટેની કરોડોની રકમ હડપ –સાવલીમાં વિશ્વાસઘાતનો મોટો કિસ્સો

Published

on

આણંદના ચિખોદરા ગામે ફાર્મહાઉસમાં બેઠેલા સ્વામીઓએ કરી કરોડોની છેતરપિંડી

  • આણંદમાં બે સ્વામી સહિત 8 શખ્સો દ્વારા બિલ્ડર સાથે ₹4.50 કરોડની છેતરપિંડી
  • સ્વામિનારાયણ મંદિર માટે જમીન ખરીદવાના બહાને બિલ્ડર સાથે કરોડોની ઠગાઈ
  • સાવલી તાલુકાના જાવોલ ગામ નજીક સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે 339 વીઘા જમીન ખરીદવાની વાત કરી.

ગુજરાતમાં આણંદ નજીકના ચિખોદરા ગામમાં ફાર્મ હાઉસ ખાતે રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના બે સ્વામી સહિત કુલ આઠ શખ્સોએ અમદાવાદના એક બિલ્ડરને વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે જમીન ખરીદવાના ભાગીદાર બનાવવાની લાલચ આપી મોટી છેતરપિંડી આચરી છે. આઠ શખ્સોએ બિલ્ડર પાસેથી રૂ. 4.50 કરોડની રકમ પડાવી લીધી હોવાની ફરિયાદ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે દેવપ્રકાશ ઉર્ફે ડીપી સ્વામી અને વેદપ્રકાશ ઉર્ફે વીપી સ્વામી સહિત 8 શખ્સો વિરૂદ્ધ ઠગાઈનો ગુનો દાખલ કરીને સાયબર ક્રાઈમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

એમાં પણ અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા અને જમીન લે-વેચ તથા કન્સ્ટ્રક્શનનું કામ કરતા જીવણભાઈ ટોકરભાઈ પરમારના પુત્ર જેનિસના મિત્ર સાનિઘ્ય ચૌહાણ (રહે. અમદાવાદ) મારફતે બિલ્ડરનો પરિચય વિશાલ ઠાકોર, ૠતુરાજસિંહ જાડેજા ઉર્ફે કાનભા, જયપાલસિંહ જાડેજા અને ઉદયભાઇ સાથે થયો હતો

આવા શખ્સોએ જીવણભાઈ અને તેમના પુત્ર જેનિસને વડોદરાના સાવલી તાલુકાના જાવોલ ગામ નજીક સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે 339 વીઘા જમીન ખરીદવાની વાત કરી હતી. ત્યારબાદ તેમને આણંદ નજીક ચિખોદરા ગામના એક ફાર્મ હાઉસ ખાતે બોલાવી દેવપ્રકાશ ઉર્ફે ડીપી સ્વામી અને વેદપ્રકાશ ઉર્ફે વીપી સ્વામી સાથે મુલાકાત કરાવી હતી. બંને સ્વામીઓએ જમીન ઊંચા ભાવે ખરીદીને મંદિર અને ગૌશાળા બનાવવાની લાલચ આપી હતી, જેમાં નફામાં ભાગીદાર બનાવવાનું આશ્વાસન આપ્યું હતું.

જ્યારે આરોપીઓએ જોવા ગયેલ  ગામે 339 વીઘા જમીન જોઈ ડાકોરવાળા જેકી શરદભાઈ રામી સાથે બેઠક કરી રૂ. 48.21 લાખ ભાવ નક્કી કરી એમઓયુ કર્યા હતા. ૠતુરાજસિંહ જાડેજાએ જમીન ભાગમાં ખરીદી ડીપી સ્વામી અને વીપી સ્વામીને ઊંચા ભાવે વેચી નફો વહેંચી લેવાની લાલચ આપતા, બંને સ્વામીએ જમીન વીઘે રૂ. 60 લાખમાં ખરીદવાની તૈયારી બતાવી હતી. આ લાલચમાં આવીને જીવણભાઈ પરમારે માર્ચ-2023માં રૂ. 2.50 કરોડ અને એપ્રિલ-2023માં રૂ. 2 કરોડ મળી કુલ રૂ. 4.50 કરોડ આપ્યા હતા. આ અંગે નોટરી લખાણ પણ કરવામાં આવ્યું હતું.

એમ પણ બોલો પૈસા લીધા બાદ જમીન ખરીદવા બાબતે ડીપી સ્વામી અને વીપી સ્વામીએ જાત જાતના બહાના કાઢવાનું શરૂ કર્યું હતું. તેમણે વિદેશથી મોટું ફંડ આવ્યા બાદ નાણાં ચૂકવવાની વાત કરી હતી. દરમિયાન તપાસ કરતાં જીવણભાઈને જાણવા મળ્યું હતું કે ડીપી સ્વામી સામે અગાઉ પણ આવી છેતરપિંડીની અનેક ફરિયાદો નોંધાયેલી છે.

જ્યારે રામીએ ખેડૂતો પાસેથી જમીનો ખરીદી આપેલા ચેકો પણ બાઉન્સ થયાના કેસો થયા હોવાનું બહાર આવ્યું હતું. પોતે ષડયંત્રનો ભોગ બન્યા હોવાનું જણાતા જીવણભાઈ ટોકરભાઈ પરમારે આખરે આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બે સ્વામી સહિત 8 શખ્સો વિરૂદ્ધ ઠગાઈનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Vadodara4 hours ago

વડોદરા: સીસીટીવી ફૂટેજથી ખૂલી પોલ, તેલ ચોરીનો ભેદ ઉકેલાયો, બે રીઢા ગુનેગાર ઝડપાયા

Vadodara5 hours ago

આજવા સરોવરના તળિયા દેખાયા: સપાટી 206 ફૂટથી નીચે જતાં પાલિકાએ રાજ્ય સરકાર પાસે માંગી સહાય

Vadodara5 hours ago

આજવા સરોવર ખાતે પાલિકાની પ્રાર્થના: મેઘરાજા મહેર કરે અને વડોદરાને પાણીની તંગી ન નડે તે માટે સત્યનારાયણ કથાનું આયોજન

Vadodara22 hours ago

બેન્કિંગ ફ્રોડમાં વડોદરા પોલીસની સફળતા: મહારાષ્ટ્રના ખાપોલીથી ડીસીબીના વોન્ટેડ આરોપીની ધરપકડ

Waghodia22 hours ago

વાઘોડિયા: અકસ્માતમાં મૃત્યુ પામેલા દંપતિના 4 સંતાનોના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી લખન દરબારે ઉપાડી લીધી

Vadodara23 hours ago

ઝોન-3 એલ.સી.બી.ની મોટી કાર્યવાહી: ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે લક્ઝરી બસ કબજે

Vadodara23 hours ago

લોકો તરસ્યા, તંત્ર બેપરવાહ: VMC ના કર્મચારીઓની મનમાનીથી સેંકડો રહીશો પાણી માટે વલખા મારવા મજબૂર

Vadodara1 day ago

ટ્રાફિક મુક્તિની દિશામાં મોટું પગલું? વોર્ડ 13-14માં પાંચ ઓટલા અને ત્રણ શેડ તોડી પાડી રસ્તો ખુલ્લો કરાયો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara4 days ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara5 days ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara1 week ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara2 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara3 weeks ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia3 weeks ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli4 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Trending