Connect with us

Vadodara

ગાંધીના જયંતિએ LCBને સફળતા મળી: માંગલેજ પાસેથી અમદાવાદ લઇ જવાતો રૂપિયા 45 લાખનો દારૂ ઝડપાયો

Published

on

ગુજરાતમાં જેઓના કારણે દારૂબંધી છે તેવા મહાત્મા ગાંધીની જન્મ જયંતીની પૂર્વ રાત્રે અને 3 ઓક્ટોબરથી શરૂ થતા નવરાત્રી મહોત્સવના બે દિવસ પહેલા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે નેશનલ હાઇવે ઉપર માંગલેજ પાસેથી ટ્રકમાં લઇ જવાતો રૂપિયા 45, 45, 000 ની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દારૂનો ગોવાથી દારૂનો જથ્થો લઇને નીકળેલા ટ્રક ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ.  કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે,  આગામી શરૂ થઇલા નવરાત્રી મહોત્સવ અને તે બાદ આવી રહેલા તહેવારોને પગલે દારૂની હેરાફેરીને અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી. જેના ભાગરૂપે  ડીવાયએસપી આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા જિલ્લામાં ઘનિષ્ઠ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોડી રાત્રે નેશનલ હાઇવે ઉપર કરજણ માંગલેજ પાસેથી ટ્રકમાં લઇ જવાતો રૂપિયા 45,45,600 ની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

એલસીબી પીઆઇ કૃણાલ પટેલ વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ નેશનલ હાઇવે ઉપર કરજણ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે માંગલેજ  ટોલનાકા પાસે એક શંકાસ્પદ ટ્રક ઉભો રહ્યો છે. અને તેમાં દારૂનો જથ્થો હોવાનું લાગી રહ્યું છે. આ માહિતીના આધારે તુરતજ  પેટ્રોલિંગ કરી રહેલી ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાંથી દારૂ ભરેલી 947 પેટી મળી આવી હતી. પોલીસે મુદ્દામાલ સાથેની ટ્રક કબજે કરીને કરજણ પોલીસ મથકે લઇ ગઇ હતી. જ્યાં દારૂની પેટીઓમાંથી  ગણતરી કરતા 45,456 નંગ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સાથે ટ્રક ચાલક રાજેશ પરસોત્તમદાસની ધરપકડ કરી હતી. ટ્રક ચાલક મૂળ બિહારનો રહેવાસી હોવાનું અને હાલ અમદાવાદ વટવાના મહાલક્ષ્મી તળાવ પાસેનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે દારૂનો જથ્થો લઇને અમદાવાદ તરફ જઇ રહેલા રાજેશની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો ગોવાથી લાવવામાં આવ્યો છે. કરજણ માંગલેજ પાસે પહોંચ્યા બાદ દારૂનો જથ્થો મોકલનાર દુબે નામના વ્યક્તિએ ફોન કરવા જણાવ્યું હતું. દુબે જે જગ્યા બતાવી સરનામું આપે ત્યાં આ દારૂનો  જથ્થો પહોંચાડવાનો હતો.

આ બનાવ અંગે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભુપતભાઇએ કરજણ પોલીસ મથકમાં દારૂનો જથ્થો લાવનાર ટ્રક ચાલક રાજેશ પરસોત્તમદાસ અને દારૂ મોકલનાર દુબે નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે. કરજણ પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ટ્રક ચાલક રાજેશ પરસોત્તમદાસની ઘનિષ્ઠ પૂછપરછ દરમિયાન હજુ ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. મોડી રાત્રે કરજણ માંગલેજ પાસેથી દારૂનો જંગી જથ્થો ઝડપાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Continue Reading
Vadodara8 hours ago

વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગાંજાના 1.715 કિલોગ્રામ જથ્થા સાથે એક કુખ્યાત શખ્સની ધરપકડ

Vadodara10 hours ago

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: શિક્ષિકા બહાર જતાં જ 17 વર્ષના સગીર ભાઈએ રૂમ બંધ કરી 10 વર્ષની બાળકીની કરી છેડતી

Vadodara12 hours ago

વડોદરામાં જનતાનો રોષ સાતમા આસમાને પ્રિ-મોન્સુન કામગીરીની પોલ: પાલિકાએ “સાવધાન વડોદરા”ના બોર્ડ લગાવી સંતોષ માન્યો

Vadodara13 hours ago

તરસાલીમાં ઉગ્ર વિરોધ: મૂળભૂત સુવિધાઓના અભાવે 200 થી 300 રહેવાસીઓએ બિલ્ડરની ઓફિસનો કર્યો ઘેરાવ

Vadodara13 hours ago

વડોદરામાં અચાનક મોત: ગોરવા-સમતાની સોસાયટીમાં એકલા રહેતા વડીલનું જમ્યા બાદ શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ

Waghodia15 hours ago

વિકસિત ગુજરાતની વાસ્તવિકતા: વાઘોડિયાના ખોયા ગામમાં કાદવ-કીચડ અને ભરાયેલા પાણીમાંથી કાઢવી પડી અંતિમયાત્રા

Vadodara20 hours ago

શહેરના શરાબના નશામાં અકસ્માત કરતા નબીરાઓ પર ક્યારે લગામ લાગશે?,આજવા રોડ પર સર્જાયેલા અકસ્માતે વધુ સવાલો ઉભા કર્યા

International1 day ago

સતત બીજી ઘટના : યુક્રેનમાં ભારતીય જહાજ પર હુમલો: 2 નાવિકો સુરક્ષિત, 2 ગુમ નાગરિકોની શોધખોળ ચાલુ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara5 days ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi6 days ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara1 week ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara2 weeks ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor2 weeks ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara2 weeks ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara2 weeks ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra2 weeks ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Trending