Connect with us

Karjan-Shinor

શિનોર: ₹75 લાખના બ્લેકમેલિંગ કાંડમાં પોલીસનો સપાટો; અત્યાર સુધીમાં 9 આરોપીઓ જેલના સળિયા પાછળ

Published

on

  • શિનોરના હરેશ પટેલ પાસેથી ₹75.75 લાખ પડાવનાર ટોળકી પર પોલીસની તવાઈ.
  • મુખ્ય આરોપી શૈલેશ વસાવા સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ; ₹28.68 લાખનો મુદ્દામાલ રિકવર.
  • મનીષા ઉર્ફે શાંતાબેન સહિતના ફરાર આરોપીઓની શોધખોળ તેજ; પોલીસનું સઘન ઓપરેશન.

શિનોર પંથકમાં ચકચાર જગાવનાર ₹75.75 લાખના બ્લેકમેલિંગ કેસમાં શિનોર પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ગત તારીખ 6 ફેબ્રુઆરી 2026ના રોજ ફરિયાદી હરેશ રણછોડ પટેલે 9 શખ્સો વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં આરોપીઓને દબોચી લીધા છે.

🧐તપાસની સફર અને સફળતા:

શરૂઆતમાં આ કેસની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. ડી.આર. ભાદરકા દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં અનવર મન્સૂરી અને સલીમ ઉર્ફે બતકની ધરપકડ કરી  રિકવર કરાયા હતા. ત્યારબાદ મુખ્ય આરોપી આશિક સિકંદર પઠાણની ધરપકડ બાદ રૂ. 14 લાખની રોકડ રિકવર થઈ હતી. તપાસ દરમિયાન અશફાક પઠાણનું નામ પણ સામે આવ્યું હતું.

તાજેતરમાં પી.આઈ. આર.આર. વસાવાએ તપાસનો ચાર્જ સંભાળતા જ તપાસને નવી ગતિ મળી છે. એલ.સી.બી. પોલીસની મદદથી મુખ્ય આરોપી શૈલેષ વસાવાને ઝડપી પાડવામાં સફળતા મળી છે. શૈલેષના રિમાન્ડ દરમિયાન પોલીસે રૂ. 2.13 લાખની રકમ, રૂ. 5 લાખની કાર, રૂ. 40 હજાર રોકડા અને રૂ. 3 લાખના ઘરેણાં સીઝ કર્યા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ રૂ. 28,68,000 નો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે.

👉નવા 5 આરોપીઓની ધરપકડ:

પોલીસે વધુ તપાસ દરમિયાન આકાશ વસાવા (મનીષાનો બનેવી), પ્રકાશ વસાવા (સહેલીનો પતિ), હરદીપસિંહ ધરીયા (મનીષાનો ભાઈ), નિશાબેન વસાવા (મનીષાની સહેલી) અને લક્ષ્મીબેન ઠાકોર પટેલ (મનીષાની માતા) ને પણ ઝડપી પાડી રૂ. 16,500 નો મુદ્દામાલ અને એક મોબાઈલ જપ્ત કર્યો છે.

🚨આગામી કાર્યવાહી:

જોકે, આ બ્લેકમેલિંગ કાંડની મુખ્ય આરોપી મનીષા ઉર્ફે શાંતાબેન હાલ ફરાર છે. આ ઉપરાંત આશિકના ભાઈ અહેમદ (જેણે 8 લાખ લીધા હતા), માલસર-માંડવા વચ્ચે રહેતા એક મહારાજ, એક ‘લંગડા’ તરીકે ઓળખાતો શખ્સ અને આશિકની અલ્ટો ગાડી સહિતના મુદ્દાઓ માટે પોલીસની શોધખોળ ચાલુ છે. શિનોર પોલીસે આ કેસમાં તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવા માટે કમર કસી છે.

Continue Reading
Vadodara2 hours ago

વડોદરા ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા: 38 લાખની છેતરપિંડી આચરીને ફરાર થયેલો આરોપી મધ્યપ્રદેશના મેઘનગરથી ઝડપાયો

Vadodara10 hours ago

સ્વચ્છ વડોદરા-હરિયાળું વડોદરા: ‘ક્લીનઅપ ઈન્ડિયા’ દ્વારા ગોરવા વિસ્તારમાં મેગા સ્વચ્છતા અભિયાન

Vadodara18 hours ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Savli2 days ago

સાવલી-ડેસર પંથકમાં ચકચાર: સોનાના ઘરેણા બનાવવા આપેલ લાખોનું સોનું ઓળવી જનાર સોની વેપારીની ધરપકડ

National2 days ago

‘કોકરોચ જનતા પાર્ટી’નું જંતર-મંતર પર મહા-આંદોલન; શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે બોલિવૂડ સેલેબ્સનું સમર્થન

Vadodara2 days ago

વડોદરા: માંજલપુર GIDC શાક માર્કેટ પાસે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર; પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

Vadodara2 days ago

વડોદરા: નારેશ્વરમાં રેતી માફિયાઓનો આતંક યથાવત! ડમ્પરે ઝાડ તોડતા; ગ્રામજનોનો પોલીસ સાથે ઘર્ષણ

Vadodara3 days ago

વડોદરા: મકરપુરા વિસ્તારમાં વિદેશી દારૂના વેચાણ પર પોલીસનો સપાટો; બે શખ્સો ઝડપાયા, ચાર વોન્ટેડ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara18 hours ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara1 week ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara1 week ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia2 weeks ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli3 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara4 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara1 month ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra1 month ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Trending