Connect with us

Karjan-Shinor

માથાભારેનો આતંક, શ્રમિકોને મારી કંપનીમાં વાહન-મટીરીયલ ફૂંકી માર્યા

Published

on

  • શ્રમિકે જણાવ્યું કે, આપણી કંપનીમાં કામ કરતા ઉજાગરસિંગ અને શ્રમિક બાબુલ અંસારીને નબીહસન મુન્ના અંસારીએ ધક્કો મારીને પાડી દીધા

વડોદરાના કરજણ માં માથાભારે તત્વોના આતંકની ઘટના સામે આવી છે. બે માથાભારેએ કંપનીના શ્રમિકોને માર માર્યો હતો. તે બાદ તેમણે હાથમાં કારબા લઇ જઇને કંપનીમાં વાહનો અને મટીરીયલમાં આગ લગાવી દીધી હોવાનું સીસીટીવી પરથી જાણવા મળ્યું હતું. આખરે આ મામલે કરજણ પોલીસ મથક માં બે સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ કરજણ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી તેજ કરી દીધી છે.

કરજણ પોલીસ મથકમાં ચિરાગભાઇ પટેલએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ વર્ષ 2020 થી જ્યુપીટર ઇન્ડસ્ટ્રીઝ (મેન્યુફેક્ચરીંગ યુનિટ) ધરાવે છે. તેમની કંપની એગ્રીકલ્ચર વેસ્ટમાંથી બાયોકોલ બનાવે છે. 5, ફેબ્રુઆરીના રોજ કામ અર્થે તેઓ દહેજ ગયા હતા. દરમિયાન 6, ફેબ્રુઆરીએ રાત્રે દોઢ વાગ્યે તેમને દીવી ગામના ખેડુતનો ફોન આવ્યો હતો. અને જણાવ્યું કે, તમારી કંપનીમાં વાહનોમાં આગ લાગી છે. જેથી તેઓ દોડી આવ્યા હતા. સાથે જ તેમના પાર્ટનરોને જાણ કરવામાં આવતા તેઓ પણ તાત્કાલિક પહોંચ્યા હતા.

સ્થળ પર જઇને જોતા કંપનીમાં વાહનોમાં અને વેસ્ટ મટીરીયલમાં આગ લાગી હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયરના લાશ્કરો દોડી આવ્યા હતા. અને તેમણે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન કંપનીના શ્રમિકે જણાવ્યું કે, આપણી કંપનીમાં કામ કરતા ઉજાગરસિંગ અને શ્રમિક બાબુલ અંસારીને નબીહસન મુન્ના અંસારીએ ધક્કો મારીને નીચે પાડી દીધા હતા. અને તેની મદદગારીમાં અરમાન શેરમહંમદ અંસારીએ ગાળાગાળી કરી હતી.

બાદમાં ફરિયાદીએ કંપનીના સીસીટીવી જોતા હસન અંસારી અને અરમાન અંસારી પોતાના હાથમાં કારબા લઇને જતા દેખાયા હતા. અને આ આગ તેમણે લગાવી હોવાનું જાણવા મળ્યું હતું. આખરે નબીહસન મુન્ના અંસારી અને અરમાન શેરમહંમદ અંસારી (બંને રહે. બરૈલી) સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જે બાદ પોલીસે બંને સામે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.

Vadodara15 hours ago

વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા! વિઝાના બહાને લાખોની ઠગાઈ આચરનાર મહિલા આરોપી ઝડપાઈ

Gujarat15 hours ago

આંગણવાડી બહેનોનું સરકારને અલ્ટીમેટમ! બજેટમાં વેતન વધારો નહીં તો 12 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાલ

Vadodara17 hours ago

વડોદરા: “અમારા વિસ્તારમાં મદ્રેસા નહીં ચાલે!” ઉંડેરાના ૧૨૦૦ પરિવારોનો પોલીસ કમિશનરને ઘેરાવો

Vadodara19 hours ago

જંબુસરમાં પાલિકાની બેદરકારી! પાણીની લાઈન લીક થતા ખેતરો બન્યા તળાવ, તૈયાર પાક ખાક

Vadodara20 hours ago

વડોદરામાં ટાટા જેનોનમાં ગુપ્ત ટાંકીઓ બનાવી ગોવાથી લવાતો દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો.

Gujarat21 hours ago

સેવન્થ ડે સ્કૂલમાં ફરી લોહીયાળ જંગ! મોનિટર પર બ્લેડથી હુમલો, DEO એ ફટકારી નોટિસ

Business22 hours ago

બજારમાં ‘બ્લેક ફ્રાઈડે’! ચાંદીમાં ₹14,600નો ભયાનક કડાકો, સોનાના ભાવમાં પણ મોટું ગાબડું

Vadodara2 days ago

VMC ચૂંટણી ટાણે કામની ઉતાવળમાં તંત્રની બેદરકારી! વડોદરામાં 14 પૈડાની ટ્રક જમીનમાં ગરકાવ

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech4 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International1 year ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Vadodara2 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat2 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara3 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Vadodara3 months ago

વડોદરા નજીક બુલેટ ટ્રેન સાઇટે 9.5 ફૂટનો મગર ફસાયો, ક્રેઈનથી થયું રેસ્ક્યુ ઓપરેશન

National3 months ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Savli3 months ago

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Gujarat3 months ago

કાગળ પરની દારૂબંધી! અમદાવાદના પોશ વિસ્તારમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો

Trending