Connect with us

Vadodara

“₹2000 આપ, નશો કરવો છે”: વડોદરામાં પૈસા માટે યુવકને લોખંડની પાઇપથી ફટકાર્યો, ₹1500ની લૂંટ

Published

on

  • માંજલપુરમાં સરેઆમ લૂંટ: નશો કરવા માટે પૈસા ન આપતા અજય ચૌધરીએ શ્રમજીવી યુવકના ખિસ્સામાંથી ₹1500 ઝૂંટવી લીધા.
  • લોખંડની પાઇપથી હુમલો: 25 વર્ષીય સંજય પરમારને પેટ, પીઠ અને માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચાડી; જાતિ અપમાનિત શબ્દો બોલી આપી ધમકી.
  • તુલસી એપાર્ટમેન્ટ પાસેની ઘટના: મિત્રને મળવા ગયેલા યુવકને નિશાન બનાવ્યો; માંજલપુર પોલીસે લૂંટ અને હુમલાનો ગુનો નોંધ્યો.
  • આરોપી હજુ પોલીસ પકડથી દૂર? આકાર ગંગા સોસાયટીમાં રહેતા આરોપી અજય તેજવીરભાઈ ચૌધરીને દબોચી લેવા પોલીસના ચક્રો ગતિમાન.

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં નશાખોરોનો આતંક સતત વધી રહ્યો હોય તેમ જણાય છે. શહેરના પ્રતાપનગર ડેરી રોડ પર રહેતા એક શ્રમજીવી યુવક પર નશો કરવાના પૈસા બાબતે લોખંડની પાઇપ વડે હુમલો કરી લૂંટ ચલાવવામાં આવતા ચકચાર મચી ગઈ છે. માંજલપુર પોલીસે આ મામલે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

📌ઘટનાની વિગત:

મૂળ પ્રતાપનગરના લકી એપાર્ટમેન્ટમાં રહેતા ૨૫ વર્ષીય સંજય પરમાર ગત રાત્રે 8:30 વાગ્યાના સુમારે માંજલપુર તુલસી એપાર્ટમેન્ટ પાસે પોતાના મિત્રને મળવા માટે ગયા હતા. આ દરમિયાન આકાર ગંગા સોસાયટીમાં રહેતો અજય તેજવીરભાઈ ચૌધરી ત્યાં આવી ચઢ્યો હતો અને સંજય પાસે નશો કરવા માટે ₹2000ની માંગણી કરી હતી.

📌લૂંટ અને જાતિ અપમાનિત શબ્દો:

જ્યારે સંજયે પૈસા આપવાની ના પાડી, ત્યારે ઉશ્કેરાયેલા અજયે જબરજસ્તીથી સંજયના પેન્ટના ખિસ્સામાંથી ₹1500 કાઢી લીધા હતા. આટલેથી જ ન અટકતા આરોપીએ સંજયને જાતિ અપમાનિત શબ્દો કહી ગાળો ભાંડી હતી અને “તને જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી હતી.

🧐પાઇપથી જીવલેણ હુમલો:

આરોપી અજયે પોતાની પાસે રહેલી લોખંડની પાઇપ વડે સંજય પર હુમલો કર્યો હતો, જેમાં સંજયને પેટ, પીઠ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલા બાદ સંજયે ત્યાંથી ભાગી છૂટીને પોતાનો જીવ બચાવ્યો હતો અને ત્યારબાદ માંજલપુર પોલીસ સ્ટેશન પહોંચી આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

🫵નશાખોરોની આ પ્રકારની હિંમત પોલીસના કડક બંદોબસ્ત સામે સવાલો ઉભા કરી રહી છે. માંજલપુર પોલીસ આરોપીને ક્યારે દબોચી લેશે તે જોવું રહ્યું.

Continue Reading
Vadodara16 hours ago

“ચોમાસામાં વડોદરા અંધારામાં ડૂબશે!”; MGVCL ના વહીવટ સામે કર્મચારીઓ રણમેદાનમાં, મેન્ટેનન્સના અભાવે અકસ્માતનો ખતરો

Vadodara18 hours ago

“અમારા નુકસાનનું વળતર કોણ આપશે?”: હાઈ વોલ્ટેજથી ભાયલીમાં હાહાકાર; વીજ વિભાગના જવાબથી સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ

Vadodara18 hours ago

વડોદરા: બાપોદ પોલીસે કિશનવાડી વલ્લભ રેસિડેન્સીના ફ્લેટમાં ચાલતા જુગારધામ પર પાડી રેડ; 8 જુગારીઓ પકડાયા

Vadodara19 hours ago

વેરો ભરતા નાગરિકોની દુર્દશા: ટેન્કર અને જગના પાણી પર નિર્ભર પૂર્વ વિસ્તાર; ઓફિસમાં જવાબદાર અધિકારીઓ ગાયબ

Vadodara2 days ago

વડોદરા: ગોરવા સહયોગ ગાર્ડન સામે વૃદ્ધાને અડફેટે લેનાર ઓટો રિક્ષા ચાલક બિરેન્દ્ર પાંડેને રિક્ષા સાથે દબોચતી ગોરવા પોલીસ

Vadodara2 days ago

વડોદરા: તાલુકા પંચાયતમાં નવા સુકાનીઓની નિમણૂક; પુનમભાઈ જાદવ પ્રમુખ અને વનીતાબેન ટાટોડ ઉપપ્રમુખ તરીકે જાહેર

Vadodara2 days ago

વડોદરાઃ સુભાનપુરામાં વહેલી સવારે મહિલાના ગળામાંથી ચેઈન આંચકનાર અમદાવાદનો તુષાર ઉર્ફે કાવો ₹1.23 લાખના મુદ્દામાલ સાથે અરેસ્ટ

Vadodara2 days ago

વડોદરામાં અશુદ્ધ આહાર: ફરી એકવાર જાણીતી રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી સામે; ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Waghodia3 days ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli1 week ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara2 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara3 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra3 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara3 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara3 weeks ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara3 weeks ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Trending