Connect with us

Vadodara

નવયુગ વિદ્યાલયમાં દીપક શાસ્ત્રીએ હનુમાનજીનો વેશ ધારણ કરી મતદાનનો પ્રારંભ કરાવ્યો

Published

on



હીટ વેવની પરિસ્થિતિ વચ્ચે આજે સવારે 7:00 વાગ્યાથી લોકસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ ગયું છે. ત્યારે સવારથી જ કેટલાક મતદાન મથકો પર લાંબી કતાર જોવા મળતી હતી.

વડોદરાના ફતેગંજ નવયુગ સ્કૂલના મતદાન મથક પર સૌથી પહેલું મતદાન રામભક્ત હનુમાન બનીને આવેલા દીપક શાસ્ત્રીએ મંત્રોચ્ચાર કરી મતદાનનો પ્રારંભ કરાવ્યો હતો.

લોકસભાની વડોદરા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. વડોદરા શહેર જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસના જવાનો તહેનાત કરી દેવામાં આવ્યા છે.

લોકસભાની વડોદરા બેઠકની સાત વિધાનસભા મતવિસ્તારમાં આજે સવારથી જ અનેક મતદાન મથકો પર મતદારોની લાંબી કતાર જોવા મળતી હતી વહેલી સવારે ઉષ્મા ભર્યા વાતાવરણમાં મતદાન કરવા મતદારો નીકળી પડ્યા હતા. વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી એ હરણી સ્થિત હનુમાનજીના મંદિર ખાતે પૂજા અર્ચના કર્યા બાદ વેમાલી સ્થિત મતદાન મથક પર તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું.

ફતેગંજ નવયુગ સ્કૂલના મતદાન મથક પર સવારે 7:00 વાગે દીપક શાસ્ત્રી નામના મતદારે રામભક્ત હનુમાનની વેશભૂષા કરીને મતદાન કરવા આવતા મતદારોમાં આકર્ષણ જમાવ્યું હતું. દિપક શાસ્ત્રીએ મતદાન મથકમાં મતદાન કરતા પૂર્વે મંત્રોચ્ચાર કરી મતદાનનો પ્રારંભ કરાવ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, 500 વર્ષ બાદ રામ મંદિરની સ્થાપના થઈ છે જે હિન્દુ સમાજ માટે ગૌરવની વાત છે અને તેનો યશ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે. આજે શાંતિપૂર્ણ રીતે મતદાનનો મહાપર્વ પૂર્ણ થાય તેને ધ્યાનમાં રાખી ગઈ કાલે યજ્ઞ કરવામાં આવ્યો હતો.

Continue Reading
Vadodara7 hours ago

દુબઈથી ચાલતા ઓનલાઇન જુગારના રેકેટનો વડોદરા તાલુકા પોલીસે કર્યો પર્દાફાશ, 16 મોબાઈલ સાથે 5 શખ્સો જેલ ભેગા

Vadodara8 hours ago

વડોદરા: તબીબને હનીટ્રેપમાં ફસાવી ₹6.10 લાખ પડાવનાર ટોળકી હજુ પણ ફરાર,પોલીસની તપાસ તેજ

Vadodara20 hours ago

વડોદરા: કરચિયા રેલવે યાર્ડમાં ફરજ દરમિયાન કર્મચારીને જોરદાર કરંટ લાગ્યો, ગૌતમ સોલંકીની હાલત અતિ નાજુક

International1 day ago

વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈઝરાયેલનો ઈરાનના નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ પર ભીષણ હુમલો, ભયંકર તબાહી

Savli2 days ago

સાવલી: મોટાપુરા ગામે ખેતરમાં પાણીની નેટમાં ફસાયો મગર, “લાઇફ વિથ વાઇલ્ડલાઇફ” ટીમે કર્યું સફળ રેસ્ક્યુ

Vadodara2 days ago

વડોદરા: વિશ્વામિત્રીમાં ગેબિયન વોલની કામગીરી વિવાદમાં, નદીમાં JCB ઉતારતા જળચર જીવોના અસ્તિત્વ સામે ખતરો

Vadodara2 days ago

વડોદરા: બર્થ સર્ટિફિકેટ કઢાવવા ગયેલી મહિલા પર રેપ, VMCના કોન્ટ્રાક્ટ કર્મચારીએ લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ

Vadodara2 days ago

વડોદરા: સયાજી હોસ્પિટલમાં કરુણ ઘટના, ખેંચ આવતા મોઢામાં મુકેલો સિક્કો ગળામાં ફસાતા મધ્યપ્રદેશની મહિલાનું મોત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

વડોદરા: સુસેન રોડ પર કોર્પોરેશનનું ‘વન ડે વન રોડ’ અભિયાન, નોટિસ વિનાની કાર્યવાહીથી વેપારીઓ લાલઘૂમ.

Vadodara4 days ago

વડોદરા: તુલસીવાડીમાં યુવક પર તલવાર-ગુપ્તીથી હુમલો, હોસ્પિટલમાં પણ હુમલાખોરનો આતંક!

Vadodara5 days ago

વડોદરા: ‘કાગળ પર સ્ટોક પૂરતો, પણ બજારમાં અછત’, ગેસ માટે વેપારીઓ અને સેવાભાવી સંસ્થાઓ મજબૂર

Vadodara7 days ago

વડોદરાના નાગરવાડામાં ટ્રિપલ અકસ્માત: નશામાં ધૂત રિક્ષા ચાલકે પિતા-પુત્રને ઉડાવ્યા.

Vadodara7 days ago

ગલીએ-ગલીએ ‘નવા ડોન’નો ઉદય: મકરપુરા અને બરોડા ડેરી પાસે મારામારીના દ્રશ્યોથી ભયનો માહોલ.

Vadodara7 days ago

વડોદરામાં ખાખી પર હુમલો: કારેલીબાગમાં ઝઘડો શાંત કરાવવા ગયેલી પોલીસ પર હિંસક હુમલો.

Vadodara1 week ago

વડોદરામાં ઘરકંકાસે લીધો પત્નીનો જીવ! બરાનપુરામાં પતિએ જ કરી પત્નીની ઘાતકી હત્યા.

Vadodara1 week ago

તેરી ભારત સરકાર કી…**** ભારત સરકાર લખેલી કારના ચાલકને અસામાજિક તત્વોએ ઢોર માર માર્યો

Trending