Connect with us

Vadodara

ચાલુ વરસાદે ડિવાઇડરનું રંગરોગાન કરી પૈસાનો વેડફાટ

Published

on

  • ક્યારેક ચાલુ વરસાદે રોડ પર કાર્પેટીંગ, તો ક્યારેક પેવર બ્લોક પર જ ડામર પાથરીનું તેનું કાર્પેટીંગ કરી દેવામાં આવે છે



વડોદરા માં ચાલુ વરસાદે રોડ-રસ્તા પર કાર્પેટીંગ કરીને લોકોના નાણાંનો વેડફાટ કરવાનું હવે જુનું થયું. હવે પાલિકાના સ્માર્ટ કોન્ટ્રાક્ટરો દ્વારા ચાલુ વરસાદે ડિવાઇડરને રંગરોગાન કરવામાં આવ્યું હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. શહેરના સમા વિસ્તારમાં આ ઘટના સામાજિક કાર્યકર જિતેન્દ્ર સોલંકીએ ઉજાગર કરી છે. આ મામલે સામે આવતા જ સુપરવાઇઝરને જવાબ આપવામાં ફાંફાં પડી ગયા હતા. અને આખરે કામગીરી રોકવામાં આવી હતી.



વડોદરાના પાલિકા તંત્રના સ્માર્ટ કોન્ટ્રાક્ટરોનું ભોપાળું અવાર-નવાર સામે આવતું રહે છે. ક્યારેક ચાલુ વરસાદે રોડ પર કાર્પેટીંગનું કામ કરતા તેઓ નજરે પડે છે, તો ક્યારેક તો પેવર બ્લોક પર જ ડામર પાથરીનું તેનું કાર્પેટીંગ કરી દેવામાં આવે છે. આ બધી ઘટનાઓ સામે આવ્યા બાદ પણ તંત્ર કોન્ટ્રાક્ટરોની કામગીરીમાં કોઇ દેખરેખ રાખી નથી રહ્યું. આવી જ વધુ એક ઘટના આજે સામે આવવા પામી છે. છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં વરસાદી માહોલ છે, તેવામાં પાલિકાના સ્માર્ટ કોન્ટ્રાક્ટર દ્વારા ડિવાઇડરને કાળા અને પીળા પટ્ટાઓ મારવાનું કામ ચાલુ રાખવામાં આવ્યું હોવાનું ધ્યાને આવ્યું છે.


આ મામલો સામાજિક કાર્યકર જિતેન્દ્ર સોલંકીએ ઉજાગર કર્યો છે. પાલિકાના વહીવટી વોર્ડ નં – 2 માં આવતા સમા વિસ્તારમાં આજે ચાલુ વરસાદે ડિવાઇડરનું રંગરોગાન કરવામાં આવતું હોવાનું જોવા મળતા તેઓ પહોંચ્યા છે. અને તેમણે સુપરવાઇઝરને શોધીને આ રીતે લોકોના નાણાંના વેડફાટ અંગે અણિયારા સવાલો પુછ્યા હતા. જેનો જવાબ આપવામાં તેને ફાંફાંસ પડી ગયા હતા. આશરે એક કિમી જેટલો ડિવાઇડરનો પટ્ટો વરસાદમાં રંગી કાઢવામાં આવ્યો હોવાનો આરોપ તેમના દ્વારા મુકવામાં આવ્યો છે.

સામાજિક કાર્યકર જિતેન્દ્ર સોલંકીએ એક પછી એક સવાલો પુછતા સુપરવાઇઝરને જવાબ આપવામાં ફાંફાં પડી ગયા હતા. અને આખરે કામ બંધ કરાવીને લોકોના નાણાંનો વેડફાટ તેમણે અટકાવ્યો હતો.

Continue Reading
Vadodara1 hour ago

વડોદરા ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા: 38 લાખની છેતરપિંડી આચરીને ફરાર થયેલો આરોપી મધ્યપ્રદેશના મેઘનગરથી ઝડપાયો

Vadodara9 hours ago

સ્વચ્છ વડોદરા-હરિયાળું વડોદરા: ‘ક્લીનઅપ ઈન્ડિયા’ દ્વારા ગોરવા વિસ્તારમાં મેગા સ્વચ્છતા અભિયાન

Vadodara17 hours ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Savli2 days ago

સાવલી-ડેસર પંથકમાં ચકચાર: સોનાના ઘરેણા બનાવવા આપેલ લાખોનું સોનું ઓળવી જનાર સોની વેપારીની ધરપકડ

National2 days ago

‘કોકરોચ જનતા પાર્ટી’નું જંતર-મંતર પર મહા-આંદોલન; શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે બોલિવૂડ સેલેબ્સનું સમર્થન

Vadodara2 days ago

વડોદરા: માંજલપુર GIDC શાક માર્કેટ પાસે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર; પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

Vadodara2 days ago

વડોદરા: નારેશ્વરમાં રેતી માફિયાઓનો આતંક યથાવત! ડમ્પરે ઝાડ તોડતા; ગ્રામજનોનો પોલીસ સાથે ઘર્ષણ

Vadodara2 days ago

વડોદરા: મકરપુરા વિસ્તારમાં વિદેશી દારૂના વેચાણ પર પોલીસનો સપાટો; બે શખ્સો ઝડપાયા, ચાર વોન્ટેડ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara17 hours ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara1 week ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara1 week ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia2 weeks ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli3 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara4 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara1 month ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra1 month ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Trending