Connect with us

Karjan-Shinor

વડોદરા કોઠાવના RSS ના જિલ્લા કાર્યવાહકે ખેતરમાં 240 વોલ્ટ વીજ પ્રવાહની તારની વાડ બનાવી ખેડૂત સાળા – બનેવીનો ભોગ લીધો

Published

on

અકસ્માત કે માનવવધ?

જિલ્લાના કોઠાવ ગામની સીમમાં ખેતરમાં ગયેલા સાળા-બનેવીને તેઓના નજીકના ખેતરોમાં પશુઓ ભેલાણ ન કરે તે માટે લગાવવામાં આવેલ 240 વોલ્ટના ઝાટકા તારનો વીજ પ્રવાહનો કરંટ લાગતા મોત નીપજતા સનસનાટી મચી ગઇ છે. નોંધનીય છે કે ખેતરોમાં પશુઓને રોકવા માટે ઝાટકા તારમાં સામાન્ય વીજ પ્રવાહ છોડવામાં આવતો હોય છે. પરંતુ RSSના વડોદરા જિલ્લા કાર્યવાહક અને ખેતર માલિક દ્વારા 240 વોલ્ટનો ઝાટકા વીજ પ્રવાહના તાર લગાવવામાં આવ્યા હતા. ઝાટકા વીજ પ્રવાહના કારણે મોતને ભેટેલા સાળા – બનેવીને શોધવા માટે ખાનગી ડ્રોન નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કરજણ પંથકમાં ચકચાર જગાવનાર આ ઘટના અંગે કરજણ પોલીસે ખેતર માલિક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

કરજણ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ખેડા જિલ્લાના મહુધા ગામના વતની અને હાલ કોઠાવ ગામમાં પત્ની નાથીબેન અને માતા સાથે રહેતા વિજયભાઇ રતિલાલ પટેલ અને વેમાર ગામે રહેતા તેમના પિતરાઇ સાળા ચંદ્રકાન્ત સુરેશભાઇ વસાવા સાથે તારીખ 14 ના રોજ રાત્રે ખેતરમાં વાવણી કરેલ ઘઉંમાં પાણી લેવાનું હોવાથી મોટરસાયકલ ઉપર ગયા હતા.

દરમિયાન તેઓના ખેતર નજીક આવેલા કોઠાવ ગામના રહેવાસી અને RSSના જિલ્લા કાર્યવાહક સંજયભાઇ નગીનભાઇ પટેલે પોતાના ખેતરમાં પશુઓ ઘૂસી ન જાય અને પાકનું ભેલાણ ન કરે તે માટે સામાન્ય રીતે ઝાટકા મારતો વીજ પ્રવાહના તાર લગાવવાના બદલે તેઓએ 240 વોલ્ટ વીજ પ્રવાહ વાળો ઝાટકા તારની ફેન્સીંગ કરેલી હોઇ, વિજયભાઈ પટેલ અને તેમનો સાળો ચંદ્રકાંત વસાવા ઝટકા તારને અડી જતા મોતને ભેટ્યા હતા.

પતિ વિજય અને પિતરાઈ ભાઇ ચંદ્રકાંત વસાવા વહેલી સવાર સુધી ઘરે પરત ન ફરતા વિજયભાઈની પત્ની નાથીબેન પટેલે ગામમાં રહેતા તેમજ ખેતર માલિક ઠાકોરભાઈ વિઠ્ઠલભાઈ પટેલને જાણ કરી હતી. તે સાથે તેમના ચોટીલા ખાતે ખેતી કરતા દિયર વિનોદભાઈ રતિલાલ પટેલને જાણ કરતા તેઓ તેમની પત્ની સાથે દોડી આવ્યા હતા અને ખેતરમાં ગુમ થયેલા ભાઈ અને તેમના સાળાની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેઓ મળી આવ્યા ન હતા. જો કે તેમની મોટરસાયકલ નજીકના એક ખેતર પાસેના કુવા પાસે મળી આવી હતી.

મોટા ભાઈ વિજય પટેલ અને તેમનો સાળો ચંદ્રકાંત વસાવા મળી ન આવતા ખાનગી ડ્રોનની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન કોઠાવ ગામમાં રહેતા અને આરએસએસ સાથે સંકળાયેલા સંજયભાઈ નગીનભાઈ પટેલના ખેતર પાસેથી બંનેના મૃતદેહ જણાઈ આવતા તેઓએ ગામના અગ્રણીઓ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને બંને મૃતદેહોની ઓળખ કરી હતી. બંનેના મૃતદેહ નીચે વીજ તાર જોવા મળ્યો હતો.

