Connect with us

Vadodara

વડોદરામાં કાળજું કંપાવતો આપઘાત: 19 વર્ષના કિરણે મોત પહેલા બનાવ્યો વીડિયો; લખ્યું – ‘હું ભૂતની જેમ જીવું છું’.

Published

on

  • આજવા રોડ પર ચકચાર: ચામુંડા નગરમાં 19 વર્ષના કિરણ મકવાણાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.
  • હૃદયદ્રાવક અંતિમ શબ્દો: “મમ્મી-પપ્પા, અંદરથી મારું શરીર તૂટે છે, હું ભૂતની જેમ જીવી રહ્યો છું” – વીડિયોમાં કિરણની દર્દનાક વ્યથા.
  • નાના ભાઈને શિખામણ: ધોરણ 12માં ભણતા ભાઈને કહ્યું – “મેં શોર્ટકટ લેવામાં ભૂલો કરી, તું મમ્મી-પપ્પાને સાચવજે અને ખુશી આપજે.”
  • બહેનને મોકલ્યા વીડિયો: માનેલી બહેનને આપઘાત પૂર્વે 3 વીડિયો મોકલ્યા; બાપોદ પોલીસે તપાસ હાથ ધરી.

વડોદરા: વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાંથી એક અત્યંત કરુણ અને આંખમાં આંસુ લાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. અભ્યાસમાં નિષ્ફળતા અને માનસિક વ્યથાના કારણે 19 વર્ષના એક પોલિટેક્નિકના વિદ્યાર્થીએ પોતાના જ ઘરના ત્રીજા માળે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. યુવકે મોતના મુખમાં જતા પહેલા 6 પાનાની સ્યુસાઇડ નોટ અને એક લાંબો વીડિયો મેસેજ છોડ્યો છે, જે તેના પરિવાર માટે આજીવન ન રૂઝાય તેવું ઝખમ આપી ગયો છે.

🧐કુરિયર બોયના ફોનથી ખુલી ઘટના:

મળતી માહિતી મુજબ, આજવા રોડ પર આવેલા ચામુંડા નગર-2 માં રહેતો 19 વર્ષીય કિરણ મકવાણા પોલિટેક્નિકના પ્રથમ વર્ષના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. શનિવારે બપોરે તે જમીને ઘરના ત્રીજા માળે ગયો હતો. સાંજે પાંચ વાગ્યે કિરણનું એક પાર્સલ આવ્યું હોવાથી કુરિયર બોય તેને સતત ફોન કરતો હતો, પરંતુ કિરણે ફોન ન ઉપાડતા તેની માતા ત્રીજા માળે તપાસ કરવા ગયા હતા. જ્યાં કિરણ હૂક પર દોરી વડે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

😔અંતિમ વીડિયોમાં ઠાલવ્યું દર્દ:

કિરણે આત્મહત્યા કરતા પહેલા પોતાની માનેલી બહેનને ૩ વીડિયો મોકલ્યા હતા. વીડિયોમાં કિરણે ભાવુક થઈને કહ્યું કે, “મેં તને બહુ હેરાન કરી છે, મારી ભૂલના કારણે આપણે દૂર થવું પડ્યું. તારા જેવી બેસ્ટ બહેન ક્યારેય નહીં મળે.”

સાથે જ માતા-પિતાની માફી માંગતા તેણે કહ્યું કે, “સોરી મમ્મી-પપ્પા, હું અંદરથી મરી ગયો છું, મારું આખું શરીર તૂટે છે. મને લાગે છે કે હું ભૂતની જેમ જીવું છું.” કિરણે પોતાના નાના ભાઈ દેવને પણ સલાહ આપી હતી કે, “મેં શોર્ટકટ લેવામાં દરેક નિર્ણયો ખોટા લીધા અને કોલેજમાં નાપાસ થયો. તું મમ્મી-પપ્પા સામે ક્યારેય બોલતો નહીં અને તેમને દુનિયાની બધી ખુશી આપજે.”

👮પોલીસ તપાસ શરૂ:

ઘટનાની જાણ થતાં જ બાપોદ પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કિરણનો મોબાઈલ અને 6 પાનાની અંતિમ ચિઠ્ઠી કબજે કરી છે. કિરણે આત્મહત્યા પહેલાં માનેલી બહેનને મોકલેલા 8 મિનિટ, 1 મિનિટ અને 35 સેકન્ડના વીડિયોને પોલીસે ટેકનિકલ એનાલિસિસ માટે મોકલી આપી આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.

🫵ભણતરના સ્ટ્રેસ અને ખોટા નિર્ણયોના કારણે વધુ એક આશાસ્પદ યુવાને પોતાની જિંદગી ટૂંકાવી દીધી છે, જે લાલબત્તી સમાન કિસ્સો છે. બાપોદ પોલીસ હાલ આ મામલે ઊંડી તપાસ ચલાવી રહી છે.

Continue Reading
Vadodara26 minutes ago

વડોદરામાં જનતાનો રોષ સાતમા આસમાને પ્રિ-મોન્સુન કામગીરીની પોલ: પાલિકાએ “સાવધાન વડોદરા”ના બોર્ડ લગાવી સંતોષ માન્યો

Vadodara1 hour ago

તરસાલીમાં ઉગ્ર વિરોધ: મૂળભૂત સુવિધાઓના અભાવે 200 થી 300 રહેવાસીઓએ બિલ્ડરની ઓફિસનો કર્યો ઘેરાવ

Vadodara2 hours ago

વડોદરામાં અચાનક મોત: ગોરવા-સમતાની સોસાયટીમાં એકલા રહેતા વડીલનું જમ્યા બાદ શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ

Waghodia4 hours ago

વિકસિત ગુજરાતની વાસ્તવિકતા: વાઘોડિયાના ખોયા ગામમાં કાદવ-કીચડ અને ભરાયેલા પાણીમાંથી કાઢવી પડી અંતિમયાત્રા

Vadodara8 hours ago

શહેરના શરાબના નશામાં અકસ્માત કરતા નબીરાઓ પર ક્યારે લગામ લાગશે?,આજવા રોડ પર સર્જાયેલા અકસ્માતે વધુ સવાલો ઉભા કર્યા

International21 hours ago

સતત બીજી ઘટના : યુક્રેનમાં ભારતીય જહાજ પર હુમલો: 2 નાવિકો સુરક્ષિત, 2 ગુમ નાગરિકોની શોધખોળ ચાલુ

Vadodara22 hours ago

મકરપુરા પોલીસે દીવાળીપુરા કોર્ટના સજા વોરંટમાં નાસતા ફરતા બે આરોપીઓની કરી ધરપકડ

Padra22 hours ago

પાદરા-જંબુસર રોડ પર પેટ્રોલ પંપ પાસે બેફામ ટ્રક ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધું

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara4 days ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi5 days ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara1 week ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara2 weeks ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor2 weeks ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara2 weeks ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara2 weeks ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra2 weeks ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Trending