Connect with us

Vadodara

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Published

on

📝 સ્થળ: વડોદરા, આજવા રોડ, શ્રી હરિ ટાઉનશિપ નજીક
      સમય: ગઈકાલે રાત્રે ૯:૩૦ વાગ્યાની આસપાસ
વડોદરામાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના એક ગંભીર કિસ્સામાં, નશામાં ધૂત કાર ચાલકે એક બુલેટ સવારને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બુલેટ સવારને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

https://www.instagram.com/reel/DSHmxZTDAuT/?igsh=c2Z1emNiYmV4ZzF4

🏍️બુલેટ સવાર ઘાયલ:

આજવા રોડ પર શ્રી હરિ ટાઉનશિપમાં રહેતા અને નિઝામપુરા ખાતે એરટેલ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા આદર્શ રાજેન્દ્રકુમાર સિંહ ગઈકાલે રાત્રે ૯:૩૦ વાગે બુલેટ લઈને સરદાર એસ્ટેટ તરફથી ઘરે પરત ફરી રહ્યા હતા. શ્રી હરિ ટાઉનશિપ પાસે ડિવાઇડરના કટથી રસ્તો ક્રોસ કરતી વખતે કમલા નગર તળાવ તરફથી પૂરઝડપે આવતી એક સફેદ કારે તેમના બુલેટને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આદર્શ સિંહ રોડ પર ફગોળાઈ ગયા હતા.

⚠️ ગંભીર ઇજા:

આ અકસ્માતમાં આદર્શ સિંહના ડાબા પગ અને પાંસળીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

🚗 નશાબાજ કાર ચાલક ઝડપાયો:

ઘટનાની જાણ કોઈ જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલ રૂમને કરતા તાત્કાલિક પોલીસની ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે કાર ચાલક પ્રતીક ગુલાબરાવ બોરસેને ઝડપી લીધો હતો, જે ડ્રીમ હેવન, આજવા રોડ પર રહે છે. પોલીસે કાર ચાલકની તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. કાર ચાલકે દારૂનો નશો કર્યો હતો, અને તેની કારમાંથી દારૂની ચાર નાની બોટલો પણ મળી આવી હતી.

🛑 ફાયરમેન કરે છે નોકરી:

આરોપી પ્રતીક બોરસે રાજકોટ એરપોર્ટ પર ફાયરમેન તરીકે નોકરી કરે છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે શાકભાજી લેવા માટે ઘરેથી નીકળ્યો હતો. શાકભાજી લઈને પરત ફરતી વખતે તેણે બુલેટ ચાલકને ટક્કર મારી હતી.

🚨 પોલીસે ગુનો દાખલ કર્યો:

બાપોદ પોલીસે નશાની હાલતમાં ગંભીર અકસ્માત સર્જનાર કાર ચાલક પ્રતીક બોરસે વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી દારૂ ક્યાંથી લાવ્યો હતો તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Continue Reading
Vadodara3 days ago

ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!

Savli5 days ago

વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ

Dabhoi5 days ago

“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા

Vadodara6 days ago

જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા

Vadodara6 days ago

વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર

Vadodara6 days ago

શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી

Vadodara6 days ago

વડોદરામાં પીએમ આવાસ યોજનામાં મોટું કૌભાંડ: ભાજપ નેતાના પુત્ર અને તેની ટોળકીએ દુકાન અપાવવાના નામે આચરી રૂ. 9.05 લાખની ઠગાઈ

Vadodara6 days ago

વડોદરા પાલિકામાં 5 વર્ષ જૂના પ્રોજેક્ટ્સ પર ફેરવાશે કલમ! બજેટમાંથી બિનજરૂરી ખર્ચ ઘટાડવા તંત્ર સક્રિય

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech1 year ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact1 year ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech1 year ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara7 days ago

એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી

Gujarat1 month ago

અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

Gujarat1 month ago

આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

Vadodara2 months ago

રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

Chhotaudaipur3 months ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 months ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara3 months ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara3 months ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Trending