દરમિયાન વિનોદભાઈ પટેલે આ બનાવ અંગેની જાણ કરજણ પોલીસને કરતા કરજણ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેઓનું ઝાટકા વીજ તારનો કરંટ લાગવાથી મોત નિપજ્યું હોવાનું જણાય આવતા પોલીસે MGVCL ની મદદ લીધી હતી. MGVCL ની ટીમ તુરતજ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને તપાસ કરતા સંજયભાઈ પટેલે ખેતરમાં પશુઓ ન જાય તે માટે લગાવેલા તાર ઉપરનો વીજ પ્રવાહ તપાસતા 240 વોલ્ટનો બીજ પ્રવાહ તારમાં છોડ્યો હોવાનું જણાય આવ્યું હતું.

દરમિયાન પોલીસે સાળા – બનેવીના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અને બીજી બાજુ વિનોદભાઈ રતિલાલ પટેલની ફરિયાદના આધારે ખેતર માલિક અની RSS ના જિલ્લા કાર્યવાહક સંજયભાઈ નગીનભાઈ પટેલ સામે જાણી બુજિને 240 વોલ્ટનો ઝટકા વીજ પ્રવાહ છોડવામાં આવ્યો હોવાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ઝાટકા વીજ કરંટથી મોતને ભેટેલા વિજયભાઈ પટેલના પિતા રતિલાલ પટેલે સમાજમાં છોકરીઓ મળતી ન હોવાના કારણે મીઠી ગામમાં રહેતા અંબાલાલ વસાવાની દીકરી ઇન્દિરાબેન સાથે વર્ષો પૂર્વે લગ્ન કર્યા હતા. જેમાં તેમને બે સંતાનો છે. જેમાં મોટો વિજય પટેલ અને નાનો વિનોદ પટેલ છે. વર્ષ 2008 માં પિતા રતિલાલ પટેલનું અવસાન થયા બાદ બંને પુત્રો વિજય અને વિનય માતા સાથે સીમડી ગામમાં મામાના ઘરે રહેવા ગયા હતા.

દરમિયાન વિજયભાઈનું લગ્ન વેમાર ગામમાં રહેતા મગનભાઈ વસાવાની દીકરી નાથીબેન સાથે કર્યા હતા‌ તેઓને સંતાનમાં બે પુત્રો વિશ્વાસ અને યુવરાજ તેમજ છાયા નામની દીકરી છે. વિજયભાઈનું ઝાટકા વીજ પ્રવાહના કારણે મોત નીપજતા બાળકોને પિતાની છત્રછાયા ગુમાવવાનો વખત આવ્યો છે. આ બનાવે પંથકમાં ભારે ચકચાર જગાવી મૂકી છે.

Continue Reading
Gujarat2 hours ago

હવામાન વિભાગની આગાહી: આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી

Vadodara16 hours ago

વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગાંજાના 1.715 કિલોગ્રામ જથ્થા સાથે એક કુખ્યાત શખ્સની ધરપકડ

Vadodara18 hours ago

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: શિક્ષિકા બહાર જતાં જ 17 વર્ષના સગીર ભાઈએ રૂમ બંધ કરી 10 વર્ષની બાળકીની કરી છેડતી

Vadodara20 hours ago

વડોદરામાં જનતાનો રોષ સાતમા આસમાને પ્રિ-મોન્સુન કામગીરીની પોલ: પાલિકાએ “સાવધાન વડોદરા”ના બોર્ડ લગાવી સંતોષ માન્યો

Vadodara21 hours ago

તરસાલીમાં ઉગ્ર વિરોધ: મૂળભૂત સુવિધાઓના અભાવે 200 થી 300 રહેવાસીઓએ બિલ્ડરની ઓફિસનો કર્યો ઘેરાવ

Vadodara21 hours ago

વડોદરામાં અચાનક મોત: ગોરવા-સમતાની સોસાયટીમાં એકલા રહેતા વડીલનું જમ્યા બાદ શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ

Waghodia23 hours ago

વિકસિત ગુજરાતની વાસ્તવિકતા: વાઘોડિયાના ખોયા ગામમાં કાદવ-કીચડ અને ભરાયેલા પાણીમાંથી કાઢવી પડી અંતિમયાત્રા

Vadodara1 day ago

શહેરના શરાબના નશામાં અકસ્માત કરતા નબીરાઓ પર ક્યારે લગામ લાગશે?,આજવા રોડ પર સર્જાયેલા અકસ્માતે વધુ સવાલો ઉભા કર્યા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara5 days ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi6 days ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara2 weeks ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara2 weeks ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor2 weeks ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara2 weeks ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara2 weeks ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra2 weeks ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Trending