Vadodara

નવયુગ વિદ્યાલયમાં દીપક શાસ્ત્રીએ હનુમાનજીનો વેશ ધારણ કરી મતદાનનો પ્રારંભ કરાવ્યો

Published

on



હીટ વેવની પરિસ્થિતિ વચ્ચે આજે સવારે 7:00 વાગ્યાથી લોકસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ ગયું છે. ત્યારે સવારથી જ કેટલાક મતદાન મથકો પર લાંબી કતાર જોવા મળતી હતી.

Advertisement

વડોદરાના ફતેગંજ નવયુગ સ્કૂલના મતદાન મથક પર સૌથી પહેલું મતદાન રામભક્ત હનુમાન બનીને આવેલા દીપક શાસ્ત્રીએ મંત્રોચ્ચાર કરી મતદાનનો પ્રારંભ કરાવ્યો હતો.

Advertisement

લોકસભાની વડોદરા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. વડોદરા શહેર જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસના જવાનો તહેનાત કરી દેવામાં આવ્યા છે.

લોકસભાની વડોદરા બેઠકની સાત વિધાનસભા મતવિસ્તારમાં આજે સવારથી જ અનેક મતદાન મથકો પર મતદારોની લાંબી કતાર જોવા મળતી હતી વહેલી સવારે ઉષ્મા ભર્યા વાતાવરણમાં મતદાન કરવા મતદારો નીકળી પડ્યા હતા. વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર હેમાંગ જોશી એ હરણી સ્થિત હનુમાનજીના મંદિર ખાતે પૂજા અર્ચના કર્યા બાદ વેમાલી સ્થિત મતદાન મથક પર તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું.

Advertisement

ફતેગંજ નવયુગ સ્કૂલના મતદાન મથક પર સવારે 7:00 વાગે દીપક શાસ્ત્રી નામના મતદારે રામભક્ત હનુમાનની વેશભૂષા કરીને મતદાન કરવા આવતા મતદારોમાં આકર્ષણ જમાવ્યું હતું. દિપક શાસ્ત્રીએ મતદાન મથકમાં મતદાન કરતા પૂર્વે મંત્રોચ્ચાર કરી મતદાનનો પ્રારંભ કરાવ્યો હતો.

Advertisement

તેમણે જણાવ્યું હતું કે, 500 વર્ષ બાદ રામ મંદિરની સ્થાપના થઈ છે જે હિન્દુ સમાજ માટે ગૌરવની વાત છે અને તેનો યશ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે. આજે શાંતિપૂર્ણ રીતે મતદાનનો મહાપર્વ પૂર્ણ થાય તેને ધ્યાનમાં રાખી ગઈ કાલે યજ્ઞ કરવામાં આવ્યો હતો.

Advertisement

Trending

Exit mobile version