Connect with us

Vadodara

વડોદરામાં પોલીસની મોટી કાર્યવાહી : મહારાષ્ટ્ર પાસિંગના કન્ટેનરમાંથી 30.59 લાખનો દારૂનો જથ્થો જપ્ત, ડ્રાઈવર ફરાર

Published

on

  • સ્થળ: નેશનલ હાઇવે-48, ગોકુલ કટ (તરસાલીથી જંબુવા બ્રીજ વચ્ચે), વડોદરા.
  • કુલ મુદ્દામાલ: રૂ. 30,59,368 (જેમાં રૂ. 20.59 લાખનો દારૂ અને રૂ. 10 લાખનું કન્ટેનર).
  • જથ્થો: વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 11,628 બોટલો.
  • કાર્યવાહી: પોલીસને જોઈ ડ્રાઈવર ફરાર, ‘સુમિત લોજિસ્ટિક્સ’ના માલિક અને દારૂ મંગાવનાર અજાણ્યા ઈસમો સામે તપાસ શરૂ.

વડોદરા: વડોદરા શહેર પોલીસ દ્વારા દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવાના અભિયાન અંતર્ગત કપુરાઈ પોલીસે એક મોટી સફળતા મેળવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે નેશનલ હાઈવે-48 પરથી વિદેશી દારૂ ભરેલું એક કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું છે.

👮કપુરાઈ પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે પર તરસાલીથી જંબુઆ બ્રીજ તરફ જવાના રસ્તે, ગોકુલ કટ પાસે એક કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ઊભું છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરતા કન્ટેનર મળી આવ્યું હતું, જોકે તેનો ડ્રાઈવર અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો.

🚚કન્ટેનરમાંથી 🍾દારૂનો જથ્થો

તપાસ દરમિયાન કન્ટેનરના દરવાજા તોડીને અંદર જોતા, વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેમાં CHARLIE RESERVE, ROYAL CHALLENGE અને GREY WOLF જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે. પોલીસે કુલ 11,628 બોટલો કબજે કરી છે.

🧐કુલ મુદ્દામાલ

આ રેડમાં પોલીસે 30,59,368 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 20,59,368 રૂપિયાનો વિદેશી દારૂ અને 10,00,000 રૂપિયાની કિંમતનું કન્ટેનર (MH-46-BU-3108) સામેલ છે.

🚨પોલીસ દ્વારા RTO રજીસ્ટ્રેશનના આધારે તપાસ કરતા આ ગાડી SUMIT LOGISTIC PVT LTD, કલામબોલી, નવી મુંબઈની હોવાનું બહાર આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા દારૂ મંગાવનાર અજાણ્યા ઈસમ અને કન્ટેનરના ડ્રાઈવરને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

    Continue Reading
    Savli12 hours ago

    મંજુસર પોલીસે બિશ્નોઈ ગેંગનો 79 લાખનો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો, નેટવર્ક ચલાવવા અંતરરાષ્ટ્રીય નંબરના ઉપયોગનું રહસ્ય ખુલ્યું

    Vadodara1 day ago

    આવાસ યોજનામાં મકાન લેતા પહેલાં સાવધાન! બનાવટી પહોંચો આપી રૂ. 17.75 લાખ પચાવી પાડનાર સામે પોલીસ ફરિયાદ

    Vadodara1 day ago

    વડોદરામાં સળિયા ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ: પોલીસે દરોડો પાડી રંગેહાથ 50.74 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Vadodara3 days ago

    વ્હોટ્સએપ પર ડાયરેક્ટરનો ફોટો મૂકી ‘હું મિટિંગમાં છું’ કહીને ઠગોએ 4 ટ્રાન્ઝેક્શનમાં 1.03 કરોડ પડાવ્યા

    Karjan-Shinor3 days ago

    કરજણ પોલીસે ચોરીનો વણઉકેલાયો ગુનાનો ભેદ ઉકેલ્યો: ઇક્કો ગાડીઓના સાયલેન્સર ચોરતી ગેંગનો એક ઇસમ ઝડપાયો

    Vadodara4 days ago

    વડોદરાના તાંદલજા-ભાયલી વિસ્તારમાં અશાંતધારાનો દાયરો વધારાયો: રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પડાયું

    Vadodara6 days ago

    વડોદરામાં ‘AIKYAM 2026’ કાર્યક્રમ : આંતરરાષ્ટ્રીય સ્તરે શહેરની ઓળખ રજૂ કરતા પહેલા સ્થાનિક સ્થળોની જાળવણીમાં કોર્પોરેશન નિષ્ફળ?

    Vadodara6 days ago

    ગુજરાત મેડિકલ પ્રવેશ પ્રક્રિયા-2026 માં વિવાદ: ST કેટેગરીમાં 120 થી વધુ શંકાસ્પદ જાતિ પ્રમાણપત્રોનો મુદ્દો ગાજ્યો

    Vadodara2 years ago

    સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

    Vadodara2 years ago

    મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

    Tech1 year ago

    ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

    International2 years ago

    California Legislature Celebrates BAPS’ Golden Year in America

    Vadodara2 years ago

    માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

    City3 years ago

    ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

    Tech Fact1 year ago

    હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

    Tech12 months ago

    AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

    Gujarat2 weeks ago

    અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

    Gujarat2 weeks ago

    આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

    Vadodara1 month ago

    રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

    Chhotaudaipur2 months ago

    TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

    Vadodara2 months ago

    હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

    Vadodara2 months ago

    વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

    Vadodara2 months ago

    મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

    Chhotaudaipur3 months ago

    નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

    Trending