Connect with us

Savli

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Published

on

વડોદરામાં ડુપ્લીકેટ નોટોના ‘કાળા કારોબાર’ પર LCBની સર્જિકલ સ્ટ્રાઈક.

  • સાવલીના આસોજ ગામમાં ચાલતું હતું હૂબહૂ ₹500ની નોટો છાપવાનું મશીન.
  • એકાંત મકાનમાં રાત-દિવસ ચાલતું હતું છાપખાનું; બે મુખ્ય સૂત્રધારો ઝડપાયા.
  • કલર પ્રિન્ટર, ખાસ કાગળ અને શાહી સહિતનો લાખોનો મુદ્દામાલ જપ્ત.
https://www.instagram.com/reel/DVH59jrDAaG/?igsh=MW8yMWNqcmdmcmlwaQ==

વડોદરાના સાવલી તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પોલીસની નજરથી બચવા માટે શાંત ગામડાના એકાંત મકાનમાં બેસીને કેટલાક શખ્સો અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનું મોટું કાવતરું ઘડી રહ્યા હતા. પરંતુ, વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ આ આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

ઘટના છે સાવલીના આસોજ ગામની. અહીંના એક મકાનમાં પાછલા કેટલાક સમયથી શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની બાતમી LCBની ટીમને મળી હતી. બાતમીના આધારે પોલીસે જ્યારે આ મકાન પર ત્રાટકી, ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને અધિકારીઓ પણ દંગ રહી ગયા. મકાનની અંદર કોઈ ફેક્ટરીની જેમ ₹500ના દરની હૂબહૂ નકલી નોટો છાપવામાં આવી રહી હતી.

🚨પોલીસે તપાસ દરમિયાન ત્યાંથી:

  • અત્યાધુનિક કલર પ્રિન્ટર્સ,
  • નકલી નોટો માટે વપરાતો ખાસ પ્રકારનો કાગળ,
  • વિશેષ શાહી (Ink),
  • અને મોટી સંખ્યામાં તૈયાર કરાયેલી ₹500ની નકલી નોટો જપ્ત કરી છે.

🧐આરોપીઓની વિગત

આ રેકેટમાં પોલીસે બે મુખ્ય આરોપીઓ, નરેન્દ્ર પાલ અને હેમંત જાગીરને રંગેહાથ ઝડપી પાડ્યા છે. નવાઈની વાત એ છે કે, આ આરોપીઓએ પોલીસથી બચવા માટે આસોજ ગામના સીમ વિસ્તારમાં એક શાંત મકાન ભાડે રાખ્યું હતું. જોકે, પોલીસ હવે એ તપાસી રહી છે કે આ મકાનનો ભાડા કરાર કેમ કરવામાં આવ્યો નહોતો? હાલમાં મકાનમાલિક મુકેશ અને જયેશ પટેલની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

LCB હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે અત્યાર સુધીમાં આ ટોળકીએ કેટલી નકલી નોટો બજારમાં વટાવી દીધી છે? શું આની પાછળ કોઈ મોટું આંતરરાજ્ય નેટવર્ક કામ કરી રહ્યું છે? પોલીસને શંકા છે કે આ કૌભાંડમાં હજુ પણ અન્ય કેટલાક શખ્સોની સંડોવણી હોઈ શકે છે, જેને લઈને આગામી દિવસોમાં વધુ ધરપકડ થવાની શક્યતા છે.

​નકલી નોટોનો આ કારોબાર દેશના અર્થતંત્ર માટે મોટું જોખમ છે, ત્યારે વડોદરા LCBની આ કામગીરી પ્રશંસનીય છે. જો તમારી આસપાસ પણ આવી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ થતી હોય, તો તાત્કાલિક પોલીસને જાણ કરો.

Savli6 hours ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Savli20 hours ago

સરસ્વતીનું ધામ કે દારૂનો અડ્ડો? સાવલીમાં નશાખોર પ્રિન્સિપાલના કારણે ગ્રામજનોનો તોફાની વિરોધ.

Vadodara22 hours ago

વિકાસ ‘ઓગળ્યો’! વડોદરામાં સામાન્ય તાપમાન વધતા જ નવા રોડની હાલત કફોડી.

International23 hours ago

ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધના ભણકારા! તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે નાગરિકોને કહ્યું- ‘વહેલી તકે ભારત પરત ફરો’

Vadodara24 hours ago

સ્માર્ટ સિટી કે સમસ્યા સિટી? મકરપુરામાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણથી રસ્તાઓ જળબંબાકાર, તંત્ર ઉંઘમાં.

Vadodara1 day ago

કાળ બનીને આવેલી અજાણી કારે બાઈકને ઉડાવ્યું: એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત, અન્ય એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Gujarat1 day ago

આંસુ અને આક્રોશ વચ્ચે ડિમોલિશન: વર્ષો જૂના આશરા છીનવાતા પરિવારો રઝળી પડ્યા, રાજકોટમાં કલમ-163 લાગુ.

Gujarat1 day ago

ગુજરાતમાં કમોસમી વરસાદ અને બદલાતું હવામાન સુરત, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Savli6 hours ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara1 week ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara2 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara3 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Vadodara3 months ago

વડોદરા નજીક બુલેટ ટ્રેન સાઇટે 9.5 ફૂટનો મગર ફસાયો, ક્રેઈનથી થયું રેસ્ક્યુ ઓપરેશન

National4 months ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Trending