Connect with us

Savli

સાવલીની રીતુ એન્ટરપ્રાઇઝમાં ડામર ઠાલવતી વખતે બ્લાસ્ટ, ત્રણના મોત

Published

on

  • ડામર ચોકઅપ થઇ જવાના કારણે આગનો સહારો લેવામાં આવ્યો હતો. પરંતુ ઢાંકણું ખોલવાનું રહી જતા બ્લાસ્ટ થયો હતો
  • સાવલીની કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી
  • ડામર ઠાલવતી વેળાએ બ્લાસ્ટમાં ત્રણના મોત
  • ત્રણેય મૃતકોના મૃતદેહને વડોદરા ખાતેની એસએસજી હોસ્પિટલમાં લવાયો

કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠવા પામ્યા વડોદરા ગ્રામ્યમાં આવેલા સાવલી માં રીતુ એન્ટરપ્રાઇઝ નામની કંપની આવેલી છે. આજે બપોરના સમયે ટેન્કરમાંથી પીપળામાં ડામર ઠાલવતી વેળાએ આગ લાગવાની  ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ કામદારોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આગ લાગવાના કારણે સ્થળ પર ભારે અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. ડામર ચોકઅપ થઇ જવાના કારણે આગનો સહારો લેવામાં આવ્યો હતો. પરંતુ ઢાંકણું ખોલવાનું રહી જતા બ્લાસ્ટ થયો હતો. જો કે, આ આગમાં ત્રણ કામદારોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. આ ઘટનાના કારણે કંપનીમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. મૃતકોના મૃતદેહને વડોદરાની એસએસજી હોસ્પિટલ  ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા છે.

વડોદરાના સાવલીમાં મોક્સી ગામ પાસે રીતુ એન્ટરપ્રાઇઝ નામની કંપની આવેલી છે. આ કંપની ડામર સંબંધિત કામ કરે છે. કંપનીના પરિસરમાં પીપળા ભરેલો ડામર જોવા મળે છે. આજે બપોરના સમયે કંપનીમાં ટેન્કરમાંથી ડામરનો જથ્થો પીપડામાં ઠાલવવામાં આવતો હતો. તે વેળાએ ડામરનો જથ્થાનો ગઠ્ઠો બાઝી જતા જેને દુર કરવા માટે અગ્નિનો સહારો લેવામાં આવ્યો હતો. આગનો સહારો તો લીધો, પરંતુ વેન્ટીલેશન માટે ટેન્કરના ઢાંકણા ખોલવાનું ભૂલાઇ ગયું હતું. જેના કારણે ગેસ બાઝ્યો હતો, અને એક તબક્કે બ્લાસ્ટ સર્જાયો હતો.

આ બ્લાસ્ટમાં ટેન્કરના ચાલક, ક્લિનર અને એક શ્રમિકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા. આ ઘટનામાં મૃતકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે લાવવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે રીતુ એન્ટરપ્રાઇઝમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષાને લઇને ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. આગનો ઉપયોગ કરીને ટેન્કરમાંથી ડામર ઓગાળીને કાઢતા સમયે કોઇ જાણકાર વ્યક્તિ સ્થળ પર હોત તો આ દુર્ઘટના ટાળી શકાઇ હોત, સહિતના અનેક મુદ્દે લોકચર્ચાઓ સામે આવી રહી છે. આ મામલે બેજવાબદાર કંપની સંચાલકો વિરૂદ્ધ વહીવટી તંત્ર શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.

Continue Reading
Vadodara12 hours ago

વડોદરામાં વડાપ્રધાનનો હુંકાર: ‘સરદારધામ-3’ નું   લોકાર્પણ, ‘રાષ્ટ્રહિત માટે સોનાની ખરીદી ટાળો અને ઇંધણ બચાવો’

Vadodara16 hours ago

વડોદરા : PM મોદીના પ્રવાસ પૂર્વે વિપક્ષી નેતાઓ નજરકેદ? આશિષ જોશી અને પારુલ પટેલના ઘરે પોલીસનો ડેરો

Vadodara17 hours ago

વડોદરાના ગોત્રીમાં મુખ્ય લાઇન ભંગાણ: ભર ઉનાળે રસ્તાઓ પર ‘ચોમાસું’; લાખો લિટર પાણી ગટરમાં વહી જતાં રહીશોમાં રોષ

National23 hours ago

જાણો કેમ PM મોદીએ કરી ‘વર્ક ફ્રોમ હોમ’ની અપીલ? પેટ્રોલ-ડીઝલના વપરાશ પર કાપ મૂકવા પાછળનું અસલી સત્ય

Vadodara1 day ago

વડોદરામાં ‘વિકાસ’ પાતાળમાં ઉતર્યો: સૂસેન-મકરપુરા રોડ પર નવનિર્મિત માર્ગમાં મસમોટો ભૂવો

International1 day ago

હેલ્થ એલર્ટ: થાઈલેન્ડમાં મળ્યો નવો કોરોનાવાયરસ; શું ફરીથી રોગચાળાનું જોખમ તોળાઈ રહ્યું છે?

Chhotaudaipur2 days ago

છોટાઉદેપુર: જંગલોમાં ‘લીલું સોનું’ ગણાતા ટીમરૂના પાનની સીઝન જામી; આદિવાસી પરિવારો માટે પૂરક આવકનું બન્યું મોટું સાધન

Vadodara2 days ago

મોટી હોનારત ટળી: મરી માતાના ખાંચામાં બિલ્ડિંગનો ભાગ તૂટ્યો; બોરિંગના વાઈબ્રેશને સર્જી આફત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara6 days ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra7 days ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara7 days ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara1 week ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara1 week ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara1 week ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Vadodara1 week ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Trending