Connect with us

Vadodara

વડોદરામાં ‘વિકાસ’ તરસ્યો: સન ફાર્મા રોડની આમ્રપાલી સોસાયટી 2 વર્ષથી પાણી માટે તરસતી હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં

Published

on

📝 વોર્ડ નં. 11ના કાઉન્સિલરનો રહીશોને સ્પષ્ટ ઈન્કાર: ‘તમારી સોસાયટી મારા વોર્ડમાં નથી’,

“કનેક્શન આપ્યા પણ પાણી ક્યાં?”: જાહેરાતો અને હકીકત વચ્ચેના તફાવતને લઈ આમ્રપાલી સોસાયટીના રહીશોનો પાલિકાની વડી કચેરીએ ઉગ્ર આક્રોશ

વડોદરા એક બાજુ વડોદરાને ‘સ્માર્ટ સિટી’ અને ‘વિકસિત વડોદરા’ તરીકે પ્રસ્થાપિત કરવાના દાવા થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ શહેરના પશ્ચિમ વિસ્તારના રહીશો ટીપું પાણી મેળવવા માટે કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. આજે વોર્ડ નંબર 11માં આવતા સન ફાર્મા રોડની આમ્રપાલી સોસાયટીના રહીશો પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈ પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે ઉમટી પડ્યા હતા અને તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા બે વર્ષથી તેઓ પીવાના પાણીની અછતનો સામનો કરી રહ્યા છે. વોર્ડ નં. 11ની કચેરીમાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં વોર્ડ ઓફિસર મુકેશ પરમાર દ્વારા માત્ર પોકળ વાયદા જ આપવામાં આવ્યા છે. આજે કંટાળેલા રહીશોએ પોતાની નોકરી-ધંધા પર રજા પાડીને કમિશનરને રૂબરૂ મળવાનો નિર્ણય કર્યો હતો.

જ્યારે રહીશોમાં સૌથી વધુ નારાજગી સ્થાનિક કાઉન્સિલર સંગીતાબેન ચોક્સી સામે જોવા મળી હતી. રહીશો જ્યારે પોતાની પ્રાથમિક સુવિધાની ફરિયાદ લઈને ગયા ત્યારે કાઉન્સિલરે “આ સોસાયટી મારા વોર્ડમાં આવતી નથી” કહીને હાથ ઊંચા કરી દીધા હતા. લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિના આવા બેજવાબદાર વર્તનથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. રહીશોએ ચીમકી આપી છે કે, “જો અત્યારે અમે તેમના વોર્ડમાં નથી આવતા, તો આવનારી ચૂંટણીમાં અમે તેમને ચોક્કસ જાકારો આપીશું.”

આજે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ પાલિકા કચેરી ગજવી મૂકી હતી. રહીશોની એક જ માંગ છે કે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર આ બાબતે હસ્તક્ષેપ કરે અને વર્ષો જૂની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે. જો વહેલી તકે નિરાકરણ નહીં આવે તો રહીશોએ ઉગ્ર આંદોલન કરવાની તૈયારી દર્શાવી છે.

🧐 મોંઘા ભાવનું પાણી ખરીદવા જનતા મજબૂર…
સ્થાનિકોએ જણાવ્યું હતું કે:

  • પાલિકા હજારો નવા નળ કનેક્શન આપ્યા હોવાની જાહેરાતો કરે છે, પણ કનેક્શનમાં પાણી આવતું જ નથી.
  • પુરતા પ્રેશરના અભાવે લોકોને બહારથી વેચાતું પાણી મંગાવવું પડે છે અથવા ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે.
  • નિયમિત ટેક્સ ભરવા છતાં શુદ્ધ અને પૂરતું પાણી મળતું નથી.

🫵 સ્માર્ટ સિટીની વાતોનો કોઈ અર્થ નથી…
“21મી સદીમાં પણ જો તંત્ર પીવાનું પાણી ન આપી શકતું હોય, તો સ્માર્ટ સિટીની વાતોનો કોઈ અર્થ નથી. અમને શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી જોઈએ છે, નહીંતર આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે.” – સ્થાનિક રહીશ (તેજસ પટેલ)

Continue Reading
Karjan-Shinor13 hours ago

પોલીસનો પીછો, ચાલક ફરાર: 8,250 દારૂની બોટલો સાથે કુલ રૂ. 25.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Vadodara14 hours ago

વડોદરા: ડભોઈ રોડ પર પાણી માટે ‘માટલા ફોડ’ વિરોધ! શાંતિનગરના રહીશોની તંત્ર સામે લાલ આંખ; 8 મહિનાથી દૂષિત પાણીની સમસ્યા

Vadodara2 days ago

વડોદરા: વાઘોડિયા રોડ પર લોહિયાળ ઝઘડો! ઝઘડો છોડાવવા ગયેલા કેટરિંગ સંચાલક યુવાનનો કાન કરડી ખાધો

Vadodara2 days ago

વડોદરામાં સક્રિય મહારાષ્ટ્રની મહિલા ચોર ટોળકીનો પર્દાફાશ; 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 મહિલાઓ ઝડપાયા

Vadodara2 days ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara2 days ago

‘આપ’માં આંતરિક વિવાદનો વિસ્ફોટ: વડોદરા ‘આપ’ પ્રમુખ અશોક ઓઝાની નકલી IB અધિકારી બની ધમકાવવાના કેસમાં ધરપકડ

Vadodara2 days ago

IPL સટ્ટાબાજીનો પર્દાફાશ: માંજલપુર પોલીસે Esar247.com આઈડી સાથે એકને દબોચ્યો

Gujarat2 days ago

કેનેડામાં ગુજરાતી યુવતીની હત્યાનો કેસ: મૃતક વિધિ મેઘાનીના કેસમાં મોટો ખુલાસો, હત્યારાએ માથાના ભાગે ઘા મારી કરી હત્યા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara3 days ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia1 week ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli2 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara3 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara4 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra4 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara4 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Trending