Connect with us

Vadodara

વરસાદે શહેરને વધુ એક વખત ધમરોળ્યું, લોકોના ઘરો-દુકાનો સુધી પાણી પહોંચ્યા

Published

on

  • ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી દ્વારા લોકોને તરાપા, દોરડા અને ટોર્ચ વસાવવા માટે આપવામાં આવેલી સલાહ આજે સાચી ઠરી

વડોદરા માં 45 દિવસમાં ત્રીજી વખત વરસાદના પાણી લોકોની દુકાનો અને મકાનો સુધી પહોંચ્યા હોવાની ઐતિસાહીક ઘટના વડોદરામાં બની છે. આજે બપોર બાદ વરસાદી ધડબડાટી બોલાવતા શહેરના અનેક નિચાણવાળા વિસ્તારો તથા જુના સિટી વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ પાલિકાના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી દ્વારા લોકોને તરાપા, દોરડા અને ટોર્ચ વસાવવા માટે આપવામાં આવેલી સલાહ આજે સાચી ઠરી રહી હોય તેમ લાગી રહ્યું છે. શહેરના સુભાનપુરા વિસ્તારમાં પાણી ભરાતા સોસાયટીની બહાર તરાપો જોવા મળ્યો છે.

વડોદરામાં વિતેલા એક કલાકમાં જ ત્રણ ઇંચ જેટલો વરસાદ ભારે ગાજવીજ સાથે પડ્યો છે. જેના કારણે શહેરના નવા બજાર, રાવપુરાની દુકાનો સુધી તથા આજવા રોડ વિસ્તારની કેટલીક સોસાયટીના મકાનો સુધી વરસાદી પાણી આવી પહોંચ્યું છે. જેના કારણે લોકોના મનમાંથી માંડ ભૂંસાઇ રહેલી પૂરની યાદો વધુ એક વખત તાજી થવા પામી છે.

વડોદરામાં વરસાદની દે ધનાધન બેટીંગમાં વડોદરાના અલકાપુરી ગરનાળાની હાલત ભારે બેહાલ થઇ છે. ગરનાળામાં પાણી ભરાઇ જવાના કારણે તેને અવર-જવર માટે સ્વયંભુ બંધ કરવો પડે તેવી સ્થિતીનું સર્જન થયું છે. અગાઉ પૂર સમયે અલકાપુરી ગરનાળું 5 થી વધુ દિવસ માટે બંધ રહ્યું હતું. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અગાઉ પૂરના પાણી ઓસરી ગયા બાદ પાલિકાના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી દ્વારા લોકોને તરાપા અને ટ્યુબ વસાવી લેવાની સુફીયાણી સલાહ આપી હતી. જો કે, તે બાદ વિવાદ વધતા તેમણે નિવેદન ફેરવી તોડ્યું હતું. પરંતુ આજે તે વાત સાચી પડી રહી હોય તેમ લાગી રહ્યું છે. શહેરના સુભાનપુરા વિસ્તારમાં ઝાંસી કી રાણી સર્કલ પાસે પાણી ભરાતા સોસાયટી બહાર તરાપો જોવા મળ્યો હતો.

પાલિકાની સત્તાવાર વેબસાઇટ મુજબ સાંજે ચાર વાગ્યાની સ્થિતીએ વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું જળસ્તર 19.50 ફૂટ નોંધવામાં આવ્યું છે. જ્યારે અડધા વડોદરાના મુખ્ય પાણી સ્ત્રોત આજવા સરોવરની સપાટી 212.80 ફૂટ નોંધવામાં આવી છે. બંને જળાશયોની સપાટી હાલ તબક્કે ભયજનક જળસ્તરથી દુર છે.

Vadodara14 hours ago

હત્યાના પ્રયાસ અને પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત ઈસમો પાસા હેઠળ તડીપાર

Vadodara20 hours ago

12 વર્ષે કાગળ પરથી જમીન પર? વડોદરાના આજવા સફારી પાર્ક માટે ફરી 450 કરોડના ખર્ચની જાહેરાત

Karjan-Shinor21 hours ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara1 day ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Gujarat1 day ago

રથયાત્રા પૂર્વે ATSનો આતંકી મોડ્યુલ પર સપાટો: સિદ્ધપુરથી વધુ 5 શંકાસ્પદો ડિટેન, મોટા ષડયંત્રનો પર્દાફાશ

International1 day ago

હોર્મુઝની ખાડીમાં ભીષણ જંગ: UAE ના ઓઈલ ટેન્કરો પર ક્રૂઝ મિસાઈલથી હુમલામાં ભારતીય ક્રૂ મેમ્બરનું મોત

Vadodara1 day ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Vadodara2 days ago

વડોદરામાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ: 44 વર્ષીય જીગરભાઈના અંગદાનથી અનેક દર્દીઓને મળશે નવું જીવન

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Karjan-Shinor21 hours ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara1 day ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara1 day ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra4 days ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Vadodara6 days ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara7 days ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara1 week ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli2 weeks ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Trending