Connect with us

Vadodara

ચાર્જઝોન દ્વારા વડોદરા એરપોર્ટ ખાતે ઇલેક્ટ્રિક વ્હીકલ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરાયું

Published

on

  • 60KWના હાઇ સ્પીડ ચાર્જિંગ સ્ટેશન ખાતે EV વાહન ચાર્જ કરવા પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે નહીં

ચાર્જઝોન જે બરોડા સ્થિત ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપતી કંપની છે. કંપનીએ વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ, હરણી રોડ ખાતે નાગરિકોની સુવિધા વધારવાના હેતુસર 60KWનું હાઇ સ્પીડ ઇલેક્ટ્રિક વ્હીકલ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કર્યું છે. આ પ્રસંગે ચાર્જઝોનના સ્થાપક કાર્તિકેય હરિયાણીએ જણાવ્યું હતું કે, ચાર્જિંગ સ્ટેશન ખાતે ડ્યુઅલ ગન છે અને તે એક સમયે બે EV કારને ચાર્જ કરી શકે છે. એક કારને સંપૂર્ણ ચાર્જ કરવામાં 40થી 45 મિનિટ થશે. અમારું કનેક્ટર CCS2 પ્રકારનું છે તેથી કોઈપણ બ્રાન્ડની EV કાર ચાર્જઝોનના અહીંના ચાર્જિંગ સ્ટેશન પર ચાર્જ થઈ શકાશે.

વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરવાની બાબત એક ગૌરવપૂર્વકનો પ્રસંગ હોવાનું ઉલ્લેખી તેમણે જણાવ્યું કે, અમારો હેતુ EV કાર વપરાશકર્તાઓને વધુ સારી, ઝડપી અને અનુકૂળ સુવિધા આપવાનો છે. તેઓ વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 24×7 કાર ચાર્જ કરવાનો લાભ લઈ શકશે. પ્લેસ્ટોર પરથી ચાર્જઝોન એપ ડાઉનલોડ કરીને કોઈપણ EV કારને ચાર્જ કરવામાં મદદ મળશે. અમારા તમામ ચાર્જિંગ સ્ટેશન માનવરહિત સ્ટેશનો છે.

ચાર્જઝોનના સ્થાપક કાર્તિકેય હરિયાણી વધુમાં જણાવે છે કે, અમે ગ્રાહકોની સુરક્ષા પર ભાર મૂકીએ છીએ તેથી અમે અમારા EV કાર વપરાશકર્તાઓની સમજણ અને સગવડતા માટે ફાયર બકેટ્સ પણ મૂક્યા છે અને ચાર્જિંગ માટે શું કરવું અને શું ન કરવું? તે ડિસ્પ્લે બોર્ડ મૂક્યું છે.

વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથેની અમારી સમજણના ભાગરૂપે, EV કારના ઉપયોગકર્તાઓએ તેમની EV કારને ચાર્જ કરવા માટે કોઈ પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ પ્રસંગે વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશી અને એરપોર્ટ ઓથોરિટી, વડોદરાના ડાયરેક્ટર પ્રદીપ ડોરબીયાલ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા અને કંપની દ્વારા જે સુવિધા ઉભી કરવામાં આવી છે તેને વખાણી હતી.

Vadodara4 hours ago

હત્યાના પ્રયાસ અને પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત ઈસમો પાસા હેઠળ તડીપાર

Vadodara10 hours ago

12 વર્ષે કાગળ પરથી જમીન પર? વડોદરાના આજવા સફારી પાર્ક માટે ફરી 450 કરોડના ખર્ચની જાહેરાત

Karjan-Shinor11 hours ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara16 hours ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Gujarat16 hours ago

રથયાત્રા પૂર્વે ATSનો આતંકી મોડ્યુલ પર સપાટો: સિદ્ધપુરથી વધુ 5 શંકાસ્પદો ડિટેન, મોટા ષડયંત્રનો પર્દાફાશ

International16 hours ago

હોર્મુઝની ખાડીમાં ભીષણ જંગ: UAE ના ઓઈલ ટેન્કરો પર ક્રૂઝ મિસાઈલથી હુમલામાં ભારતીય ક્રૂ મેમ્બરનું મોત

Vadodara17 hours ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Vadodara1 day ago

વડોદરામાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ: 44 વર્ષીય જીગરભાઈના અંગદાનથી અનેક દર્દીઓને મળશે નવું જીવન

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Karjan-Shinor11 hours ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara16 hours ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara17 hours ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra3 days ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Vadodara5 days ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara6 days ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara1 week ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli1 week ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Trending