Connect with us

Vadodara

LVP હેરીટેજના ચાલુ ગરબામાં ધીંગાણું: ગરબા થયા “રમણ ભમણ”!

Published

on

  • મુક્કાબાજી થઇ હોવાનો વીડિયા સપાટી પર આવવા પામ્યો, ભરચક મેદાનમાં આ ઘટના સામે આવતા મહિલાઓ ખુબ ડરી ગઇ

વડોદરા ના રાજવી પરિવાર દ્વારા પ્રેરિત લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા રોજ નીતનવા વિવાદ  માં આવી રહ્યું છે. તાજેતરમાં એલવીપી ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ વચ્ચે મુક્કાબાજી થઇ હોવાનો વીડિયા સપાટી પર આવવા પામ્યો છે. ખેલૈયાઓથી ભરચક મેદાનમાં આ ઘટના સામે આવતા મહિલાઓ ખુબ ડરી ગઇ હતી. જો કે, થોડાક સમય સામસામે મુક્કા ચાલ્યા બાદ સિક્યોરીટી બાઉન્સરોએ દરમિયાનગીરી કરીને યુવાનોને દુર કર્યા હતા. આ વર્ષે ગરબા ઓછા અને વિવાદ વધારે લોકચર્ચા પામી રહ્યો છે.

Advertisement

વડોદરામાં મોટા ગરબા આયોજનો પહેલાથી જ અલગ અલગ પ્રકારના વિવાદોમાં આવી રહ્યા છે. તેમાં ખાસ રાજવી પરિવાર દ્વારા પ્રેરિત લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા રોજ અલગ અલગ કારણોસર વિવાદમાં સપડાઇ રહ્યું છે. હલકી ગુણવત્તાના પાસ ગુમ થયા બાદ ફરી ઇશ્યુ કરાવવાનો મુદ્દો હોય કે પછી અમેરિકન સિટીઝન દિકરી જોડે ગેરવર્તણુંક અનેક મામલે એલવીપી ગરબાનું બોગસ આયોજન ચર્ચામાં રહ્યું છે. ત્યારે હવે નવો વિવાદ પણ જોડાયો છે. આ વાતની સાબિતી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે.

વીડિયોમાં દેખાયા અનુસાર, એલવીપી ગરબા ગ્રાઉન્ડ ગરબા ખેલૈયાઓથી ખીચોખીચ ભરેલું છે. દરમિયાન યુવાનો એકબીજા પર મુક્કા વરસાવી રહ્યા છે. આ મુક્કેબાજીને આસપાસના લોકો જોઇ રહ્યા છે. પરંતુ કોઇ છોડાવવાનો પ્રયત્ન નથી કરતું. તેવામાં લડાઇ ઓર તિવ્ર બને છે, અને જોરમાં મુક્કાઓ એકબીજા પર વરસાવવામાં આવી રહ્યા છે. દરમિયાન સિક્યોટીરીના બાઉન્સરોએ આવીને તમામને છુટ્ટા પાડ્યા હતા.

Advertisement

વીડિયોમાં આ ઘટના સમયે આસપાસમાં હાજર મહિલાઓ ભારે ડરી ગઇ હોવાના હાવભાવ તેમના મોઢા પર જોવા મળી રહ્યા છે. જો કે, આ પહેલી વખતની ઘટના નહીં હોવાનો ગણગણાટ ગરબા ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે.

Advertisement
Savli2 days ago

સાવલીમાં SMC ના દરોડા, રૂ. 39 લાખનો વિદેશી દારૂ જપ્ત, 19 વોન્ટેડ

Vadodara2 days ago

કારેલીબાગ સ્વિમીંગ પુલમાં મેઇન્ટેનન્સના નામે ‘મીંડું’, ડહોળું પાણી જોઇ સ્વિમર્સમાં રોષ

Vadodara3 days ago

અષાઢી બીજ ને 27 જૂને ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે, ઈસ્કોનમાં રથયાત્રાની તૈયારી શરૂ

Vadodara6 days ago

વડોદરામાં યોજાયેલા ભવ્ય રોડ શો બાદ નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર લખ્યું, ‘Thank You Vadodara!’

Vadodara6 days ago

સિંદૂર સન્માન યાત્રામાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Vadodara6 days ago

મોડી રાત્રે લોકો કારેલીબાગ અને છાણી વિજ કચેરી પહોંચતા ખાલી ખુરશીઓ મળી

Vadodara7 days ago

બહારથી ખરીદેલા છોલેમાંથી મરેલો ઉંદર નીકળ્યો, ગંભીર બેદરકારી ખુલી

Vadodara1 week ago

રિટાયર્ડ થવાના એક સપ્તાહ પહેલા આધેડે કંપનીમાં જીવન ટુંકાવ્યું

Vadodara10 months ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara10 months ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara10 months ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Padra10 months ago

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

Savli10 months ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

Padra1 year ago

પાદરા ચોક્સી બજારમાં બે બુરખાધારી મહિલાઓ ગ્રાહક બની ચોક્સીની દુકાનમાંથી દાગીના સેરવી ફરાર, એક મહિલા ઝડપાઇ

Vadodara3 months ago

ફાટીને ધુમાડે ગયેલા નગરસેવકો?: સાથી કોર્પોરેટરે ટોણો મારતા મહિલા સભાખંડની બહાર નીકળ્યા

Vadodara3 months ago

વગર વરસાદે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા અનોખો વિરોધ

Vadodara6 months ago

તળાવોના બ્યુટીફીકેશનમાં નડતરરૂપ દબાણોને નોટીસ ફટકારાશે

Vadodara10 months ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara10 months ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara10 months ago

મકરપુરા GIDCમાં વિજ થાંભલો નાંખતા સમયે બે કામદારોને કરંટ લાગતા ઇજાગ્રસ્ત

Vadodara10 months ago

વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં 40 લાખનું કૌભાંડ!, તપાસના આદેશ અપાયા

Vadodara11 months ago

વડોદરાના માંજલપુર શ્રેયસ સ્કૂલ પાસે એમ્બ્યુલન્સ ચાલકે વૃદ્ધ મોપેડ સવારને અડફેટે લઈને ગંભીર ઇજાઓ પહોંચાડી

Trending